સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    સગર્ભાવસ્થામાં મલ્ટિવિટામીન

    સગર્ભા માટે સપ્લીમેન્ટ્સ લેવાનો મુદ્દો વિવાદાસ્પદ રહ્યો છે. પરંતુ, હાવર્ડ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા અને યુનિવર્સિટી ઓફ લેંકેસ્ટરના સહિત આંતરરાષ્ટ્રીય સંશોધકોની ટીમના નવા અભ્યાસમાં જણાયું છે કે મલ્ટિવિટામીન્સને લીધે નવથી બાર વર્ષના બાળકની જ્ઞાનક્ષમતામાં એક વર્ષ જેટલો વધારો થાય છે.

    બ્રિટનમાં પ્રથમ ‘થ્રી પેરન્ટ

    યુકેના ફર્ટિલિટી રેગ્યુલેટર ધ હ્યુમન ફર્ટિલાઈઝેશન એન્ડ એમ્બ્રયોલોજી ઓથોરિટી (HFEA) દ્વારા ત્રણ વ્યક્તિના DNA સાથે સંતાનને જન્મ આપવાની વિવાદિત પ્રક્રિયાને લીલી ઝંડી આપવાના ઐતિહાસિક નિર્ણય સાથે ફર્ટિલિટી ક્લિનિક્સ પાસે લાઈસન્સ અરજીઓ સ્વીકારવા જાહેરાત કરાઈ છે. આના પરિણામે, નવા વર્ષમાં માઈટોકોન્ડ્રિયલ રિપ્લેસમેન્ટ થેરાપી (MRT) પ્રક્રિયાથી પ્રથમ બ્રિટિશ બાળકનો જન્મ થવાની શક્યતાઓ વધી છે. હજારો નિઃસંતાન બ્રિટિશ દંપતી આ પ્રક્રિયાથી બાળકના જન્મનો ઉલ્લાસ માણી શકશે. ઉલ્લેખનીય છે કે વિવાદિત થ્રી પેરન્ટ IVF પ્રક્રિયાથી ૨૦૧૭ની પાંચ જાન્યુઆરીએ યુક્રેનના પેરન્ટે તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો છે, જે વિશ્વમાં આ પ્રક્રિયાથી જન્મેલું બીજું બાળક છે.

    પીડાથી ઉંઘ હરામ થઈ ગઈ હશે તો જ NHS તમારી

    યુકેના હેલ્થ મેનેજર્સે લાખો પાઉન્ડ બચાવવા માટે હિપ અને ની સર્જરી માટે નવી પીડામર્યાદા પરીક્ષણો ફરજિયાત બનાવવા નિર્ણય કર્યો છે. જેઓ અતિ સ્થૂળ તેમજ ચાલવાફરવા માટે સક્ષમ હોય તેવા પેશન્ટ્સને ઘૂંટણ બદલવાની સર્જરીનો ઈનકાર કરવામાં આવશે. જે પેશન્ટ્સ પીડાના કારણે રાત્રે ઉંઘી ન શકતા હોય તેમને જ આવી સર્જરી કરી અપાશે. કેટલાક હેલ્થ ટ્રસ્ટ્સનું માનવું છે કે આવા ફેરફારથી તેઓ વાર્ષિક બે મિલિયન પાઉન્ડની બચત કરી શકશે. રોયલ કોલેજ ઓફ સર્જન્સના અંદાજ અનુસાર ઈંગ્લેન્ડમાં ૧૦માંથી ચાર હેલ્થ ટ્રસ્ટ જે પેશન્ટ્સને ઓછી પીડા હોય કે ભારે સ્થૂળ હોય તેમને ઓપરેશનનો ઈનકાર કરી રહ્યાં છે.

    પ્રોસ્ટેટ કેન્સરની આગોતરી જા

    પીએસએ ટેસ્ટ એક સામાન્ય બ્લડ-ટેસ્ટ છે જેના વડે પુરુષના શરીરમાંના પ્રોસ્ટેટ કેન્સર વિશે પ્રારંભિક તબક્કે જ જાણી શકાય છે. જો એનું નિદાન સમયસર થઈ ગયું તો ચોક્કસપણે વ્યક્તિ આ કેન્સરથી મુક્તિ મેળવી શકે છે અને મૃત્યુથી બચી શકે છે. આ દરદના ઇલાજ માટે રોબોટિક સર્જરી શ્રેષ્ઠ વિકલ્પ છે, જેમાં વ્યક્તિ પ્રોસ્ટેટને હટાવી અઠવાડિયાની અંદર નોર્મલ જીવન જીવી શકે છે.

    રોજ સર્જાતી યાદો ભૂંસી મગજને સાફ

    આખો દિવસ ગમે તેટલું કામ કર્યું હોય પરંતુ રાત્રે ઊંઘની જરુર પડે છે. ઊંઘ સમયનો બગાડ નથી પરંતુ, મગજની અતિ સક્રિય પ્રક્રિયા હોવાનું મનાય છે ત્યારે માનવી સહિતના સજીવો માટે ઊંઘ શા માટે જરૂરી છે તે પ્રશ્ન વૈજ્ઞાનિકોને મૂંઝવતો રહ્યો છે. જોકે, યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન-મેડિસન અને જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા જર્નલ સાયન્સમાં પ્રસિદ્ધ બે અભ્યાસોએ કેટલાંક અંશે આ મૂંઝવણ દૂર કરી છે.

    શિયાળો વધુ હેલ્ધી બનાવતા મિક્

    કોઈ વાર સલાડ ચાવવાનો કંટાળો આવતો હોય કે સમારવાનો કે ખાવાનો સમય ન હોય ત્યારે જૂસ ઝટપટ બની જતો અને એનાથી પણ વધુ ઝટપટ પીવાઈ જતો એક શ્રેષ્ઠ વિકલ્પ છે, જેમાંથી આપણને ભરપૂર વિટામિન્સ અને મિનરલ્સનો ખજાનો મળે છે. આજે જાણીએ નિષ્ણાત ડાયેટિશ્યન પાસેથી કેટલાક ફ્રૂટવેજી મિક્સ જૂસની રેસિપી...

    સાદા બ્લડ ટેસ્ટથી પાર્કિન્સન

    ન્યુરોલોજી મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસ અનુસાર સાદા બ્લડ ટેસ્ટથી ડોક્ટરોને હવે પાર્કિન્સન‘સ ડિસીઝ અથવા કંપવાત રોગના ઝડપી અને સરળ નિદાનમાં મદદ મળશે. અત્યારે આ રોગના લક્ષણો ઓળખવા દર્દીઓએ સ્પાઈનલ ફ્લુઈડ ટેસ્ટ કરાવવો પડે છે. આ રોગની કોઈ સારવાર પ્રાપ્ય નથી અને બ્રિટનમાં ૧૨૭,૦૦૦ લોકો આ અસાધ્ય રોગથી પીડાય છે.

    તમને કઇ રીતે ઊંઘવાની ટેવ છે?...

    લોકો સદાબહાર સ્વાસ્થ્ય માટે ખાણીપીણી પર તો પૂરતું ધ્યાન આપે છે, પરંતુ આપણી જીવનશૈલીનો મહત્ત્વનો હિસ્સો એવી ઊંઘવાની સ્થિતિ પર ભાગ્યે જ કોઇ ધ્યાન આપે છે. આનું કારણ એ છે કે ઊંધા કે ચત્તા સૂવાથી સ્વાસ્થ્ય અને જીવનધોરણ પર સારી અને ખરાબ એમ બંને રીતે અસર પડતી હોવાનું બહુ ઓછા લોકો જાણે છે.

    તમે ડાયટમાં કેટલું ફાઇબર લો છો...

    ભોજનમાં જે પ્રકારે જુદાં-જુદાં પરિબળો જેમ કે, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફેટ વગેરેનું આગવું મહત્વ ધરાવે છે તે જ પ્રકારે ડાયટરી ફાઇબરને પણ ભોજનનો અભિન્ન હિસ્સો ગણી શકાય. ફરક એટલો છે કે ફાઇબર્સ આપણા શરીરમાં પાચન થઈને શોષાતાં નથી, પરંતુ બીજાં પરિબળોનું પાચન યોગ્ય રીતે થાય એ માટે મદદરૂપ થાય છે.

    ઈંગ્લેન્ડમાં ગત ૨૦૧૫માં દરરોજના સરેરાશ ૮૨૨ સાથે કેન્સરના વિક્રમજનક નવા ૨૯૯,૯૨૩ કેસ નોંધાયા હતા. એક જ વર્ષમાં આ સૌથી વધુ કેસ નોંધાયા હોવાનું ઓફિસ ફોર નેશલન સ્ટેટિસ્ટિક્સ દ્વારા જણાવાયું હતું. તેમાં અડધાથી વધુ કેસ બ્રેસ્ટ, પ્રોસ્ટેટ, ફેફ્સા અને આંતરડાના કેન્સરના હતા.