સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    તડકામાં વધુ રહેતી મહિલાઓમાં બ

    એક અભ્યાસના આધારે દાવો થયો છે કે તડકામાં સમય વધુ સમય સુધી રહેવાથી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઓછું થાય છે. આ સંશોધન ‘કેન્સર એપિડેમિયોલોજી, બાયોમાર્કર એન્ડ પ્રિવેન્શન જર્નલ’માં પ્રકાશિત થયું છે.

    ઓમિક્રોનને ફેલાવા દો, બધા લોકો...

    દુનિયાભરમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટે કહેર મચાવ્યો છે. કોરોનાનું આ સ્વરૂપ લોકોમાં ઝડપથી ફેલાઇ રહ્યું છે, જેના કારણે ચેપગ્રસ્તોનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. તેનાથી દર્દીના હોસ્પિટલાઇઝેશનનો અને મૃત્યુનો આંક પણ ઓછો છે. છતાં તબીબી સંશોધકોનો એક વર્ગ સમગ્ર દુનિયાને અપીલ કરી રહ્યો છે કે ઓમિક્રોનથી થતી અસરો અંગે જાણવા રાહ જોવી જોઇએ અને સંપૂર્ણ સાવધાની દાખવવી જોઇએ. બીજી તરફ, તબીબોના એક વર્ગનો દાવો છે કે ઓમિક્રોન ખૂબ જ ઓછો ઘાતક છે. તેથી સરકારોએ લોકડાઉન અને કરફ્યૂ લગાવીને તેને રોકવાના બદલે સંપૂર્ણ વસતીમાં ફેલાવા દેવો જોઇએ. 

    હેલ્થ ટિપ્સઃ બ્લડપ્રેશર હાઇ ર

    આજની તણાવપૂર્ણ જીવનશૈલી આપણા સહુના તન-મન પર એક યા બીજા રીતે વિપરિત અસર કરી રહી છે. બેઠાડુ જીવન, ઓબેસિટી, ભોજનમાં મીઠાનો વધુ પડતો ઉપયોગ, એક્સરસાઈઝનો અભાવ અને ડાયાબિટીસ આપણને બ્લડપ્રેશરની તકલીફ સુધી દોરી જાય છે. એક વાર લોહીની નસો પર દબાણ થવાનું શરૂ થઈ જાય પછી વ્યક્તિને આ બીમારીનો ભોગ બનતાં અટકાવી શકાતી નથી. કુટુંબમાં કોઈને પણ આ બીમારી હોય તેમણે તો ખાસ પોતાની લાઈફસ્ટાઈલ માટે સજાગ રહેવું જોઈએ.

    નિંદ્રાધીન થવાના નવ રસ્તા અજમ

    વાચક મિત્રો, તા. ૮-૧-૨૨ થી તા.૧૪-૧-૨૨ના ગુજરાત સમાચારના અંકમાં પાન નં ૨૦ ઉપર આપે વાંચ્યું હશે કે, અનિદ્રાથી પીડાતી સ્ત્રીઓ વધુ કેલરીવાળું ભોજન લેતી હોય છે. અને પાન નં. ૧૯ ઉપર રાતે ઉંઘની સમસ્યા હોય તો ચિત્તભ્રમનું જોખમ ૨૫ ટકા વધુ. હવે આ બિમારીમાંથી કઇ રીતે રાહત મળે એ જાણો.

    એક ગ્લાસ વાઈન તંદુરસ્તી માટે લાભકારી હોવાનો દાવો તદ્દન ખોટો

    અત્યાર સુધી કહેવાતું અને મનાતું રહ્યું છે કે દરરોજ એક ગ્લાસ વાઈન પીવો તે તંદુરસ્તી માટે લાભકારી છે. જોકે, હાર્ટ નિષ્ણાતોએ આ માન્યતા-દંતકથાને ખોટી ગણાવી છે. વર્લ્ડ હાર્ટ ફાઉન્ડેશને જણાવ્યું છે કે ૨૦૧૯માં ૨.૪ મિલિયનથી વધુ લોકો શરાબપાનના કારણે મોતનો શિકાર બન્યા હતા, જે કુલ વૈશ્વિક મોતના ૪.૩ ટકા જેટલા છે. એક બાબત સ્પષ્ટ છે કે આલ્કોહોલ સેવનનું કોઈ પણ પ્રમાણ આરોગ્યમય જીવનનથી દૂર લઈ જાય છે.

    સંતાનોને ધમકાવવાના બદલે પ્રે

    સાતેક વર્ષના એક બાળકે પોતાના ૭૬ વર્ષના દાદાને આદેશ આપ્યો કે તેઓ ફોટો પાડવાનું બંધ કરે અને મોબાઇલને બાજુમાં મુકી દે. મોટા ભાગના લોકો સહજપણે વિચારશે કે તેમણે તો ક્યારેય પોતાના દાદા સાથે આ રીતે આદેશાત્મક સૂરે વાત કરવાની હિંમત કરી નથી.

    માર્ચ સુધીમાં ઓમિક્રોન વેરિય

    કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને એક તરફ સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું ફેલાવ્યું છે ત્યારે બીજી તરફ ફાર્મા સેક્ટર તરફથી રાહતજનક સમાચાર આવ્યા છે. કોરોના વેક્સિનનું ઉત્પાદન કરતી કંપની ફાઇઝરનો દાવો છે કે તે માર્ચ સુધીમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો સામનો કરી શકે તેવી વેક્સિન તૈયાર કરી લેશે.

    હુક્કાનું સેવનઃ  હાર્ટએટેકનુ

    સ્મોકિંગ અંગે તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, હુક્કો પીવો જીવલેણ સાબિત થાય છે. તાજેતરના સંશોધનમાં જણાવાયું છે કે, હુક્કા દ્વારા ધુમ્રપાન કરવાથી હાર્ટએટેક આવવાની શક્યતાઓ વધી જાય છે. સંશોધકોએ જણાવ્યું કે, હુક્કા દ્વારા ધૂમ્રપાન કરવાથી શરીરમાં ગમેત્યારે લોહી ગંઠાઈ જાય છે અને હાર્ટએટેક આવી શકે છે.

    હેલ્થ ટિપ્સઃ પ્લાન્ટિંગનો શો

    જીવનમાં કોઈને કોઈ વસ્તુનો શોખ વિકસાવવો જરૂરી છે. આ વણલખ્યો નિયમ સહુ કોઇને લાગુ પડે છે, અને તેમાંય ખાસ કરીને વડીલોને. તેનાથી જીવન વ્યસ્ત રહે છે અને આપણને એ કામ કરવાની મજા પણ આવે છે. પ્લાન્ટિંગ નાના-મોટા સૌને ગમતો શોખ છે. તેનાથી ઘર સુંદર લાગે છે અને ઘરમાં પોઝિટિવ વાઈબ્સ આવે છે. આથી જ જિંદગીભરની દોડધામ બાદ ઘડપણમાં શોખ વિકસાવવા માટે પ્લાન્ટિંગ સારો વિકલ્પ છે. નવરાશના સમયમાં ઘરમાં નાના-નાના ફૂલ-છોડ રોપીને ઘરમાં એક નાનું ગાર્ડન બનાવી શકો છો. તેનાથી તમારા સમયનો સદુપયોગ થાય છે, વાતાવરણ ખુશનુમા લાગે છે અને હકારાત્મક માહોલ સર્જાય છે. ઘરમાં ફૂલ-છોડ રોપવાના શારીરિક અને માનસિક રીતે અનેક ફાયદા છે.

    બેબી બોટોક્સ ટ્રીટમેન્ટ કરાવ

    ચહેરા પર વધતી ઉંમરના સંકેત દેખાય નહીં તેના માટે આજકાલ બોટોક્સ ટ્રીટમેન્ટનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. યુવતીઓ એકદમ યુવાન દેખાવાના મામલે એટલું માનસિક દબાણ અનુભવે છે કે તે હવે ૨૦થી ૨૫ વર્ષની ઉંમરમાં જ બેબી બોટોક્સ ટ્રીટમેન્ટ કરાવવા લાગી છે. ખાસ તો અમેરિકા અને બ્રિટનમાં આ બ્યૂટી ટ્રીટમેન્ટની માગ વધી રહી છે અને ભારતમાં આ ટ્રેન્ડ વેગ પકડી રહ્યો છે. અહીં બ્યૂટી એક્સપર્ટ્સ બેબી બોટોક્સ ટ્રીટમેન્ટ, તેની પ્રોસેસ, ફાયદા અને નુકસાન અંગે જણાવી રહ્યા છે.