મહિલાઓમાં થતાં ગર્ભાશયના કેન્સરના ઝડપી નિદાન માટે વધુ એક શોધ થઇ છે. એક સરળ ટેસ્ટ પણ ગર્ભ કેન્સરનું નિદાન કરવા સક્ષમ છે. હા, સાદો યુરિન ટેસ્ટ પણ વજાઇનલ સ્વેબને ડિટેક્ટ કરીને ગર્ભ કેન્સરનું નિદાન કરી શકે છે. આ પદ્ધતિમાં માઈકોસ્ક્રોપની મદદથી નિદાન થઇ શકે છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
હવે એ દિવસો દૂર નથી જ્યારે વિદેશી પ્રવાસીએ એરપોર્ટ પર કોરોના ટેસ્ટ માટેની PCR ટેસ્ટની લાઈનમાં ઊભા રહેવું પડશે નહીં. એરપોર્ટમાં પ્રવેશતી વેળા જ પ્રશિક્ષિત કૂતરાં પ્રવાસીને સૂંઘીને તેમને કોરોના છે કે નહીં તે તપાસ કરી લેશે. પ્રવાસીને કોરોનાના લક્ષણ જણાતા હોય કે ન જણાતા હોય કૂતરાં તેનો ચેપ ચોકસાઈથી પકડી પાડશે.
જો વડીલોને છાતીની ડાબી બાજુ દુખાવો રહેતો હોય તો તે હાર્ટ એટેકનો દુખાવો હોઇ શકે છે, પણ જો તેમને છાતીમાં જમણી બાજુ દુખાવો રહેતો હોય તો તેનાં કારણો જવાબદાર હોઇ શકે છે. જરૂરી નથી કે જમણી બાજુ થતો દુખાવો હૃદય સંબંધિત હોય કે પછી હાર્ટ એટેકનું લક્ષણ હોય. છાતીની જમણી બાજુ દુખાવો થવાનું કારણ વાગવું અથવા પેટ સંબંધિત સમસ્યા વગેરે પણ હોઇ શકે છે. છાતીની જમણી બાજુ દુખાવો થવાનાં કારણો અને તેના ઉપચારો વહેલી તકે જાણવા જરૂરી છે.
આફ્રિકાના ઘાનાના એક દર્દીની હિપ રિપ્લેસમેન્ટની સર્જરી 6 વખત નિષ્ફળ રહી હતી. જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં વિશ્વ વિખ્યાત ડો. વિક્રમ શાહે શહેરની ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલમાં આ રિવિઝન હિપ રિપ્લેસમેન્ટ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી છે. આ દુર્લભ સર્જરી ડો. વિક્રમ શાહના નેતૃત્વમાં ડો. જે. એ. પચોરે (ડાયરેક્ટર-હિપ સર્જરી), ડો. અમીશ ક્ષત્રિય (સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન) અને ડો. પ્રણય ગુર્જર (જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન)એ પાર પાડી હતી.
રોગો પર નિયંત્રણ મેળવવા માટે લાફિંગ કલબ તો ચાલતી જ હોય છે, પરંતુ નૃત્ય પણ કુદરતી સારવાર પૂરી પાડે છે. પીડા અને ચિંતાની સારવાર માટે નૃત્ય થેરપીનો ઉપયોગ થઈ શકે. નૃત્ય એવી અસરકાર સારવાર પદ્ધતિ છે કે અલ્ઝાઈમરના દર્દીને પણ જીવવાની તાકાત આપી જાય છે.
બોલિવૂડના જાણીતા સિંગર કેકેના આકસ્મિક નિધને માત્ર ફિલ્મચાહકોને જ નહીં, પરંતુ સહુ કોઇને હચમચાવી નાંખ્યા છે. હવે તેમના મૃત્યુના કારણ અંગે વાદવિવાદ શરૂ થયો છે. તપાસમાં સાચું કારણ બહાર આવશે, પરંતુ 53 વર્ષની નાની વયે મૃત્યુ સામાન્ય વાત નથી. કેકેનું નિધન સહુ કોઇને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સભાન થવા સૂચવે છે.
ક્લાઈમેટ ચેન્જની અસરો ઉપર વર્ષોથી અભ્યાસ કરી રહેલા વિજ્ઞાનીઓ કહે છે કે કલાઈમેટ ચેન્જ દુનિયાના એક એક માણસની રાતની ઊંઘ ભરખી રહ્યું છે. નિષ્ણાતોએ 68 દેશોના સ્વયંસેવકોને કાંડે પહેરવાના રિસ્ટ બેન્ડ આપ્યા હતા, જેના થકી વ્યક્તિનો ઊંઘનો સમયગાળો ઓટોમેટિક રેકોર્ડ કરાયો હતો. આવા 70 લાખ રેકોર્ડનો અભ્યાસ કર્યા પછી નિષ્ણાતોએ રિપોર્ટ આપ્યો છે કે કલાઈમેટ ચેન્જના કારણે રાત્રે તમને ઊંઘ આવવાનો સમય મોડો થતો જાય છે.
સુકામેવાની વાત આવે ત્યારે મોટા ભાગે લોકો બદામ, કાળી દ્રાક્ષ અને અખરોટને જ મહત્વ આપતા હોય છે. આ સુકોમેવો સ્વાસ્થ્ય માટે લાભદાયક છે તેમાં બેમત નથી, પરંતુ આ યાદીમાં અંજીરને પણ સામેલ કરવાની જરૂર છે. અંજીરને પોષક તત્વોનો ખજાનો કહેવામાં આવે છે. તેનું નિયમિત સેવન ફાયદાકારક છે.
યોગના તમામ આસનોમાં સૂ્ર્ય નમસ્કારને સૌથી શ્રેષ્ઠ આસન ગણાય છે. સૂર્ય નમસ્કાર મનને શાંત કરે છે અને એકાગ્રતા વધારવામાં સહાય કરે છે. જો બાળકો નિયમિત રીતે સૂર્ય નમસ્કાર કરે તો એમની એકાગ્રતામાં વધારો થાય છે. દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી ચેતાતંત્ર સુધરે છે અને શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત થતા સ્વાસ્થ્યને ફાયદો થાય છે
વ્યક્તિની ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમ તેમ વડીલોની એક્ટિવિટી ઓછી થતી જાય છે. એટલું જ નહીં, પણ રોજેરોજ કસરત કરવી એ પણ એક ટાસ્ક જેવું લાગે છે. આ સંજોગોમાં જો હલનચલન ઘટી જવાનું જોખમ વધી જતું હોય છે. અને આવા સંજોગોમાં વડીલો અનેક બીમારીઓનો ભોગ બની શકે છે. આ કારણોસર જ તબીબી નિષ્ણાંતો સૂચવે છે કે વડીલોએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે શરીરને વધારે કષ્ટ આપે તેવી ભારેખમ કસરતો કરવાના બદલે રોજિંદા જીવનમાં સરળ રૂટીન વોક અપનાવશે તો પણ તે ખૂબ લાભકારક સાબિત થશે.
