સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    કોરોના વેક્સિનેશનને કારણે ૨૦

    વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના એક અહેવાલ અનુસાર આવતા વર્ષ સુધીમાં વિશ્વમાં ૨૦૦ કરોડ સિરિંજની ઘટ પડી શકે છે. વિશ્વભરમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને કારણે મોટા પાયે સિરિંજનો ઉપયોગ થઈ રહ્યો હોવાથી ઘટ પડવાની આશંકા છે.

    હાઇપરટેન્શનનો શિકાર બનેલાં  ૬

    આજની ભાગદોડભરી જીવનશૈલીના કારણે વિશ્વમાં છેલ્લા ત્રણ દસકામાં બ્લડપ્રેશરના દર્દીઓની સંખ્યા બમણી થઇ છે. ખરાબ લાઇફસ્ટાઇલથી ઘણી બીમારીઓ જન્મ લે છે પરંતુ સૌથી વિપરીત અસર હૃદય પર થાય છે. હાઇબ્લડપ્રેશર કે હાઇપરટેન્શનના કારણે હૃદય, બ્રેઇન, કિડની સંબંધિત રોગો અને અન્ય ગંભીર બીમારીઓ વળગે છે, પણ દુર્ભાગ્યની બાબત એ છે કે વિશ્વમાં હાઇપર ટેન્શનથી પીડિત ૪૦ ટકાથી વધારે લોકો તેમની આ બીમારીથી અજાણ હોય છે અને ભારતમાં તો આ પ્રમાણ ૬૦-૭૦ ટકા જેવું ઊંચું છે.

    ઘડપણમાં બાળપણને જીવો અને રહો ખ...

    વધતી વય માટે અંગ્રેજીમાં એક જાણીતી ઉક્તિ છે, ‘એજ ઇઝ જસ્ટ અ નંબર’. વધતી વયની ચિંતા કરીને તન અને મનને નબળા પાડી રહેલા વડીલોએ આ ઉક્તિનો મર્મ સમજવાની જરૂર છે. ઉંમર ભલેને ગમેતેટલી વધે, પણ આપણી અંદર રહેલું મન તો એક બાળક જેવું જ હોય છે. તમારામાંના બાળપણને ચેતનવંતુ રાખશો તો વધતી વયનો માનસિક બોજ ટાળી શકશો. તમે તમારી આસપાસ નજર કરશો તો જણાશે કે જે વ્યક્તિ વધતી વય કે તેની સાથે સંકળાયેલા પ્રશ્નોને હળવાશથી લઇ શકે છે તે સરળ-હળવાશભર્યું જીવન જીવી શકે છે.

    હૃદયરોગનું કારણ  બની શકે છે ભા

    સામાન્ય રીતે ચોખા અને તેમાંથી બનતી વાનગીઓને સ્વાસ્થ્ય માટે સારી અને હળવી માનવામાં આવે છે. બીમાર, વૃદ્ધ અને બાળકોને આ વાનગીઓનું સેવન વધુ કરવા જણાવાય છે જેથી પાચનમાં રાહત રહે.

    આપણા પરિવારમાં કોઇ અંતર્મુખી,...

    ‘મારા પતિ મારા કરતાં વધુ સામાજિક છે. તેમને લોકોને મળવું, હળવું-ભળવું, વાતો કરવી ગમે છે. કોરોના મહામારી પૂર્વે અમારે આ મુદ્દે ઘણી વાર બોલવાનું થતું પણ લોકડાઉને તે સમસ્યા દૂર કરી દીધી હતી, કેમ કે કોઇ ક્યાંય જઇ શકતું નહોતું. હવે સ્થિતિ સામાન્ય થઇ રહી છે તેમ અમારી વચ્ચે ફરી ચકમક ઝરવા લાગી છે.’ લેખિકા સુઝેન કેન કહે છે કે આ કોઇ એક પરિવારની સમસ્યા નથી. તેમની વાત ખોટી પણ નથી.

    નવજાત શિશુમાં તીવ્ર તાવનું કા

    નાના બાળકોમાં તીવ્ર તાવ આવવો કોઇ બીમારી નથી, પરંતુ તેને થનારી કોઇ બીજી બીમારીની નિશાની છે. બાળકોમાં ટેમ્પરેચર કંટ્રોલ કરવાની ક્ષમતા સંપૂર્ણપણે વિકસિત થયેલી હોતી નથી અને કારણે જ તેમનું શરીર ખૂબ ઝડપથી ઠંડુ કે ગરમ થઇ જાય છે. આથી જ ઋતુ બદલાય ત્યારે નાના બાળકોનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. નાના બાળકોમાં બીમારી સામે લડવાની ક્ષમતા સંપૂર્ણપણે વિકસિત થતાં સમય લાગે છે અને આ દરમિયાન તેમને ઇન્ફેક્શન થવાની સંભાવના પણ રહે છે.

    વિશ્વની અડધી વસતીને ડેન્ગ્યૂ

    કોરોનાથી બેહાલ દુનિયાને ડેન્ગ્યૂ પણ પરેશાન કરી રહ્યો છે. મચ્છરોના કરડવાથી થતી આ બીમારી ભારતમાં ચાલુ વર્ષે ૩૨ રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાઈ ચૂકી છે. 

    પીસીઓડીઃ અયોગ્ય જીવનશૈલીથી ય

    પીસીઓડી હવે નાની વયની યુવતીઓને પણ થવા લાગ્યું છે અને તેની અસર તેમના શરીરની સાથે મન-મગજ પર પણ પડે છે. પીસીઓડી એટલે કે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમનું મુખ્ય કારણ ખોટી લાઈફસ્ટાઈલથી સર્જાતું હોર્મોનલ અસંતુલન છે. આ સ્થિતિમાં યુવતીઓનું વજન ઝડપથી વધે છે અને તેની અસર તેમના આત્મવિશ્વાસ પર પણ પડે છે.

    મસ્કનો દાવોઃ આવતા વર્ષથી માણસ

    બ્રેઇન ઈન્ટરફેસ ટેક્નોલોજી કંપની ન્યૂરાલિન્કના સીઈઓ એલન મસ્કે દાવો કર્યો છે કે તેમની કંપની આવતા વર્ષથી માનવજાતમાં બ્રેઇન ચિપનું પરીક્ષણ શરૂ કરશે. તાજેતરમાં યોજાયેલી વોલ સ્ટ્રીટ જર્નલની ‘સીઈઓ કાઉન્સિલ સમિટ’માં તેમણે આ જાહેરાત કરી હતી.

    મોબાઇલ  વધારે  સ્થૂળતાનો  ખતરો...

    સ્થૂળતા અને જાડાપણું આવવાના અનેક કારણો મેડિકલ સાયન્સમાં જોવા મળે છે. જોકે તાજેતરમાં અમેરિકામાં થયેલા સંશોધને અલગ જ દિશામાં તારણો આપ્યા છે.