સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    દસ વર્ષમાં બાળકો ૧૩૮ કિલો જેટલી સુગર ખાઈ જાય છે!

    સામાન્ય રીતે દસ વર્ષનું બાળક ૧૮ની ઉંમરે પહોંચે ત્યાં સુધીમાં ૧૩૮ કિલો સુગર ખાય છે. જોકે, નવા અભ્યાસ મુજબ હવે તો બાળક ૧૦ વર્ષનું થાય ત્યાં સુધીમાં આટલી સુગર તેણે ખાઈ લીધી હોય છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા જણાવાયું હતું કે ૧૦-૧૧ વર્ષના બાળકોમાં હાલ ભારે સ્થૂળતાનું પ્રમાણ સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયું હોવાથી ‘ધ ચેન્જ4 લાઈફ’ અભિયાન હાથ ધરાયું છે.

    વારંવાર ગર્ભપાતનું કારણ પુરુષના ખામીયુક્ત શુક્રાણુ?

    સંતાન મેળવવા ગર્ભધારણ કરવા ઈચ્છતી મહિલાઓના પાર્ટનરોના ડીએનએમાં ખામીયુક્ત જણાતા વિજ્ઞાનીઓએ આશંકા વ્યક્ત કરી હતી કે પુરુષોના શુક્રાણુમાં ખામી હોવાને લીધે મહિલાઓમાં વારંવાર ગર્ભપાત જોવા મળે છે. ઈમ્પિરિયલ કોલેજના સંશોધકોએ સતત ત્રણ અથવા વધુ વખત ગર્ભપાત વેઠનારી મહિલાઓના ૫૦ જેટલા પુરુષ પાર્ટનરોના શુક્રાણુની ગુણવત્તાની ચકાસણી કરી હતી.

    NHS બોડી પાર્ટ્સ સ્કેન્ડલનું વધું વરવું સ્વરુપઃ  HESના કોન્ટ્રાક્ટ્સ રદ

     NHS બોડી પાર્ટ્સ સ્કેન્ડલનું વધું વરવું સ્વરુપ બહાર આવ્યું છે. નોર્થ ટાયનેસાઈડમાં હેલ્થકેર એન્વિરોન્મેન્ટલ સર્વિસીસ (HES)ના મેડિકલ વેસ્ટના કચરાના નિકાલના સ્થળે સર્જિકલ ટ્રેનિંગમાં વપરાયેલાં માનવ મસ્તકો, ધડ અને હાથ-પગ જેવા અવયવોથી ભરેલાં ફ્રીઝ, કેન્સરની સારવારમાં વપરાતા ખતરનાક અને જોખમી ઔષધો તેમજ નકામી બનેલી નીડલ્સ સહિતનો ટનબંધ ક્લિનિકલ કચરો પ્રક્રિયા કરાયા વિના કોથળાઓમાં ભરાઈને પડ્યો છે, જેનો હજુ સુધી નિકાલ કરાયો નથી. ચેપ લગાવે તેવા ક્લિનિકલ વેસ્ટની ભારે દુર્ગંધ પ્રસરી રહી છે, જે માખીઓ અને જંતુઓને આકર્ષી રહી છે. HES વિરુદ્ધ ક્રિમિનલ તપાસ હાથ ધરવામાં આવી છે. NHS સ્કોટલેન્ડ તેમજ ઈંગ્લેન્ડના ૧૭ NHS ટ્રસ્ટ દ્વારા મેડિકલ કચરાનો નિકાલ કરવા હેલ્થકેર એન્વિરોન્મેન્ટલ સર્વિસીસને અપાયેલા કોન્ટ્રાક્ટસ રદ કરી નાખવામાં આવ્યા છે. હેલ્થ મિનિસ્ટર સ્ટીફન બાર્કલીએ જણાવ્યું હતું કે HESની સેવા બદલવા નવી વ્યવસ્થા કરવામાં આવી છે.

    ૧૦૦૦ કરોડ લોકોની ભૂખ સંતોષવા નવો ડાયેટ ચાર્ટ!

    દુનિયાના ૩૭ વૈજ્ઞાનિકોની આંતરરાષ્ટ્રીય ટીમે લોકોનું સ્વાસ્થ્ય સલામત રાખવાની સાથે સાથે પૃથ્વીને પણ સુરક્ષિત રાખે તેવો ભોજનનો એક ખાસ ચાર્ટ તૈયાર કર્યો છે. તમામ પૃથ્વીવાસીઓ તેમના ભોજનમાં માંસ અને ખાંડનું પ્રમાણ ૫૦ ટકા ઘટાડી દે તો દર વર્ષે સમય કરતાં વહેલા મૃત્યુ પામતા એક કરોડ લોકોની સંખ્યામાં ઘટાડો થઈ શકે.

    હોસ્પિટલમાં વધારાના ભોજનથી મૃત્યુનું પ્રમાણ ઘટ્યું

     વૃદ્ધ દર્દીઓને દરરોજ એક ટાઈમ વધારાનું ભોજન આપવાને લીધે હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થવાની શક્યતા લગભગ ૫૦ ટકા જેટલી ઘટી હોવાનું NHSની પાઈલોટ સ્કીમમાં જણાયું હતું.

    ડાયાબિટીસના જોખમની ડોગને વહેલી ખબર પડે

    ટાઈપ-૧ ડાયાબિટીસ ધરાવતા લોકોમાં બ્લડસુગરનું પ્રમાણ ખૂબ ઘટી જાય ત્યારે તેમને સાવચેત કરવા માટે ડોગ્સને તાલીમ આપી શકાય તેમ મોટાપાયે હાથ ધરાયેલા ટ્રાયલમાં જણાયું હતું. કેટલાંક કિસ્સામાં વડા પ્રધાન થેરેસા મે ઉપયોગમાં લે છે તેવાં આધુનિક ગ્લુકોઝ મોનીટરીંગ સાધન કરતાં પ્રાણીઓએ વહેલાં ચેતવણી આપી હતી.

    સેન્ડવીચ કેરર્સ એન્ક્ઝાઈટી અને ડિપ્રેશનનો વધુ ભોગ બને

    સેન્ડવીચ કેરર્સ એટલે કે પોતાના બાળકો તેમજ વડીલ સગાં સંબંધીઓની સંભાળ લેતાં લોકો સામાન્ય લોકો કરતાં વધુ પ્રમાણમાં એન્ક્ઝાઈટી અને ડિપ્રેશનનો ભોગ બને છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના સર્વેમાં જણાયું હતું કે ૨૨ ટકાની સામે ૨૭ ટકાને કોઈક પ્રકારની માનસિક આરોગ્યની સમસ્યા હતી. દર અઠવાડિયે પાંચ કલાક કરતાં ઓછા સમયની સંભાળ રાખતા લોકોની સરખામણીમાં આ પ્રમાણ વધીને અઠવાડિયામાં ૨૦ કલાક કે તેથી વધુ સમય સુધી સંભાળ રાખતી દર ત્રણમાંથી એક વ્યક્તિનું થયું હતું.

     મોટી વયે વ્યક્તિના મગજમાં અલ્ઝાઈમરના ચિહ્નો જોવા મળતાં હોય તો પણ તેઓ જો સક્રિય હોય તો તેમની યાદશક્તિ અને વિચાર કરવાની ક્ષમતા અકબંધ જળવાઈ રહેતી હોવાનું અભ્યાસમાં જણાયું હતું.

    શુદ્ધ આલ્કોહોલનું ઈન્જેક્શન પ્રોસ્ટેટ ગ્રંથિને સંકોચી શકે!

    પ્રોસ્ટેટ વૃદ્ધિની બીમારીથી પીડાતા લાખો પુરુષો માટે આશાનું કિરણ દેખાયું છે. નવી વૈજ્ઞાનિક શોધ અનુસાર શુદ્ધ આલ્કોહોલ અથવા ઈથેનોલનું ઈન્જેક્શન પ્રોસ્ટેટ ગ્રંથિમાં સીધું જ આપવામાં આવે તો તે ૩૩ ટકાથી વધુ સંકોચાઈ શકે છે અને રાત્રે પેશાબ કરવા ઉઠવું પડે તેની જરૂરિયાત પણ ઘટે છે. વેનેઝુએલાના સંશોધકોએ ૬૦ પ્રૌઢ પુરુષો પર આ સારવારનો પ્રયોગ કરી સફળ પરિણામ મેળવ્યું હતું. ડોક્ટરોએ આ સારવારને લાખો પુરુષો માટે રાહતના સમાચાર ગણાવી હતી.

    બેન્ડેજ ઘા ભરીને ચામડી સાથે ભળ...

    મોસ્કો અને ચેક રિપબ્લિકના વિજ્ઞાનીઓએ એવી એન્ટી-બેક્ટેરિયલ બેન્ડેજ બનાવી છે, જે શરીરનો ઘા ભરીને ચામડી સાથે જ ભળી જશે. એટલું જ નહીં, બેન્ડેજ લગાવ્યા બાદ વારંવાર ડ્રેસિંગ પણ નહીં કરાવવું પડે. મોસ્કોની નેશનલ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી તથા ચેક રિપબ્લિકની બ્રનો યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીએ મળીને આ બેન્ડેજ તૈયાર કરી છે.