મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    માનસિક સમસ્યાનો સ્વીકાર કરવા

    નિરાશા, હતાશા, ઉદાસી જેવા ભાવોથી બચવું કોઇ પણ વ્યક્તિ માટે મુશ્કેલ છે કેમ કે આ બધું આપણા જીવનનો એક હિસ્સો છે. દરેક વ્યક્તિ ક્યારેકને ક્યારેક તો ઉદાસી કે નિરાશા જેવા મૂડનો અનુભવ કરે જ છે. આ સમસ્યા દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે, પરંતુ તેનો સામનો કરવામાં, તેમાંથી બહાર નીકળવામાં મહિલાઓ પુરુષોથી આગળ છે. આ એક એવી મનોસ્થિતિ છે, જેના પર ત્યાં સુધી કંઈ કરી શકાતું નથી જ્યાં સુધી આ પરેશાની વિશે ખબર ન પડે. નિષ્ણાતો કહે છે કે મનના ગૂંચવાયેલા દોરાઓને ઉકેલવા માટે વ્યક્તિએ ‘એક્સપ્રેસિવ આર્ટ થેરપી’ અપનાવવી જોઈએ, તો મનની ગૂંચવણ દૂર થઈ શકે છે કે આવી સમસ્યામાં રાહત થાય છે.

    સ્વિડનનાં પ્રથમ મહિલા વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળીને ઇતિહાસ રચ્યાના ગણતરીના કલાકોમાં જ - ૨૪ નવેમ્બરે મેગ્દલિના એન્ડરસને હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું. કારણ એ હતું કે તેમણે વડા પ્રધાન પદ સંભાળ્યું તેની બંધારણીય કાયદેસરતા સામે સવાલ ઉઠાવાયા હતા. જોકે તેમણે રાજીનામું આપતી વેળા જ કહ્યું હતું કે હું ફરી એક વાર સ્વિડનની વડા પ્રધાન બનીશ. હું એવી સરકારનું નેતૃત્વ કરવા નથી ઈચ્છતી જેની બંધારણીય કાયદેસરતા સામે સવાલ ઊભા થયા હોય. મેગ્દલિનાએ પાંચ જ દિવસમાં તેમના દાવાને સાચો કરી દેખાડ્યો છે.

    મહિલાઓના ઉત્કર્ષ માટે કાર્યર

    અમદાવાદના ૪૫ વર્ષીય ઉષા કપૂરે તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલા બ્યુટી પેજન્ટમાં મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કવીન ૨૦૨૧ અંતર્ગત મિસિસ ઇન્ડિયા ઓડિસિયસનો ખિતાબ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું હતું. ઓડિસિયસ એટલે ખૂબ સાહસ લેનાર વ્યક્તિ. સ્પર્ધામાં ભારતના વિવિધ રાજ્યોની લગભગ ૧,૨૦૦ મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાંથી માત્ર ૫૪ મહિલાની ફાઈનલમાં પસંદગી કરાઈ હતી. તેમાં ઇન્ટરવ્યૂ રાઉન્ડ, ટેલેન્ટ રાઉન્ડ, ક્વેશ્ચન-આન્સર જેવા ઘણાં રાઉન્ડમાંથી પસાર થયા પછી તેમણે આ ખિતાબ જીત્યો હતો.

    સ્માર્ટ અને સેક્સી લુક મેળવો હ...

    આઉટફિટને મેચિંગ લિપસ્ટિક, નેઇલ પોલિશ, એરિંગ્સ વગેરે ખરીદવા આપણે કેટલી મહેનત કરીએ છીએ, પરંતુ હેર બ્રશ ખરીદવા આટલી મહેનત ક્યારેય કરતાં નથી. તમારા લુક માટે જેટલા સભાન છો એમાંથી થોડી સભાનતા હેર બ્રશ માટે પણ હોવી જરૂરી છે. હેર સ્ટાઇલને આકાર આપવા માટે પરફેક્ટ હેર બ્રશ પસંદ કરવું જોઇએ. આજે આપણે હેર બ્રશના સિલેક્શન અંગે વાત કરીશું. માર્કેટમાં અનેક પ્રકારનાં હેર બ્રશ મળે છે, પરંતુ ચાર હેર બ્રશ એવા છે જે તમારા લુકમાં પરિવર્તન સાથે તમને સ્માર્ટ લુક આપશે

    વિશ્વનાં સૌથી શક્તિશાળી ૧૦૦ મ

    ‘ફોર્બ્સ’ દ્વારા જારી થયેલી વિશ્વની ૧૦૦ શક્તિશાળી મહિલાઓની યાદીમાં સતત ત્રીજા વર્ષે નાણાપ્રધાન સીતારામને સ્થાન મેળવ્યું છે. વર્ષ ૨૦૨૧ માટે જારી થયેલી યાદીમાં તેઓ ૩૭મા ક્રમે છે. વર્ષ ૨૦૧૯માં તેઓ ૩૪મા તો ૨૦૨૦માં ૪૧મા સ્થાને સ્થાને હતા. ૨૦૨૧ની યાદીમાં તેઓ અમેરિકી નાણાપ્રધાન જેનેટ યેલેન કરતાં બે સ્થાન આગળ છે. સીતારામન ભારતના પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણાપ્રધાન છે.

    પીસીઓડીઃ અયોગ્ય જીવનશૈલીથી ય

    પીસીઓડી હવે નાની વયની યુવતીઓને પણ થવા લાગ્યું છે અને તેની અસર તેમના શરીરની સાથે મન-મગજ પર પણ પડે છે. પીસીઓડી એટલે કે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમનું મુખ્ય કારણ ખોટી લાઈફસ્ટાઈલથી સર્જાતું હોર્મોનલ અસંતુલન છે. આ સ્થિતિમાં યુવતીઓનું વજન ઝડપથી વધે છે અને તેની અસર તેમના આત્મવિશ્વાસ પર પણ પડે છે.

    ભારતનાં ટોપ-૧૦૦ ધારાશાસ્ત્રી

    સૌરાષ્ટ્ર ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને જાણીતાં ધારાશાસ્ત્રી પ્રીતિબહેન મહેતાએ કાનૂની સામાયિક ‘ઈન્ડિયા બિઝનેસ લો જર્નલ ૨૦૨૧’ની યાદીમાં ટોચના ૧૦૦ ભારતીય ધારાશાસ્ત્રીઓની યાદીમાં તેમનું સ્થાન જાળવી રાખ્યું છે. જર્નલની આ સાતમી વાર્ષિક યાદીમાં કેટલાંક નામ ઉમેરવામાં આવ્યાં હતાં, જેમાં પ્રીતિબહેને તેમનું સ્થાન જાળવ્યું છે.

    સાડીને હોટ બનાવે છે ગ્લેમરસ ડિ...

    સાડી એવો પોશાક છે જે ફોર્મલ અને પારંપરિક બંને પ્રકારનો લુક આપી શકે છે. સાડીના લુકનો મોટો આધાર એની સાથે પહેરાતા બ્લાઉઝ પર હોય છે. આકર્ષક અને ગ્લેમરસ ડિઝાઇનર બ્લાઉઝ સાડીને હોટ અને હેપનિંગ લુક આપી શકે છે. ફેશન ટ્રેન્ડ ભલે ગમે તે આવે અને જાય પરંતુ સાડી હંમેશાં એવરગ્રીન રહે છે. જોકે સાડી ડિઝાઇનર હોય તેટલું પૂરતું નથી પણ બ્લાઉઝ પણ તેટલું જ ડિઝાઇનર હોવું જોઈએ.

    પંજાબ દી કુડી મિસ યુનિવર્સઃ પં...

    ચંદીગઢમાં ૩ માર્ચ, ૨૦૦૦માં જન્મેલી હરનાઝ કૌર સંધુએ મિસ યુનિવર્સનો તાજ મેળવીને ઈતિહાસ રચ્યો છે. ભારત માટે છેલ્લે ૨૧ વર્ષ પહેલાં લારા દત્તાએ મિસ યુનિવર્સનો તાજ પહેર્યો હતો. લારા દત્તાએ જે વર્ષે મિસ યુનિવર્સનો તાજ પહેર્યો એ જ વર્ષે હરનાઝનો જન્મ થયો હતો. ઈઝરાયેલમાં યોજાયેલી સ્પર્ધામાં વિશ્વની ૮૦ જેટલી સુંદરીઓએ ભાગ લીધો હતો.

    આસાન નથી આ સૌંદર્ય સફર......

    ભારતની હરનાઝ સંધુ મિસ યુનિવર્સનો ખિતાબ જીતીને જગતભરમાંથી પ્રશંસા મેળવી રહી છે. દુનિયાની આ સૌથી મોટી સૌંદર્ય સ્પર્ધા પ્રત્યે લોકોમાં ભારે આકર્ષણ રહે છે, પણ આ ખિતાબ જીતવા પાછળ આકરી મહેનત પણ કરવી પડે છે તે ભાગ્યે જ કોઇ ધ્યાનમાં લે છે. મિસ યુનિવર્સમાં ભાગ લેનારા સ્પર્ધકોએ આઠ કલાકની બ્યુટી સ્લીપને ગુડ બાય કહેવું પડે છે. સ્પર્ધકોનું શિડ્યુલ અત્યંત વ્યસ્ત રહે છે. દરરોજ ૧૮ કલાકનું રિહર્સલ, વર્કઆઉટ અને સવાલ-જવાબોની તૈયારી કરવી પડે છે. સાથે જ એ પડકાર પણ રહે છે કે ઓછી ઊંઘને કારણે ચહેરા પર થાક દેખાય નહીં.