અમદાવાદ શહેરની અગ્રણી અપોલો હોસ્પિટલ્સના ડોક્ટર્સની ટીમે ભારતમાં અત્યાર સુધીની સૌથી મોટી ૪૭ કિલોની નોન-ઓવેરિયન ગાંઠ સફળતાપૂર્વક સર્જરીથી દૂર કરીને ૫૬ વર્ષીય મહિલાને નવજીવન આપ્યું છે. દેવગઢ બારિયાનાં રહેવાસી અને સરકારી કર્મચારી એવા આ મહિલાને ૧૮ વર્ષથી ગાંઠ હતી, પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી તેઓ પથારીવશ હતાં.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
ડિસ્કો કિંગ તરીકે જાણીતા ગાયક-સંગીતકાર બપ્પી લાહિરીનું વીતેલા પખવાડિયે અંતિમ શ્વાસ લીધા. એક મહિનાથી મુંબઇની હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બપ્પીદા ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિઆ (ઓએસએ) અને રિકરન્ટ ચેસ્ટ ઇન્ફેક્શનથી પીડાતા હતા. ઊંઘમાં જ શ્વાસ અટકાવી દેતી બીમારી ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિઆ શું છે તે આવો આપણે જાણીએ...
અમેરિકાના સિએટલના રહેવાસી જ્હોન જિલોટને માર્ચ-૨૦૨૦માં કોરોના થયો હતો. તબિયત એ હદે બગડી કે ઘણા દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા. હવે તેમને લોંગ કોવિડની તકલીફ થઇ રહી છે. માત્ર જ્હોન લોંગ કોવિડથી પીડિત નથી. આસપાસ નજર ફેરવશો તો અહીં બ્રિટનમાં પણ આવા કેસ જોવા મળશે. કોરોના મટી ગયા પછી પણ લાંબા સમય સુધી તેની અસર શરીરના અન્ય ભાગોમાં અનુભવાય છે, જેને લોંગ કોવિડ કહે છે. લોંગ કોવિડની અસર જાણવા સંશોધકોએ સ્વસ્થ થઇ ચૂકેલા ૨૦૦ લોકોને ત્રણ મહિના સુધી મેડિકલ સુપરવિઝન હેઠળ રાખ્યા હતા. હવે નિષ્ણાતોએ તમામ પાસાંનો અભ્યાસ કરીને લોંગ કોવિડ માટે જવાબદાર ૪ પરિબળોની ઓળખ કરીને અલગ તારવ્યા છે, જે કોરોના સંક્રમિત વ્યક્તિમાં થોડાં અઠવાડિયાં બાદ સ્થાયી લક્ષણ હોવાનું વધતું જોખમ દર્શાવે છે.
છેલ્લા બે વર્ષમાં બ્રિટનમાં કોરોના કાળથી લાગેલા લોકડાઉનના કારણે સ્કૂલના બાળકો પર ઊંડી અસર જોવા મળી છે. બ્રિટનમાં સ્કૂલો પૂર્વવત્ થઇ ગઇ છે, પરંતુ સવા લાખથી વધુ વિદ્યાર્થીઓ સ્કૂલમાં જવાનું ટાળી રહ્યાં છે અને જે બાળકો સ્કૂલે જાય છે તેમની હાજરીમાં અનિયમિતતાનું પ્રમાણ ઊંચુ જોવા મળે છે. આ બાળકોને ‘ઘોસ્ટ ચાઇલ્ડ’ કહેવામાં આવે છે. અર્થાત્, આવા બાળકો ક્યારેક અથવા કોઇ પણ દિવસ સ્કૂલમાં હાજર નથી રહેતા.
આગલા દિવસે સરખું સૂઇ ન શક્યા હો તો બીજો આખો દિવસ બગડે છે, આખો દિવસ તેને કારણે કામમાં મન નથી લાગતું. ઊંઘ આવ્યા કરે છે, તન-મનમાં સુસ્તી વર્તાય છે એટલું જ નહીં ઘણાંને તેના કારણે માથાનો દુઃખાવો, એસિડિટીની સમસ્યા, ચીડિયાપણું વગેરે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.
શિયાળામાં ઘણા લોકો પોતાના આહારમાં સૂકોમેવાને ખાસ સામેલ કરતા હોય છે. અને આમાં બહુમતી લોકોની પહેલી પસંદ હોય છે, બદામ. આ સૂકામેવો કંઇ કેટલાય પ્રકારે શરીર માટે પોષક દ્રવ્યોનો ખજાનો છે. એન્ટિ-ઓક્સિડન્ટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટ્રી ગુણોને કારણે બદામ ત્વચા અને વાળ માટે ખૂબ જ સારી છે. જોકે બદામને સૂકી જ ચાવી જવાના બદલે તેને આખી રાત પાણીમાં પલાળીને સવારે છાલ ઉતારીને ખાવાથી વધુ ફાયદો થાય છે.
જાપાનની હ્યોગો યુનિવર્સિટીમાં તાજેતરમાં થયેલા એક સંશોધનમાં એ તારણ નીકળ્યું છે કે, ઓફિસમાં ટેબલ ઉપર રાખવામાં આવેલો નાનકડો છોડ પણ વર્ક સ્ટ્રેસ ઘટાડે છે.
ઈંગ્લેન્ડમાં 11 વર્ષ જેટલી હજારો નાની બાળાઓ પોતાના પેટન્ટ્સ અને ટીચર્ચથી માનસિક દુર્દશાના લક્ષણો છુપાવતી હોવાનું સ્ટીઅર એજ્યુકેશનના સંશોધન રિપોર્ટમાં જણાવાયું છે. આ ચિંતાજનક રિપોર્ટમાં છોકરીઓ અને છોકરાઓના માનસિક આરોગ્ય વચ્ચેની ખાઈ વધી રહી હોવાનું પણ સ્પષ્ટ કરાયું છે.
આપણી ગુજરાતીમાં બહુ જાણીતી કહેવત છે પહેલું સુખ તે જાતે નર્યાં. મતલબ કે જીવનનું સૌથી મોટું સુખ છે નિરામય સ્વાસ્થ્ય, તંદુરસ્તી. વ્યક્તિ ગમેતેટલી ધનવાન હોય, પરંતુ જો શરીર જ સાથ ન આપે તો? કોઇને કોઇ બીમારીઓ આવતી રહે તો ગમેતેવો માણસ જંદગીથી તોબા પોકારી જાય. આ કારણે જ ઉંમર વધવાની સાથે જીવનમાં કેટલુંક પરિવર્તન લાવવું જરૂરી છે.
ન્યૂક્લિયર ફેમિલીના બાળકોને દાદા-દાદીનો પ્રેમ ફક્ત ઉનાળાની રજાઓમાં જ મળે છે. પરંતુ તાજતરમાં થયેલા એક અભ્યાસના તારણ દર્શાવે છે કે જે બાળકો બાળપણથી દાદા-દાદી કે નાના-નાની સાથે રહે છે, વડીલોનો પ્રેમ સતત મેળવે છે તેમનું જીવન વધુ બહેતર હોય છે કેમ કે વડીલોનો સંગાથ તેમની મેન્ટલ હેલ્થ પર સારી અસર કરે છે.
