અત્યાર સુધી આઇક્યુ એટલે કે ઇન્ટેલિજન્સ ક્વોશન્ટની ખૂબ ચર્ચા થતી હતી. હવે એ મુદ્દે ચર્ચા છે કે, શું વધુ આઇક્યુનો અર્થ વધુ બુદ્ધિ છે કે શું વધુ આઇક્યુનો અર્થ વધુ તેજ દિમાગ એવો થાય? આ ચર્ચાનું તો હાલ કોઇ તારણ નીકળ્યું નથી મળ્યું, પરંતુ વિવિધ અભ્યાસના આધારે એવો દાવો જરૂર થઇ શકે કે મહિલાઓમાં ઇક્યુ એટલે કે ઇમોશનલ કવોશન્ટ પુરુષોની તુલનાએ વધુ હોય છે.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
‘એક દિવસ હું અમેરિકાના કનેક્ટિટ એરપોર્ટ પર કનેક્ટિંગ ફ્લાઈટની રાહ જોઈ રહી હતી. તે સમયે બે વર્ષની દીકરી ક્લેર્ક પણ સાથે હતી. દીકરી પાણી પીવાની જીદ કરી રહી હતી એટલા માટે બોટલ ખરીદવા માટે સ્ટોર પર ગઈ અને દીકરીને કાઉન્ટર પર બેસાડી દીધી. આ દરમિયાન એક અજાણી મહિલા આવી અને સ્મિત કરતા કહેવા લાગી કે લાગે છે કે તમે આ બાળકીનાં દાદી છો ને... મારા પણ ચાર પૌત્ર-પૌત્રી છે. ખૂબ જ સુંદર લાગે છે તમારી પૌત્રી. મસ્તીખોર પણ છે. તેમની આ વાત સાંભળી મેં હસીને જવાબ આપ્યો કે આ મારી દીકરી છે, પૌત્રી નહીં. જીવનમાં પહેલીવાર હતું જ્યારે કોઈએ મને મારી દીકરીની દાદી સમજી લીધી હતી. ખરેખર આ સમાજનું એ સત્ય છે જેની સામે આજે એક મોટો વર્કિંગ ક્લાસ ઝઝૂમી રહ્યો છે.’ આ શબ્દો છે વ્યવસાયે સંગીતકાર સારા ડાફરના.
પુરુષોની સરખામણીએ મહિલાઓ વધુ હિંમતવાળી હોય છે અને તેમનામાં શરીરને નુકસાનકારક બહારના જીવ સામે લડવાની ક્ષમતા પણ વધુ હોય છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં પણ આ વાત સાબિત થઇ છે.
વાળ સફેદ થવાના અનેક કારણો છે, જેમ કે અવ્યવસ્થિત આહાર એટલે કે જંકફૂડનો વધુ પડતો ઉપયોગ, તીખા અને મસાલેદાર ખોરાક, કોઈ પણ સમયે ખાવાની આદતો વાળને ખૂબ જ અસર કરે છે. માનસિક તણાવ, ચિંતા, દુઃખ વગેરે પણ વાળને અસર કરે છે. અપૂરતી ઊંઘ અને રાત્રે ઉજાગરા વાળને ખૂબ જ નુકસાન કરે છે. વિટામિન્સ અને મિનરલ્સની ખામીના કારણે પણ આવું થઈ શકે છે.
કોરોનાકાળમાં વર્કફોર્સમાં મહિલાઓની સંખ્યા ભલે ઘટી હોય, પરંતુ આશાજનક તથ્ય એ છે કે એમબીએ (માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન)ના અભ્યાસક્રમમાં ઉલ્ટી ગંગા વહી છે. એમબીએ કોર્સીસમાં મહિલાઓની સંખ્યામાં આ વર્ષે ૩૯ ટકા વધારો નોંધાયો છે.
ઉંમર વધવાની સાથે સાથે શરીરની અમુક જરૂરિયાત વધતી હોય છે. ખાસ કરીને સ્ત્રી ૩૦ની ઉંમર વટાવે એટલે તેના શરીરમાં ઘણાં બદલાવ આવતા હોય છે, ડોક્ટર્સ અને ન્યુટ્રીશિયન્ટ્સના કહેવા પ્રમાણે સ્ત્રીએ ત્રીસી વટાવ્યા બાદ અમુક સપ્લિમેન્ટ્સ ચોક્કસ લેવા જોઇએ.
ગૌલી અથવા ગહુલી એ ચોખાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી રંગોળીની એક કળા છે. આ કલાકૃતિ સ્વસ્તિક, કલશ અને અન્ય ઘણા સ્વરૂપોની હોય છે. જૈન ધર્મ અનુસાર દરેક મહિલાઓ તથા પુરુષો ચોખા સાથે આવા ચિત્રો દોરે છે અને સ્વના સાચા પ્રતિબિંબને પ્રસ્તુત કરે છે.
ગર્ભાવસ્થામાં હળવો વ્યાયામ ગર્ભસ્થ શિશુ માટે ફાયદાકારક છે. નિયમિત વ્યાયામથી તેના ફેફસાં મજબૂત થાય છે અને અસ્થમાનું જોખમ પણ સાવ ઘટી જાય છે. આમ કહેવું છે નોર્વેની ઓસ્લો યુનિવર્સિટીના વિજ્ઞાનીઓનું. તેમણે ૮૦૦ મહિલા પર કરેલા એક અભ્યાસ બાદ જાણ્યું કે વ્યાયામ ન કરતી મહિલાઓના બાળકને અસ્થમાનું જોખમ વ્યાયામ કરતી સગર્ભાઓથી બમણું રહે છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ મોટા ભાગના યુવાનો સેલિબ્રિટીઝ અને ઈન્ફ્લુએન્સરને ફોલો કરે છે અને તેમના જેવા જ આકર્ષક દેખાવાનું પસંદ કરે છે.
અમદાવાદના ૪૫ વર્ષીય ઉષા કપૂરે તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલા બ્યુટી પેજન્ટમાં મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કવીન ૨૦૨૧ અંતર્ગત મિસિસ ઇન્ડિયા ઓડિસિયસનો ખિતાબ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું હતું. ઓડિસિયસ એટલે ખૂબ સાહસ લેનાર વ્યક્તિ. સ્પર્ધામાં ભારતના વિવિધ રાજ્યોની લગભગ ૧,૨૦૦ મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાંથી માત્ર ૫૪ મહિલાની ફાઈનલમાં પસંદગી કરાઈ હતી. તેમાં ઇન્ટરવ્યૂ રાઉન્ડ, ટેલેન્ટ રાઉન્ડ, ક્વેશ્ચન-આન્સર જેવા ઘણાં રાઉન્ડમાંથી પસાર થયા પછી તેમણે આ ખિતાબ જીત્યો હતો.
