સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    કોલ્ડ ડ્રિન્ક, ફૂડમાં કૃત્રિમ...

    કૃત્રિમ સ્વીટનરવાળી વસ્તુઓ રોજ ખાતા લોકોમાં કેન્સરનું જોખમ 13 ટકા સુધી વધી જાય છે. ઘણી વાર કોલ્ડ ડ્રિન્કનો સ્વાદ વધારવા તેમાં કૃત્રિમ મીઠાશ ઉમેરાય છે, પણ કેન્સરજન્ય રોગ થવાનું જોખમ વધી જાય છે. ફ્રેન્ચ નેશનલ ઇન્સ્ટિટ્યૂટના એક્સપર્ટ્સે અંદાજે ૧ લાખ લોકો પર આ રિસર્ચ કર્યું છે, જેમની સરેરાશ ઉંમર ૪૨ વર્ષ હતી અને તેમાં ત્રીજા ભાગની મહિલાઓ હતી.

    જીવંત માનવીના ફેફસાંમાથી માઈક્રોપ્લાસ્ટિક્સ રજકણો મળી આવ્યા

    સૌપ્રથમ વખત જીવંત માનવીના ફેફસાંમાથી માઈક્રોપ્લાસ્ટિક્સ રજકણો મળી આવ્યા છે જેનો અર્થ એ થાય છે કે આપણે તેને હવામાંથી શ્વાસમાં લઈએ છીએ. ફેફસાનાં 13 ટિસ્યુઝ સેમ્પલમાંથી 11 સેમ્પલમાં 39 માઈક્રોપ્લાસ્ટિક્સ રજકણો વિજ્ઞાનીઓને મળ્યાં હતાં. આ રજકણો મુખ્યત્વે પેકેજિંગ, બોટલ્સ, કલોધિંગ અને દોરડાં સહિતના 12 પ્રકારમાંથી મળે છે. મહિલાઓની સરખામણીએ પુરુષના સેમ્પલ્સમાંથી માઈક્રોપ્લાસ્ટિક્સનું વધુ પ્રમાણ જણાયું હતું.

    મહિલાઓ અને યુવા વયસ્કો દ્વારા એન્ટિ-એંગ્ઝાઈટી ડ્રગ્સનો વધુ ઉપયોગ

    યુકેમાં હતાશાવિરોધી કે એન્ટિ-એંગ્ઝાઈટી ડ્રગ્સના ઉપયોગમાં ભારે ઉછાળો આવ્યો છે જેમાં, મહિલાઓ અને યુવા વયસ્કો દ્વારા તેનો વધુ ઉપયોગ કરાય છે. યુકેમાં 2003થી 2018ના ગાળામાં સારસંભાળ હેઠળના આશરે 2.6 મિલિયન પુખ્ત લોકોના વિશ્લેષણના આધારે આ તારણો કાઢવામાં આવ્યા છે. સંશોધન જણાવે છે કે એંગ્ઝાઈટીનું નિદાન તેમજ તેના લક્ષણોના નિવારણ તરીકે એન્ટિડિપ્રેશન્ટ્સ સહિત મેડિકેશન પ્રીસ્ક્રાઈબ કરાયેલા પુખ્ત લોકોમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા બમણી હોવાની શક્યતા છે.

    શરીર ઉતારવું છે? મેટાબોલિઝમ મજ...

    મેટાબોલિઝમ એટલે ચયાપચયની પ્રક્રિયા. શરીર ખોરાક દ્વારા જે કેલરી મેળવે છે એ કેલરીરૂપી શક્તિનો વપરાશ પૂરેપૂરો તો જ થાય જો તમારું મેટાબોલિઝમ મજબૂત હોય, નહીંતર એ શક્તિ મેદના રૂપે શરીરમાં જમા થતી જાય. આથી જો તમારે વજન ઘટાડવું હોય તો પહેલાં મેટાબોલિઝમ મજબૂત બનાવો.

    દુનિયામાં દર 10માંથી એક વ્યક્ત

    વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના એક રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં અત્યારે લગભગ ૮૦ કરોડ લોકો કોઇને કોઇ પ્રકારની માનસિક સમસ્યાની પીડિત છે. મતલબ કે, દર દસમાંથી એક વ્યક્તિ તેનો ભોગ બનેલો છે. આખી દુનિયામાં 15થી 29 વર્ષની વયના યુવાનોમાં મૃત્યુના મુખ્ય કારણોમાં આત્મહત્યા છે. ડિપ્રેશન પણ સૌથી મોટું કારણ છે. ભારતની વાત કરીએ તો ૧૪ ટકા લોકો કોઇને કોઇ માનસિક સમસ્યાથી પીડિત છે. 4 કરોડ લોકો ડિપ્રેસિવ ડિસઓર્ડર અને 5 કરોડ લોકો એંગ્ઝાયટી ડિસઓર્ડરની સમસ્યાથી પીડિત છે. લોકોના માનસિક આરોગ્ય પર પરિસ્થિતિઓની તો અસર થાય જ છે. ઊંઘ, ભોજનમાં પોષક તત્ત્વોની ઉણપ, અસંતુલિત જીવનશૈલી, કસરતનો અભાવ અન રોજિંદા જીવનમાં વધતો તણાવ માનસિક આરોગ્યને ખરાબ કરી રહ્યો છે. રિસર્ચ જણાવે છે કે પૌષ્ટિક આહાર લેવાથી જ ડિપ્રેશનમાં ૨૫થી ૩૦ ટકા સુધીનો ઘટાડો આવી શકે છે.

    સાઉથ આફ્રિકાના વિજ્ઞાનીઓએ ઓમ

    સાઉથ આફ્રિકાના વિજ્ઞાનીઓએ કોરોનાના ઓમિક્રોનના બે નવા સબ વેરિઅન્ટ BA.4 અને BA.5ને શોધી કાઢ્યા છે. સાઉથ આફ્રિકાના સેન્ટર ફોર એપિડેમિક રિસ્પોન્સ એન્ડ ઇનોવેશનના ડાયરેક્ટર તુલિયોદ એલિવિરાએ જણાવ્યું હતું કે આ નવા સબ વેરિઅન્ટને કારણે હજી ચિંતાનું કોઇ કારણ નથી.

    ઠંડીના દિવસોમાં એલર્જીના કેસ

    શિયાળામાં એલર્જીના કેસો 70 ટકા વધી જાય છે. આપણે એલર્જી પેદા કરતા કણોના સંપર્કમાં આવીએ છીએ ત્યારે શરીર લોહીમાં હિસ્ટામાઇન કેમિકલ છોડે છે. આથી છીંક આવવી, આંખોમાંથી આંસુ નીકળવા, માથું દુઃખવું જેવી ફરિયાદ રહે છે. 

    ૫૦ વર્ષથી નાની વયની મહિલાઓને મ...

    એક નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે વર્ષ ૨૦૪૦ સુધીમાં સૌથી ખતરનાક સ્કિન કેન્સરના દર્દીઓની સંખ્યા બમણી થઇ ગઇ જશે અને વિશ્વમાં તેના 68 ટકા દર્દીઓ બચી નહીં શકે. આ કેન્સરને મેલેનોમા કહે છે.

    ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મ

    આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે ભારતમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાથી વિશ્વભરમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના નૂતન યુગનો પ્રારંભ થયો છે. આ માત્ર ભવનનો શિલાન્યાસ નથી, પરંતુ પ્રાકૃતિક-પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓમાં વિશ્વાસ રાખનારા લોકો માટેના આગવા કેન્દ્રની શરૂઆત છે. આ સેન્ટર દુનિયાને અલ્ટરનેટ મેડિકલ સોલ્યુશન આપવામાં મદદરૂપ થશે એમ કહીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું કે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન વસુધૈવ કુટુમ્બકમ્ અને સર્વે સન્તુ નિરામયાની ભારતીય સંસ્કૃતિને સાકાર કરશે.