રમતગમત

No

Block: Site: Subtree Block

    ભારતીય શૂટર અંકુરને શોટગન વર્

    ભારતીય શૂટર અંકુર મિત્તલે પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખતા આઈએસએસએફ શોટગન વર્લ્ડ કપની ડબલ ટ્રેપ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. મિત્તલે ફાઈનલમાં વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરતાં પોતાના ઓસ્ટ્રેલિયન વિરોધી જેમ્સ વિલેટને પરાજય આપી પહેલું સ્થાન મેળવ્યું હતું.

    ફેરવેલ મેચમાં ગોલ સાથે પોડોલસ

    ઇંગ્લેન્ડ સામેની ફ્રેન્ડલી ઇન્ટરનેશનલ ફૂટબોલ મેચમાં નિર્ણાયક ગોલ કરીને જર્મન વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના સભ્ય લુકાસ પોડોલસ્કીએ ઇન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા કરી છે. મેચમાં નિર્ણાયક ગોલ નોંધાવનાર પોડોલસ્કીએ કબૂલાત કરી હતી કે જર્મની માટે મારી કારકિર્દીનો આના કરતાં વધારે સુખદ અંત હોઇ શકે નહીં. 

    હું તો ૧૩ વર્ષની વયથી આ જ પ્રકા

    ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક જ ઇનિંગમાં સૌથી વધુ બોલ રમવાનો રેકોર્ડ નોંધાવનાર ચેતેશ્વર પુજારાએ તેની આવી અસાધારણ ધીરજનું રહસ્ય છતું કરતાં કહ્યું હતું કે તે ખૂબ જ નાની વયથી આ જ શૈલીથી રમતો રહ્યો છે. તેણે કહ્યું હતું કે ૧૩ વર્ષની વયથી સૌરાષ્ટ્ર માટે સ્પર્ધાત્મક ક્રિકેટ રમી રહ્યો છે અને આટલા વર્ષોથી તેની બેટિંગનું સ્વરૂપ જ મક્કમ તેમજ અડીખમ અભેદ્ય રમત રમવાનું રહ્યું છે.

    એકે હઝારા ચેતેશ્વર પૂજારાઃ રા

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ ભલે ડ્રોમાં પરિણમી, પરંતુ આ મેચ ચેતેશ્વર પૂજારાની બેવડી સદી માટે હંમેશા યાદ રહેશે. સૌરાષ્ટ્રના ધરખમ બેટ્સમેન પૂજારાએ ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં સૌથી લાંબી ઈનિંગ રમવાનો રેકોર્ડ સર્જતાં ૫૨૫ બોલમાં ૨૧ ચોગ્ગા સાથે ૨૦૨ રન ફટકાર્યા હતા. પૂજારાએ ટેસ્ટ ઈતિહાસની ઓલ ટાઈમ ક્લાસિક ઈનિંગમાં સ્થાન મેળવતા ૧૧ કલાક અને ૮ મિનિટ સુધી પીચ પર ટકી રહીને અનોખો કિર્તિમાન પણ સ્થાપિત કર્યો હતો, જે ભારતીય ટેસ્ટ ઈતિહાસની સમયની દૃષ્ટિએ પાંચમા ક્રમની ઈનિંગ હતી.

    ઓસ્ટ્રેલિયન્સ હવે મિત્ર નથીઃ

    વિવાદના વંટોળ વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ શ્રેણી તો પૂરી થઇ ગઇ છે, પરંતુ આરોપો અટકતા નથી. હવે ઓસ્ટ્રેલિયન મીડિયાએ ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ઘમંડી અને સ્તરહીન ગણાવ્યો છે. ધર્મશાલામાં શ્રેણી પૂરી થયા બાદ કોહલીએ નિવેદન કર્યું હતું કે હવે તે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સને પોતાના મિત્રો માનતો નથી. કોહલીના આ નિવેદન અંગે ઓસ્ટ્રેલિયન મીડિયાએ કાગારોળ મચાવી છે. ‘સિડની ટેલિગ્રાફ’એ લખ્યું છે કે શ્રેણી પૂરી થયા બાદ વિરાટ કોહલીએ કાંગારું ખેલાડીઓ સાથે હાથ મિલાવીને જૂની વાતો ભૂલી જવી જોઇએ, પરંતુ તે બાળકોની જેમ વ્યવહાર કરે છે. તે ઘમંડીની જેમ વર્તણૂંક કરે છે. એક અન્ય અખબારે લખ્યું છે કે ઓસ્ટ્રેલિયન કેપ્ટન દ્વારા શ્રેણી પૂરી થયા બાદ ડ્રિંક્સની ઓફર કરી અને ભારતે તે નકારી છે તેની સાથે જ બન્ને ટીમોના ખેલાડીઓ વચ્ચેના સંબંધો વણસી ગયા છે તે બાબતને સમર્થન મળી ગયું હતું.

    ઇંડિયન પ્રીમિયર લીગ ૧૦ઃ રમત અન...

    વિશ્વભરના ક્રિકેટચાહકો જેની લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે તે આઇપીએલ-૧૦નું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. બુધવારે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં વર્તમાન ચેમ્પિયન સનરાઇઝર્સ હૈદરાબાદ અને રનર્સ અપ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ સાથે ટૂર્નામેન્ટનો પ્રારંભ થશે. ૪૭ દિવસની ટૂર્નામેન્ટ દરમિયાન કુલ આઠ ટીમો દિલ્હી ડેરડેવિલ્સ, ગુજરાત લાયન્સ, કિંગ્સ ઇલેવન પંજાબ, કોલકતા નાઇટ રાઇડર્સ, મુંબઇ ઇંડિયન્સ, રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ ભારતના ૧૦ શહેરોમાં મેચો રમશે. આઇપીએલના ઉદ્ઘાટન સમારંભમાં ટી૨૦ ક્રિકેટ લીગની ગવર્નિંગ કાઉન્સિલ પાંચ ટોચના ક્રિકેટર સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ અને વીરેન્દ્ર સેહવાગનું સન્માન કરશે. વિશ્વની આ સૌથી ધનાઢ્ય લીગની કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવાયો હોવાનું લીગના ચેરમેન રાજીવ શુકલાએ જણાવ્યું હતું. 

    ૪૭ દિવસ, ૧૦ સ્ટેડિયમ, ૮ ટીમ, ૨૦૪

    ખેલાડીઓ પરની ધનવર્ષા બાદ ફિક્સિંગ અને સટ્ટાબાજીના કારણે ચર્ચામાં રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગની દસમી સિઝનનો બુધવારથી પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં આઠ ફ્રેન્ચાઈઝીના ૨૦૪ ખેલાડીઓ વચ્ચે મેગા મુકાબલો થશે. આઈપીએલની આ સિઝનમાં ૧૩૫ ભારતીય અને ૬૯ વિદેશી ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. કોહલીની ઈજાના કારણે ચાલુ સિઝનના પ્રારંભે આઈપીએલની આઠમાંથી ચાર ફ્રેન્ચાઈઝીના કેપ્ટન વિદેશી રહેશે, જ્યારે ચાર ફ્રેન્ચાઈઝીના કેપ્ટન ભારતીય છે. આઈપીએલની આ સિઝનમાં આર. અશ્વિન, લોકેશ રાહુલ, રસેલ, સ્ટેન, ડ્યુમિની, ડી. કોક, મિચેલ માર્શ, મિચેલ સ્ટાર્ક, પીટરસન રમવાના નથી. જોકે તેમના નામ ફ્રેન્ચાઈઝીની યાદીમાં સામેલ હોવાથી અહીં લખ્યા છે.

    આઇપીએલ-૧ના કેટલાક વિક્રમો આજે...

    રમત ફૂટબોલની હોય કે ક્રિકેટની... મેદાનમાં રેકોર્ડ તૂટવા માટે જ બનતા હોય છે અને પ્રતિસ્પર્ધાના આજના યુગમાં પ્રત્યેક દિવસે જૂના રેકોર્ડ તૂટતા રહે છે, નવા રેકોર્ડ બનતા રહે છે. જોકે ઇન્ડિયન પ્રીમિયર લીગની ટી૨૦ ટૂર્નામેન્ટની પ્રથમ સિઝન ૨૦૦૮માં નોંધાયેલા કેટલાક રેકોર્ડ્સ આજે પણ અકબંધ છે. તેમાંના કેટલાક રેકોર્ડ્સ સરભર થયા છે, પરંતુ તે હજુ સુધી તૂટી શક્યા નથી. જેમ કે, આઇપીએલમાં કોઇ એક મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો રેકોર્ડ રાજસ્થાનના સોહૈલ તનવીરના નામે છે. તેણે ૨૦૦૮ની ચોથી મેએ ચેન્નાઇ સામે જયપુરમાં ૧૪ રનમાં વિકેટ ઝડપી હતી. જોકે આઇપીએલની ગઇ સિઝનમાં રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સના એડમ ઝામ્પાએ હૈદરાબાદ સામે ૧૯ રનમાં વિકેટ ખેરવી હતી. તનવીરનો રેકોર્ડ હજુ પણ અકબંધ છે. તેનો રેકોર્ડ તોડવો લગભગ અશક્ય છે કારણ કે બોલર પાસે માત્ર ચાર ઓવર હોય છે.

    માયામી ઓપન ટેનિસઃ ફેડરરે ૯૧મુ

    સ્વિત્ઝર્લેન્ડનો રોજર ફેડરર વિશ્વનો મહાન ટેનિસ ખેલાડી છે કે નહીં તેની ચર્ચા વર્ષોથી ચાલતી રહી છે. આ સ્વિસ સ્ટારને મહાન નહીં માનનારા નિષ્ણાતો પાસે સૌથી મોટો તર્ક રફેલ નાદાલ સામેનો તેનો નબળો રેકોર્ડ છે. જોકે હવે એવું લાગી રહ્યું છે કે ફેડરર આ રેકોર્ડ સુધારવામાં વ્યસ્ત બની ગયો છે. તેણે માયામી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની મેન્સ સિંગલની ફાઇનલમાં સ્પેનના નાદાલને બે સેટમાં ૬-૩, ૬-૪થી હરાવ્યો હતો. આ સાથે ૧૮ ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન ફેડરરે કારકિર્દીનું ૯૧મું ટાઇટલ જીત્યું છે.

    ઇન્ડિયન ઓપન સુપર સિરીઝઃ પી. વી....

    ભારતની સ્ટાર શટલર પી. વી. સિંધૂએ ફાઇનલમાં સ્પેનની કેરોલિના મારિનને હરાવીને ઇન્ડિયન ઓપન સુપર સિરીઝનું ટાઇટલ કારકિર્દીમાં પ્રથમ વખત જીત્યું છે. રવિવારે રમાયેલી ફાઇનલમાં તેણે સ્પેનિશ ખેલાડી મારિનને સીધી ગેમમાં ૨૧-૧૯, ૨૧-૧૬થી હરાવી હતી. વિશ્વની પાંચમી ક્રમાંકિત સિંધૂએ બીજી વખત સુપર સિરીઝ અથવા તેના કરતાં વધારે ઉંચા લેવલનું કોઈ ટાઇટલ જીત્યું છે. ૨૦૧૬માં તેણે ચાઇના ઓપન સુપર સિરીઝ જીતી હતી.