અંધત્વના એક સર્વસામાન્ય કારણ ગ્લુકોમાને ધ્યાન કરવાથી નિવારી અથવા ધીમું પાડી શકાય તેમ અભ્યાસમાં જણાયું હતું. બ્રિટનમાં ૫૦૦,૦૦૦ લોકો ગ્લુકોમાથી પીડાય છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
ચીનના એક વૈજ્ઞાનિકે રંગસૂત્રોમાં ફેરફાર કરીને શિશુઓ પેદા કરવામાં સફળતા મળી હોવાનો દાવો કર્યો છે. ચીની યુનિવર્સિટીના પ્રોફેસર જિયાનકુઈએ યૂટયૂબ પર નવજાત જોડિયાં બહેનોનો વીડિયો મૂકીને દાવો કર્યો કે આ જોડિયાં બાળકીઓના રંગસૂત્રો(DNA)માં ફેરફાર કરાયો છે, જેનાથી તેમને એચઆઈવી સામે રક્ષણ મળશે. પ્રો. જિયાનકુઈનું કહેવું છે કે સાત નિઃસંતાન દંપતીઓના ઉપચાર દરમિયાન ભ્રૂણને બદલવામાં આવ્યાં અને આ રીતે સંતાનને જન્મ આપવામાં આવ્યો છે.
ચીનના એક વૈજ્ઞાનિકે રંગસૂત્રોમાં ફેરફાર કરીને શિશુઓ પેદા કરવામાં સફળતા મળી હોવાનો દાવો કર્યો છે. ચીની યુનિવર્સિટીના પ્રોફેસર જિયાનકુઈએ યૂટયૂબ પર નવજાત જોડિયાં બહેનોનો વીડિયો મૂકીને દાવો કર્યો કે આ જોડિયાં બાળકીઓના રંગસૂત્રો(DNA)માં ફેરફાર કરાયો છે, જેનાથી તેમને એચઆઈવી સામે રક્ષણ મળશે.
આજની દોડધામભરી જીવનશૈલીના કારણે હૃદય રોગ સંબંધિત બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. આ સમસ્યાથી બચવા માટે શું કરવું જોઇએ? તબીબી નિષ્ણાતો કહે છે કે નો કરી... નો વરી... અને નો કરી...નો જીવનમંત્ર અપનાવી લો.
આપણા દરેકના જીવનમાં મોબાઇલ ફોન આગવું સ્થાન ધરાવે છે. સંવાદ-સંપર્કનું આ સાધન આપણા જીવનનું એક અભિન્ન અંગ બની ગયો છે એમ કહીએ તો પણ તેમાં અતિશ્યોક્તિ નથી. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે તમારો સ્માર્ટફોન ટોઇલેટ સીટ કરતાં પણ સાત ગણો વધુ ગંદો હોય છે! એક અભ્યાસમાં આ ચોંકાવનારું તારણ રજૂ થયું છે.
ઈમરજન્સીના સંજોગોમાં નોર્થ વેસ્ટ એમ્બ્યુલન્સ સર્વિસ (NWAS) NHS ટ્રસ્ટના સ્ટાફને બોલાવવામાં આવે છે પરંતુ, તેઓ જ્યારે તે સ્થળે જાય છે ત્યારે સારવાર કરવા લાયક કોઈ વ્યક્તિ ત્યાં હોતી જ નથી. આવા કોલ્સ પાછળ દર મહિને પ્રજાના એક મિલિયન પાઉન્ડ કરતાં વધુ રકમનો વ્યય થાય છે. આવું દર મહિને ૧,૧૭૧ વખત બને છે અને NHSને તેમાં દર મહિને ૧૭૧,૦૦૦ પાઉન્ડનો ખર્ચ થાય છે. બીજા ૬,૨૦૭ કોલ એવા હોય છે કે જેમાં પેરામેડિક્સ તે સ્થળે જાય ત્યારે તેમની સારસંભાળ અને સારવાર લેવાની લોકો ના પાડી દે છે. આવા કિસ્સામાં NHSને ૯૦૦,૦૦૦ પાઉન્ડનો જંગી ખર્ચ થાય છે.
ગયા વર્ષે ઈંગ્લેન્ડની NHS હોસ્પિટલોમાં પથારી, સ્ટાફ અથવા સાધનોની અછતના કારણે લગભગ ૭૦,૦૦૦ જેટલા ઓપરેશન્સ રદ કરી દેવાયા હતા. લેબર પાર્ટીએ આ આંકડાને કૌભાંડ સમાન ગણાવ્યો હતો. ફ્રીડમ ઓફ ઈન્ફોર્મેશન આધારિત પ્રાપ્ત માહિતીમાં હોસ્પિટલોએ જણાવ્યું હતું કે ૨૦૧૭-૧૮માં ૨૧૪,૦૦૦ નોન-ક્લિનિકલ કેન્સલેશન્સ થયા હતા. ૧૭૦ ટ્રસ્ટ્સમાંથી ૧૩૮ ટ્રસ્ટે જ માહિતી આપી હોવાથી આંકડો વધુ હોવાની શક્યતા છે.
આધુનિક યુગની બીમારી એટલે ડ્રાય આઇ સિન્ડ્રોમ. કમ્પ્યુટર પર કામ કરતી વેળા સ્ક્રીનને એકીટશે જોયા કરો અને આંખના પલકારા મારવાનું ભૂલી જાવ તો આ બીમારી થઇ શકે છે. આ ઉપરાંત એર-કન્ડિશનનું સૂકું વાતાવરણ અને કોન્ટેક્ટ લેન્સનો સતત ઉપયોગ પણ આના માટે જવાબદાર છે.
તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા વિજ્ઞાનીઓના અભ્યાસ અનુસાર સ્નેહીજનની ચિરવિદાયથી વ્યક્તિનું હૃદય ભાંગી પડે છે અને તેનાથી તેની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો નોંધાય છે. સંશોધકોનું કહેવું છે કે બ્રિટનમાં દર વર્ષે હૃદય ભાંગી પડવાથી ૬૦૦૦ લોકો પ્રભાવિત થાય છે. તેમનું કહેવું છે કે તીવ્ર માનસિક તંગદિલી હૃદયના કોષોને પ્રભાવિત કરે છે ત્યારે કેટલીક વખત હંગામી ધોરણે - થોડાક સમય માટે હૃદય બંધ પણ થઈ જાય છે.
શિયાળાની ઠંડીના આગમન સાથે જ માર્કેટમાં તાજી તાજી લીલીછમ બ્રોકોલી નજરે પડવા લાગે છે. બ્રોકોલીનો સમાવેશ સુપર ફૂડમાં થાય છે કારણ કે તે શક્તિશાળી એન્ટિ-ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં ધરાવે છે. આ ઉપરાંત તેમાં અનેક પોષક તત્ત્વો રહેલાં છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. બ્રોકોલી એ કેબેજ કુળની વનસ્પતિ છે અને ઠંડા હવામાનમાં ઉગે છે. તેના આરોગ્યપ્રદ લાભોને જોતાં તેને નિયમિત ભોજનમાં સ્થાન આપવું હિતકારક છે. તેને સલાડમાં, પાસ્તામાં કે સૂપમાં ઉમેરીને ખાઈ શકાય છે. તેનું શાક પણ બનાવી શકાય છે. જોકે, તેને જેટલી ઓછી રાંધવામાં આવે તેટલા વધુ પોષકતત્ત્વો જળવાઈ રહે છે. તો આવો, જાણીએ તેના લાભ.
