સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    સંગાથે-સંગાથે કામ કરો અને યાદ-

    આજે જ્યારે ડીમેન્શીયાના રોગના શિકાર વધુ ને વધુ લોકો બનતા જાય છે ત્યારે મગજને કઇ રીતે સતેજ રાખવું એ જાણવું ખુબ જરુરી છે. જીવનમાં યાદ શક્તિનું મહત્વ તો આપ સૌ જાણો છો

    કોરોનાનો વાઇરસ નબળો પડ્યો છે,

     ભારતીય મૂળના બ્રિટિશ નિષ્ણાત પ્રોફેસર રવીન્દ્ર ગુપ્તાએ ચેતવણી ઉચ્ચારી છે કે આગામી કોરોનાનો વેરિયન્ટ ખૂબ જ ઘાતક બની રહેશે. કેમ્બ્રિજ ઇન્સ્ટિટયૂટ ફોર થેરેપ્યુટિકલ ઇમ્યૂનોલોજી ડિસીઝના ક્લિનિકલ માઇક્રોબોયોલોજિસ્ટના અધ્યાપક પ્રોફેસર ગુપ્તાનું કહેવું છે કે ઓમિક્રોન ઓછી ગંભીર બીમારી ફેલાવે છે તે સમાચાર સારા લાગી રહ્યા છે, પરંતુ હકીકત એ છે કે આ વાઇરસનું સ્વરૂપ ખામીયુક્ત છે. વાઇરસ કુદરતી રીતે જ પોતાની આ ભૂલ સુધારી લેશે ત્યારે કોવિડનો જે નવો વેરિયન્ટ આવશે તે ખોફનાક બની રહેશે. ઓમિક્રોનના અભ્યાસ પછી ભારતીય મૂળના આ નિષ્ણાતે જણાવ્યું હતું કે ઓમિક્રોન હકીકતે જે કોષિકાઓને સંક્રમિત કરી રહ્યો છે તે કોષિકા ફેફસાંમાં ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે. તેથી ઓમિક્રોન એટલો ગંભીર નથી લાગતો, પરંતુ તેનું સંક્રમણ કોઈ પણ રીતે હળવું નથી જ.

    જો કોઈ વાત યાદ ના આવે તો  આંખો બ

    જો કોઈ વાત યાદ ના આવતી હોય તો આંખો બંધ કરીને તેને યાદ કરવા પ્રયાસ કરો. આમ કરવાથી ભુલાયેલી વાત યાદ કરવામાં મદદ મળે છે. બ્રિટિશ નિષ્ણાતે આ મુદ્દે ઊંડું સંશોધન કર્યું છે. સંશોધનના પરિણામો એ આવ્યા છે કે આંખો ખુલ્લી રાખીને યાદ કરવાને બદલે આંખો બંધ કરીને વિચારવાથી સ્મૃતિ ક્ષમતા ૨૩ ટકા વધે છે. 

    મીઠો લીમડોઃ સ્વાદ સુધારવાની સ

    મીઠા લીમડાનો રસ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સનું સ્તર ઘટાડીને હૃદયરોગનો ખતરો ઘટાડો છે. તે સ્તન અને ફેફસાંના કેન્સરથી પણ બચાવ કરે છે. તબીબી સંશોધનમાં આ વાત સાચી સાબિત થઈ ચૂકી છે. ખાનપાનમાં ઉપયોગમાં લેવાતો લીલો લીમડો અનેક બીમારીઓથી બચાવે છે. એક નિષ્ણતોનું કહેવું છે કે મીઠા લીમડાના પત્તા ભોજનના સ્વાદ અને સુગંધને વધારે છે. 

    હેલ્થ ટિપ્સઃ ઉંમરની સાથે સાથે...

    આપણું શરીર કેટલું સારી રીતે કામ કરશે તેનો આધાર અંગોની કાર્યક્ષમતા પર નિર્ભર કરે છે. જો શરીરનું કોઈ અંગ યોગ્ય રીતે કામ નથી કરતું તો તેનું કારણ અંગોની ઉંમર વધવાનું અથવા તો કોઈ બીમારીને કારણે બીજા અંગોનાં કાર્ય પર તેની અસર પડવાનું છે. આપણી ઉંમર વધવાની સૌથી વધુ અસર સ્નાયુઓ અને હાડકાં પર થાય છે. ત્યારબાદ આંખ અને કાન પર પણ ધીરે ધીરે તેની અસર થતી જોવા મળે છે. આ ઉપરાંત શરીરનાં આંતરિક ભાગોને પણ તે અસર કરે છે. વયના વધવા સાથે શરીરના અંગો કે હાડકાં કે સ્નાયુઓ પર કેવી અસર થાય છે અને તેનાથી કેવી તકલીફ થઇ શકે છે તે જાણીએ.

    તબીબીજગતમાં ક્રાંતિઃ રોબોટે

    અમેરિકાની જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સંશોધકોએ તૈયાર કરેલા રોબોટે પ્રથમ વખત માણસની મદદ વગર સર્જરી કરીને ઈતિહાસ રચ્યો છે. કોઈ રોબોટે કોઇ પણ જાતની માનવીય સહાય વગર તબીબી સર્જરી કરી હોય એવો આ પ્રથમ બનાવ છે. રોબોટે ડુક્કરના શરીરમાં સહેજ પણ ચૂક વગર લેપ્રોસ્કોપિક સર્જરી કરી બતાવી હતી.

    કેટેરેક્ટ સર્જરી ડિમેન્શિયા

    મોતિયાબિંદની સર્જરી ભલે વ્યકિતની દ્દષ્ટિને સામાન્ય કરવા માટે થતી હોય, પરંતુ તેના બીજા પણ કેટલાક લાભ હોવાનું તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે. આ સર્જરી બાદ વૃદ્વ લોકોની દૃષ્ટિમાં મહત્વપૂર્ણ સુધારો તો જોવા મળે જ છે, પણ આ સર્જરીથી અલ્ઝાઇમર રોગ અને ભૂલવાની બીમારીનું જોખમ પણ ઘટી જાય છે.

    ગ્રીક યોગર્ટ, દૂધ અને સોયા મિલ

    જ્યારે પણ તંદુરસ્ત આહાર સામગ્રીની વાત આવે છે ત્યારે તમામ લોકો ઈંડાં આરોગવાનું સૂચન કરે છે. હકીકતે ઈંડામાં ભપૂર પ્રોટીન હોય છે. વજનને નિયંત્રિત રાખવાની સાથે તે શરીરમાં પ્રોટીન ઇન્ટેકને પણ સંતુલિત રાખે છે. 

    ‘હૂ’ની ચેતવણી છતાં યુરોપના મો

    કોરોના મહામારીનું જોર ઓસરી રહ્યું હોવાનું જાણીને યુરોપમાં સંખ્યાબંધ દેશોએ કોરોનાના નિયંત્રણો હળવા તો કરી રહ્યા છે પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ ચેતવણી ઉચ્ચારી છે. ‘હૂ’ના નિષ્ણાતોનું કહેવું છે કે ૨૦૨૧ના છેલ્લા દસ સપ્તાહમાં સમગ્ર વિશ્વમાં ઓમિક્રોનના ૯૦ મિલિયન કેસો નોંધાયા છે જે સમગ્ર ૨૦૨૦ના આખા વર્ષના કુલ કેસો કરતાં પણ વધારે છે. ઓમિક્રોનને ઓછો આંકવાની ભૂલ ન કરવા જણાવતાં ‘હૂ’એ જણાવ્યું હતું કે ઓમિક્રોન હજી વ્યાપક સ્તરે ફેલાઇ રહ્યો છે અને તે હજી ઉત્ક્રાંતિ પામી શકે છે.

    હેલ્થ ટિપ્સઃ શિયાળામાં ગુણકા

    આપણે સહુ જાણીએ છીએ કે, શેરડીના રસનું ઘણુંખરું પાણી બાળી નાખવાથી ‘ગોળ’ તૈયાર થાય છે. આ ગોળમાં શેરડીના રસમાં રહેલા બધા જ ક્ષારો અને ખનીજ દ્રવ્યો જળવાઈ રહે છે અને એટલે જ ગોળને પોતાનો વિશિષ્ટ રંગ મળે છે. ગોળમાંથી ભારતયો જુદી જુદી અનેક વાનગીઓ બનાવે છે, ચૂરમું, લાપસી, શીરો વગેરેમાં ગોળનો વિશેષ ઉપયોગ કરીએ છીએ.