NHS દ્વારા ટુંક સમયમાં કેન્સર માટે નવી બ્લડ ટેસ્ટ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવશે જેના પરિણામે, ૨-૩ દિવસમાં પરિણામ મેળવી શકાશે અને વાર્ષિક ૫૦૦,૦૦૦ લોકોમાંથી કેન્સરના જોખમની શક્યતાને નિવારી શકાશે. આ સિસ્ટમનો વેસ્ટ યોર્કશાયરના પોન્ટેફ્રેક્ટ અને ડ્યૂસબરીમાં ૧,૩૦૦ લોકો પર પ્રયોગ કરવામાં આવ્યો હતો. NHS ઈંગ્લેન્ડ દ્વારા યોર્કશાયર, લેન્કેશાયર ચેશાયર, મર્સીસાઈડ, સરે અને એસેક્સમાં વ્યાપક ટ્રાયલ માટે ૧ મિલિયન પાઉન્ડની ગ્રાન્ટ અપાઈ છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
૮૦ વર્ષના વૃદ્ધ ક્યારેક ગમતા સ્ટોરનો સૌથી સરળ રસ્તો ભૂલી જાય છે, કે તેમને દોસ્તનાં નામ યાદી નથી રહેતાં કે પછી કારમાં થયેલી ઈજાની વાત મગજમાંથી નીકળી જાય છે. જો આમ થાય તો ખાસ ચિંતાની વાત નથી કારણ કે ઉંમર વધવાની સાથે મગજની કુશળતા ઘટતી જાય છે પરંતુ કોઈ ૩૦, ૪૦ કે ૫૦ની ઉંમરમાં પોતાના જ ઘરનો રસ્તો ભૂલી જાય છે તો આ ગંભીર ચિંતાનો વિષય છે. અમેરિકા સહિત દુનિયાભરમાં આ સમસ્યા ઝડપથી વકરી રહી છે. એક અહેવાલ પ્રમાણે, ૬૫ વર્ષથી વધુ ઉંમરના લગભગ ૫૩ લાખ ડિમેન્શિયા (ભૂલવાની બીમારી)ની સાથે જીવી રહ્યા છે. ૬૫ વર્ષથી ઓછી ઉંમરવાળા ૨ લાખથી વધુ છે. દુનિયામાં આવા લોકો ૫.૭ કરોડ છે.
ડાયબિટીસ આજકાલ એક સામાન્ય બીમારી બની રહી છે. ભારતને તો વિશ્વમાં ડાયબિટીસની રાજધાની માનવામાં આવે છે. ડાયાબિટીસ એ ખાણીપીણી અને લાઇફસ્ટાઇલ સાથે સંકળાયેલી બીમારી છે. ડાયબિટીસને અંકુશમાં લેવા જીવનભર જીવનશૈલીને નિયંત્રિત કરવાની જરૂર છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના જણાવ્યા મુજબ જો તમે પ્રિ-ડાયાબિટિક હોવ તો જીવનશૈલીમાં ફેરફાર કરવાથી તમને ટાઇપ-ટુ ડાયબિટીસમાં રાહત મળી શકે છે. ખરાબ જીવનશૈલીને બાદ કરતાં કેટલીક અન્ય બાબત પણ આ બીમારીનું જોખમ વધારી શકે છે. જેમ કે બ્લડ ગ્રૂપ.
સકારાત્મક દૃષ્ટિકોણ ધરાવતી વ્યક્તિઓમાં ગંભીર બીમારીઓનું જોખમ ઓછું હોય છે. હાર્વર્ડ ટી એચ. ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના એક રિસર્ચ મુજબ, જે વ્યક્તિઓ પોતાના ઓડ ટાઇમમાં ખુશ રહે છે, એમની અડધાથી વધુ મુશ્કેલીઓ એમ જ ગાયબ થઇ જાય છે.
ભારતીય પરિવારોમાં દરરોજ જમવામાં કચુંબર તરીકે વપરાતી લીલી હળદર અને શાક-દાળ-કઢી વગેરેમાં વપરાતી સૂકી હળદર આપણા શરીર માટે ખૂબ અગત્યની ચીજ છે. આયુર્વેદે હળદરનો મહિમા ઘણા વખતથી જણાવ્યો છે. હળદરથી મુખ્ય શરીરને થતા લાભો વિશે જાણીએ.
બ્રિટનમાં ડિમેન્શિયા સંબંધિત નવા અભ્યાસમાં ક્વીન મેરી યુનિવર્સિટી ઓફ લંડનના સંશોધકોએ સ્પષ્ટ કર્યું છે કે શ્વેત લોકોની સરખામણીએ અશ્વેતો અને સાઉથ એશિયન લોકોમાં ડેમેન્શિયાનું સૌથી વધુ જોખમ જોવા મળ્યું છે. ગરીબ વિસ્તારોમાં આ જોખમનું પ્રમાણ બમણાથી વધુ છે. ગરીબી, રેસિઝમ અને સામાજિક-આર્થિક તણાવના કારણે પણ ડેમેન્શિયાનું જોખમ વધે છે.
બાળપણ પછી પુખ્તાવસ્થા આવવા સાથે જ માનવીને વૃદ્ધ થવાનો ભય સતાવવા લાગે છે. વર્ષો ઝડપથી વીતી જાય છે અને વૃદ્ધાવસ્થા આંગણે આવી રહે છે. વધતી ઉંમરને માત્ર આંકડા ગણાવતા લોકોમાં પણ વૃદ્ધાવસ્થામાં સૌથી વધુ ડર દૃષ્ટિ અને સાંભળવાની ક્ષમતા ઉપરાંત, સ્મૃતિ ગુમાવવાનો પણ રહે છે. વૃદ્ધત્વ એટલે અસુરક્ષાની હાલત એમ માનતા ૧૮-૨૪ વયજૂથના લોકો વૃદ્ધત્વની નિશાનીઓ છુપાવવા બોટોક્સના ઈન્જેક્શન્સ કે ક્રીમનો ઉપયોગ કરવા લાગ્યા છે.
અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ તારણ રજૂ કર્યું હતું કે કોરોના પછી વિશ્વના દોઢ કરોડ લોકોને વિવિધ માનસિક બીમારીનો સામનો કરવો પડયો છે.
દરેક ભારતીય રસોડામાં હાથવગો રહેતો અજમો પેટ દર્દ અને ગેસ જેવી પરેશાની દૂર કરવાનો અકસીર ઉપાય ગણાય છે. આપણા પરિવારોમાં અજમો અલગ અલગ રીતે ઉપયોગમાં લેવાય છે. મેંદાની બનેલી વાનગીઓમાં તેનો ઉપયોગ વધુ થાય છે. તેનું કારણ એ છે કે મેંદો પચવામાં સૌથી વધુ સમય લે છે, તેનાથી પેટના રોગો થવાનું જોખમ પણ વધુ રહે છે.
અનેકવિધ બીમારીઓથી બચવાનો સૌથી શ્રેષ્ઠ અને પાયાનો ઉપાય છે પોતાનું પેટ એટલે કે પાચન-તંત્રને ઠીકઠાક રાખો. નિષ્ણાતો આને સદાબહાર સ્વસ્થતા માટેની સર્વોત્તમ રીત પૈકીની એક ગણાવે છે. આ માટે શરીરની ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરવાની જરૂર છે.
