શરીર આપણી વિચારસરણી, અનુભવ અને કામ કરવાની પદ્ધતિ સહિત તમામ બાબતે પ્રતિક્રિયા આપે છે જેને નિષ્ણાતો માઈન્ડ-બોડી કનેક્શન તરીકે ઓળખાવે છે. તમે જ્યારે માનસિક તણાવગ્રસ્ત, ચિંતિત કે પરેશાન હોવ છો, તો શરીર પણ એ જ પ્રકારની પ્રતિક્રિયા આપે છે. ઉદાહરણ તરીકે કોઈ વિશેષ તણાવપૂર્ણ ઘટના, જેમ કે કોઈ સ્વજનનો અકસ્માત, મૃત્યુ કે કોઈ અપ્રિય સમાચાર તમારું બ્લડ પ્રેશર વધારી શકે છે. તમને અલ્સર થઈ શકે છે. બીજી તરફ તમે જ્યારે કોઈની મદદ કરો છો તો તમને ખુશી પ્રાપ્ત થાય છે. એંગ્ઝાયટી અને ડિપ્રેશન ઘટે છે. શરીરના ક્રોનિક પેઈનને મેનેજ કરવું સરળ બની જાય છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
પપૈયામાં વિટામિન સી અધિક હોય છે. ઉપરાંત તેમાં ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, સાકર અને પ્રોટીન પણ હોય છે. તો એમાં પેન્ટોથેનિક એસિડ, વિટામિન એ, મેગ્નેશિયમ અને કોપર પ્રચુર માત્રામાં હોય છે. પપૈયામાં અલ્ફા અને બીટા કેરોટીન, લ્યૂટિન, જેકસૈથિન, પોટેશિયમ, લાઇકોપીન, કેલ્શિયમ અને વિવિધ શક્તિશાળી એન્ટી-ઓક્સિડન્ટ સમાયેલા હોય છે. પપૈયું સ્વાસ્થય માટે જ નહીં પરંતુ ત્વચા માટે પણ ફાયદાકારક છે.
યુરોપિયન દેશોમાં સ્થૂળતા (ઓબેસિટી) એક વ્યાપક બીમારી બની ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)ના એક રિપોર્ટમાં આ ઘટસ્ફોટ થયો છે. આ રિપોર્ટમાં રજૂ કરેલા સંશોધન પ્રમાણે, યુરોપમાં વધુ વજન અને સ્થૂળતાનો દર ઘાતક સ્તરે પહોંચી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)એ 12 વર્ષ પહેલાં નક્કી કર્યું હતું કે 2025 સુધીમાં સ્થૂળતાનો દર વધતો રોકી લેવાશે. જોકે કોઈ પણ યુરોપિયન દેશના આંકડા આ લક્ષ્ય હાંસલ કરી શકે એવી શક્યતા જણાતી નથી.
મિત્રતા અને એકલવાયાપણાનો તંદુરસ્તી સાથે સીધો સંબંધ છે. ખુશહાલી અને સારા આરોગ્યમાં મિત્રતાની મહત્ત્વની ભૂમિકા હોઈ શકે છે. બીજી તરફ એકલવાયાપણું અને સામાજિક વિચ્છેદથી ડિપ્રેશન, હૃદયની બીમારી અને બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધે છે.
થોડાક સમય પૂર્વેની જ વાત છે. ૬૭ વર્ષના જગપ્રસિદ્ધ હોલિવૂડ એક્ટર બ્રૂસ વિલીસે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કરવાની જાહેરાત કરીને દુનિયાભરના ફિલ્મચાહકોને ચોંકાવી દીધા હતા. આ પછી તેમના પરિવારે જાહેર કર્યું કે તેઓ અફેજિયા નામની બીમારી પીડાઇ રહ્યા છે.
ભોજન વિના વ્યક્તિના જીવનની કલ્પના થઈ શકતી નથી, પણ આ દુનિયામાં કેટલાક એવા લોકો છે જેમના માટે ભોજન જ એક બીમારી બને છે. આ બીમાપીને ઇટિંગ ડિસઓર્ડર કહેવામાં આવે છે. આવા છ પ્રકારના ઇટિંગ ડિસઓર્ડરની જાણકારી મળી છે અને એ શારીરિક નહીં પણ માનસિક બીમારી છે.
આજકાલની ભાગદોડભરી જીવનશૈલીની સૌથી મોટી આડપેદાશ છે મેન્ટલ સ્ટ્રેસ (માનસિક તણાવ). જોબ હોય કે બિઝનેસ, સ્ટ્રેસ કોઇને જંપવા દેતો નથી. આ તણાવનો સામનો કરવા આમ આદમીથી માંડીને મોટા મોટા બિઝનેસમેન ધ્યાન (મેડિટેશન) કરે છે.
લંડનની ઈમ્પિરિયલ કોલેજ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના 2019ના આંકડા પર આધારિત એક રિપોર્ટ અનુસાર છેલ્લા 30 વર્ષોમાં હાઇપરટેન્શન (એટલે કે હાઈ બ્લડપ્રેશર)ના કેસમાં 97 ટકાનો વધારો થયો છે. મતલબ કે હાઇપરટેન્શનના કેસ લગભગ બમણા થઇ ગયા છે. દુનિયાભરમાં હાઈબ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત 30થી 79 વર્ષના લોકોની સંખ્યા 65 કરોડથી વધીને 128 કરોડ થઈ ગઈ છે. ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના રિપોર્ટ મુજબ દેશમાં દરેક ચોથો યુવા હાઈપરટેન્શનનો શિકાર છે. આશ્ચર્યની વાત એ છે કે તેમાંથી 50 ટકા લોકોને તો ખબર જ નથી હોતી કે તે હાઇ બીપીના શિકાર છે.
વીતેલા સપ્તાહે આપ સહુએ આપના પ્રિય ‘ગુજરાત સમાચાર’માં જાણીતી અભિનેત્રી - ફિટનેસ ફ્રિક શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયામાંથી થોડોક સમય બ્રેક લીધો હોવાના સમાચાર વાંચ્યા હશે. શિલ્પાએ આનું કારણ આપતાં કહ્યું છે કે તે એકધારાપણાથી કંટાળી ગઇ છે. બોરડમના કારણે તે સોશિયલ મીડિયામાંથી બ્રેક લઇ રહી છે.
કોરોનાને કારણે છેલ્લા બે વર્ષમાં ભારત જ નહીં દુનિયાભરના નાગરિકોના ખાણી-પીણીના ટ્રેન્ડમાં બદલાવ આવ્યો છે. લોકોને સ્વસ્થ્ય રહેવા તથા લાંબા આયુષ્ય માટે શાકાહારથી વધુ સારો કોઇ વિકલ્પ જણાયો નથી.
