ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીની સિદ્ધિમાં વધુ એક છોગું ઉમેરાયું છે. ‘ક્રિકેટના બાઇબલ’ તરીકે જગવિખ્યાત મેગેઝિન 'વિઝડન'એ વર્ષ ૨૦૧૬માં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રનના ઢગલા ખડકનારા વિરાટ કોહલીને 'વિઝડન લીડીંગ ક્રિકેટર ઓફ ધ યર' તરીકેનું સન્માન આપ્યું છે. આ સાથે જ કોહલીને વિઝડન ક્રિકેટર્સ આલ્મનાકના કવર પર સ્થાન આપવામાં આવ્યું છે. કોહલીની સાથે સાથે ઓસ્ટ્રેલિયાની એલીસ પેરીને વિઝડન વિમેન ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવી છે. ‘વિઝડન’એ જણાવ્યું છે કે કોહલી માટે વર્ષ ૨૦૧૬નું વર્ષ તેના સપનાનું વર્ષ બની રહ્યું છે. તેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં જબરજસ્ત પર્ફોમન્સ આપતા રનના ઢગલા ખડક્યા હતા. વર્ષ ૨૦૧૬માં ટેસ્ટ ક્રિકેટમાં તેની બેટીંગ એવરેજ ૭૫ની રહી હતી. આ ઉપરાંત વન-ડેમાં તેણે ૯૨ રનની અને ટ્વેન્ટી૨૦માં ૧૦૬ની સરેરાશથી રન ફટકાર્યા હતા. જે ખરેખર વિશિષ્ટ સિદ્ધિ છે.
રમતગમત
Block: Site: Subtree Block
મુંબઇઃ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ નવા રંગરૂપમાં દેખાશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા મેલબોર્ન ખાતે ટીમ ઇન્ડિયાની નવી જર્સી લોન્ચ કરી હતી. રવિવારે ઓસ્ટ્રેલિયા સામેના ત્રિકોણીય શ્રેણીના મુકાબલામાં ભારતીય ખેલાડીઓ આ જ નવી જર્સીમાં મેદાને ઉતર્યા હતા. ભારતીય ટીમની નવી કિટમાં જર્સી અને બોટમનો સમાવેશ થાય છે તેની બનાવટમાં સરેરાશ ૩૩ રિસાઇક્લડ પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરાયો છે. ટીમ ઇન્ડિયાની નવી જર્સી અગાઉ કરતા વધુ અનુકૂળ બનાવવામાં આવી હોવાનો ઉત્પાદક કંપની નાઇકીએ દાવો કર્યો છે. આ જર્સીનો કલરમાં કોઇ ખાસ ફેરફાર નથી. જોકે આ જર્સીના આગલા ભાગે લાઇનિંગ્સ રાખવામાં આવી છે, જે આ જર્સીને જૂની જર્સીથી અલગ તારવે છે.
બ્રિસબેનઃ ઓસ્ટ્રેલિયા સામેની સિરિઝમાં કારમા પરાજય પછી ત્રિકોણીય સિરિઝમાં પણ ટીમ ઇંડિયાનો નબળો દેખાવ ચાલુ રહ્યો છે. ટુર્નામેન્ટની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે પરાજય બાદ મંગળવારે ઇંગ્લેન્ડ સામે રમાયેલી બીજી મેચમાં પણ પરાજય ખમવો પડ્યો છે. બ્રિસ્બેનમાં રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડે નવ વિકેટે ભારતને હરાવ્યું હતું. ભારતીય બેટ્સમેનોનો ધબડકો ટીમને પરાજયના પંથે દોરી ગયો હતો.
ક્રિકેટના ભગવાન ગણાયેલા ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે તેની ફિલ્મ ‘Sachin: A Billion Dreams’ રીલીઝ થાય તે અગાઉ લંડનની મુલાકાત લીધી હતી. આ ફિલ્મમાં ક્રિકેટની રમતના દંતકથારુપ તેંડુલકરની બાળપણથી જગમશહૂર સ્પોર્ટ્સમેન સુધીની યાત્રાને વણી લેવામાં આવી છે. આ ફિલ્મ યુકેમાં ૨૬ મે, ૨૦૧૭ના દિવસે રજૂ થનાર છે. તેંડૂલકરે તેની પત્ની અંજલિ સાથે ઈસ્ટ લંડનમાં લાંગરેલા ભારતીય જહાજ INS તરકશની મુલાકાત લીધી હતી. યુકેમાં રહેતા આશરે ૧,૦૦૦ લોકોએ પણ ૭ મે, રવિવારે ભારતીય જહાજની મુલાકાત હતી.
આઈપીએલમાં ફરી મેચફિક્સિંગ, સટ્ટાકૌભાંડ અને તેમાં ગુજરાત લાયન્સના બે ખેલાડીની સંભવિત સંડોવણીની ઘટનાએ ક્રિકેટ વિશ્વમાં ખળભળાટ મચાવ્યો છે. કાનપુરમાં ગુજરાત લાયન્સ અને દિલ્હી ડેરડેવિલ્સ ટીમના ખેલાડીઓ જે હોટલમાં ઉતર્યા હતા તે જ હોટલમાં રહેતા ત્રણ શખ્સોની પોલીસે રૂ. ૪૦ લાખની સટ્ટાની રકમ અને પાંચ મોબાઈલ ફોન સાથે ધરપકડ કરી છે.
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી આ વખતે રોમાંચક બનશે અને તેમાં કોઈ ટીમને દાવેદાર માની શકાય નહીં તો કોઈ ટીમને હળવાશથી પણ લઈ શકાય તેમ નથી તેમ ટીં ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું. આ વન-ડે ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે ઇંગ્લેન્ડ પહોંચેલી ભારતીય ટીમના કેપ્ટને ૨૬ મેના રોજ પત્રકારો સાથે વાતચીત કરી હતી.
નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (‘નાડા’)એ પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું હોવાની આશંકાથી ભારતના એક ટોચના એથ્લીટ પર અચોક્કસ મુદતનો પ્રતિબંધ લગાવી દીધો છે. ઈંચિયોનમાં એશિયન ગેમ્સ-૨૦૧૪ અને ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ટીમનો ભાગ રહેલા એથ્લીટ પર પ્રતિબંધિત દવા મેલ્ડોનિયમનું સેવન કરવાનો આરોપ છે.
ભારતની ઓલરાઉન્ડર ક્રિકેટર હરમનપ્રીત કૌર બિગ બેશ લીગ રમતમાં ઈતિહાસ રચ્યાં બાદ હવે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા યોજાનારી ‘કિયા સુપર લીગ’માં પણ પોતાનો દમ દેખાડવા મેદાનમાં ઉતરશે.
આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વનો ફાળો આપનારા કુણાલ પંડ્યા ક્રિકેટના મેદાનમાં તેના દેખાવના કારણે સમાચારમાં છે તો મેદાન બહાર તેની ગર્લફ્રેન્ડના કારણે સમાચારમાં છે. મુંબઇથી વડોદરા આવી પહોંચેલા કૃણાલે હરણી એરપોર્ટ જ પત્રકારો સાથે વાતચીત કરતાં સ્પષ્ટતા કરી હતી ફેશન ડિઝાઇનર પંખુડી શર્મા માત્ર મારી સારી મિત્ર છે. જો અમે લગ્ન કરીશું તો ચોક્કસ બધાને જાણ કરીશું.
નવી દિલ્હીઃઆઈપીએલ સ્પોટ ફિક્સિંગ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાએ સમગ્ર ક્રિકેટજગતમાં હલચલ મચાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે મુદ્ગલ સમિતિના રિપોર્ટના આધારે ૨૨ જાન્યુઆરીએ જાહેર કરેલા ૧૩૦ પાનાના ચુકાદામાં આઈપીએલની ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ સાથે જોડાયેલા તથા બીસીસીઆઈના પૂર્વ પ્રમુખ શ્રીનિવાસનના જમાઈ ગુરુનાથ મયપ્પન અને રાજસ્થાન રોયલ્સના સહમાલિક રાજ કુન્દ્રાને સટ્ટાખોરીમાં દોષિત ઠરાવ્યા છે.
