સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    ડુક્કરના હૃદય સાથે જીવતા બેને

    જે દર્દીમાં જિનેટિકલી મોડિફાઈડ ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું તે દર્દીનું ટ્રાન્સપ્લાન્ટના બે મહિના પછી મૃત્યુ નીપજ્યું છે. મેડિકલ જગતમાં સીમાચિહ્નરૂપ મનાતી આ સર્જરી કરનાર હોસ્પિટલે આ માહિતી આપી છે. આ ટ્રાન્સપ્લાન્ટ સફળ થયા પછી એવી આશા વ્યક્ત કરાઇ હતી કે ક્રોસ-પ્રજાતિનું અંગદાન ઉપલબ્ધ બનતાં માનવ અવયવોના અભાવની સમસ્યા હલ થઈ શકે છે. જોકે, ઓપરેશન ટીમનું કહેવું છે કે તેઓ હજુ પણ ભવિષ્યમાં સફળતા મેળવવા માટે આશાવાદી છે.

    હેલ્થ ટિપ્સઃ આ લક્ષણો છે વિટામ...

    વિટામિન-ડી હાડકાના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલો સૌથી મહત્ત્વનું પરિબળ છે. તેની ઉણપથી સ્નાયુઓ પણ નબળા પડે છે. જો તમને શરીરમાં આ લક્ષણો જોવા મળી રહ્યા છે, તો તે તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપનો સંકેત હોઇ શકે છે.

    ટીનેજરના પેટમાંથી નીકળ્યો 78 સ

    શહેરની એલજી હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોની ટીમે અઢી કલાકની જટિલ સર્જરી કરીને 13 વર્ષની ટીનેજરની હોજરીથી નાના આંતરડા સુધી ફેલાયેલો ૭૮ સેન્ટિમીટર લાંબો વાળનો ગુચ્છો કાઢી તેને દર્દમુક્ત કરી છે. 

    માત્ર શાકાહાર હૃદયરોગોના જોખમને અટકાવી નહિ શકેઃ સંશોધકોની ચેતવણી

    સામાન્યપણે કહેવાય છે કે આહારમાં વિપુલ પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ લાંબા અને સ્વસ્થ જીવનની ચાવી છે પરંતુ, ઓક્સફર્ડના સંશોધકો કહે છે કે ફક્ત શાકાહારી વસ્તુઓ ખાવાથી હૃદયરોગોના જોખમથી બચવામાં કોઈ મદદ નહિ મળે.જોકે, અન્ય નિષ્ણાતો ભારપૂર્વક એમ પણ કહે છે કે બ્રિટિશરોએ શાકભાજી ખાવાનું છોડવું ન જોઈએ.

    કમ્પ્યૂટર વિઝન સિન્ડ્રોમ...

    કમ્પ્યૂટર વિઝન સિન્ડ્રોમમાં યંગસ્ટર્સને આંખોમાં ડ્રાયનેસની સમસ્યા આવે છે. આંખોમાં ડ્રાયનેસનું મુખ્ય કારણ કમ્પ્યૂટર અને મોબાઈલ સામે વધુ સમય પસાર કરવાનું હોય છે. આધુનિક યુગમાં અનિવાર્ય થઇ ગયેલા આ સાધનો સાથે કામ કરતી વખતે મોટા ભાગની વ્યક્તિ પાંપણને ઓછી ઝપકાવવી હોય છે. અને આંખ ઝપકે છે ત્યારે જ આંખના નેત્રપટલ પર લ્યુબ્રિકેશન થતું હોય છે એ આપણે સહુ જાણીએ છીએ. આંખોમાં જ્યારે ડ્રાયનેસની સમસ્યા આવે છે તો વ્યક્તિને વારંવાર એવું લાગે છે કે, આંખમાં કંઈક પડી ગયું છે. આંખમાં કાંકરી પડી હોવાની સમસ્યા હકીકતમાં તો ડ્રાયનેસને કારણે હોય છે. આ સમયે આંખોને મસળો નહીં, નહીંતર વધુ નુકસાન થઈ શકે છે. આના બદલે આંખોને તરત જ મિનરલ વોટરથી ધોવી જોઈએ.

    હવે ડિપ્રેશનનું કારણ-સારવાર ટ

    વિશ્વભરમાં વધી રહેલી મેન્ટલ હેલ્થ અને મૂડ ડિસઓર્ડરની સમસ્યાથી છુટકારો મળવાની શક્યતા હવે વધી ગઇ છે. અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીના વિજ્ઞાનીઓને એક અભ્યાસ દ્વારા માલૂમ પડ્યું કે મેન્ટલ હેલ્થ અને ડિપ્રેશનનું કારણ તથા સારવાર જાણવામાં બ્લડ ટેસ્ટ કારગત સાબિત થઇ શકે છે. 

    મેદસ્વી લોકોને વિવિધ પ્રકારન

    નવા અભ્યાસમાં જણાયું છે કે કોઇ વ્યક્તિ મેદસ્વી કે વધુ વજન ધરાવતી હોય તો તેને કેટલાય સામાન્ય કેન્સરોનું જોખમ વધી જાય છે. ડેન્માર્કની આરહસ યુનિવર્સિટી હોસ્પિટલના સંશોધકોને અભ્યાસમાં જણાયું છે કે વધુ વજન હોવાને કારણે તેમના માટે કેન્સરનું જોખમ - અન્યોની સરખામણીએ - 12 ટકા જેટલું વધી જાય છે.

    હેલ્થ ટિપ્સઃ આ શાકભાજીનું નિય

    અગાઉના સમયમાં મોટી ઉંમરે લોકોને નંબરના ચશ્મા આવતા હતા પરંતુ આજકાલ તો નાની ઉંમરના બાળકોમાં પણ ચશ્મામાં જોવા મળે છે. આના માટે લેપટોપ, ટેબ્લેટ, મોબાઇલ જેવા આધુનિક યુગના સાધનોનો વધુ પડતો ઉપયોગ તો જવાબદાર છે જ, સાથે સાથે દૃષ્ટિ નબળી પડવાનું એક કારણ આપણો ખોરાક પણ છે. આ સંજોગોમાં તમે ડાયેટમાં સુધારો કરીને, ભોજનમાં આ શાકભાજીનું નિયમિત સેવન કરીને તમે આંખોનું તેજનું જતન કરી શકો છો.

    દિલ દા મામલા હૈ... ભ્રમ ટાળો ને ક

    વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશન (ડબલ્યુએચઓ)ના મતે મૃત્યુના સૌથી મોટા કારણોમાંનું એક હૃદયરોગ છે, અને તેમાં પણ ભારતમાં હૃદયરોગના કારણે જે મૃત્યુ થાય છે તેમાંથી 85 ટકા હાર્ટ એટેક તથા સ્ટ્રોકને કારણે થાય છે. તાજેતરમાં મેડિકલ પ્રોફેસનલ્સ દ્વારા પ્રકાશિત રિસર્ચના તારણ અનુસાર, ભારતમાં 50 વર્ષથી નાની વયની લગભગ 75 ટકા વસતીને કાર્ડિયાક એરેસ્ટ અથવા હૃદય સંબંધિત સમસ્યા હોવાની આશંકા છે. અમેરિકન હાર્ટ એસોસિએશનના અનુસાર મહત્ત્વની વાત એ છે કે, હૃદય સંબંધિત રોગ અને સ્ટ્રોકના 80 ટકા કેસને અટકાવી શકાય છે. જેમાં તણાવ ઘટાડવો અને નિયમિત દિનચર્યા સૌથી મહત્ત્વની બાબત છે. દેશની સાથે દુનિયાભરમાં વધી રહેલા હૃદયરોગના કેસને કારણે ભ્રમ પણ વધી રહ્યો છે. તો આવો આ ભ્રમ અને વાસ્તવિક્તા અંગે જાણીએ.

    હેલ્થ ટિપ્સઃ હોર્મોટિક સ્ટ્ર

    જો આપને થાક, અનિંદ્રા, સાંધામાં દુખાવો, કોઈ કામમાં મન ન લાગવું અને બેચેની અનુભવાઈ રહી છે તો તમે હોર્મોટિક સ્ટ્રેસના શિકાર થઈ શકો છો. ગત બે વર્ષમાં આવેલી કોરોના મહામારી બાદ આ પ્રકારના લક્ષણ ઝડપથી વધી રહ્યા છે. ઓફિસમાં કામ કરનારમાં પણ આ પ્રકારની સ્થિતિ વધુ જોવા મળી રહી છે. હોર્મોટિક સ્ટ્રેસને દૂર કરવા માટે ઘણા લોકો તાત્કાલિક સારવારના રૂપમાં શાવર કે સોના બાથ લઈ રહ્યા છે, પરંતુ તે તમામ ઉપાય આપને લાંબા સમય સુધી તેનાથી છુટકારો નહીં આપી શકે