રમતગમત

No

Block: Site: Subtree Block

    ભારતીય ટીમ ૧૫ દિવસના બ્રેક બાદ...

    ન્યૂઝીલેન્ડ સામેના પરાજય સાથે વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઇ ગયેલી ભારતીય ક્રિકેટ ટીમ ૧૫ દિવસના બ્રેક બાદ મેદાનમાં પાછી ફરશે. કેટલાક ખેલાડીઓ સીધા તેમના ઘેર રવાના થયા છે તો કેટલાક ઈંગ્લેન્ડમાં રોકાયા છે. ઉલ્લેખનીય છે કે ૨૦ મેથી ભારતના ખેલાડીઓ ઈંગ્લેન્ડમાં છે. તે અગાઉ આઈપીએલમાં દોઢ મહિનાથી વધુ વ્યસ્ત હતા. ૧૫ દિવસના બ્રેક પછી ફરી ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઇંડિઝના પ્રવાસે જવા તૈયાર થશે. ભારત ૩થી ૮ ઓગસ્ટ વચ્ચે વેસ્ટ ઇંડિઝ સામે ત્રણ ટી-૨૦ રમશે. 

    કિવિ ટીમ છેતરપિંડીનો શિકાર બન

    વર્લ્ડ કપની ફાઈનલમાં બાઉન્ડ્રીની ગણતરીના આધારે ન્યૂઝીલેન્ડ પોતાનો પ્રથમ વર્લ્ડ કપ જીતવાથી વંચિત રહી ગયું છે. આ પછી ન્યૂઝીલેન્ડ મીડિયાએ સર્વાધિક બાઉન્ડ્રીના નિયમને નિશાન બનાવીને આઈસીસીની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. ન્યૂઝીલેન્ડના મીડિયાએ ‘૨૨ હીરો સાથે વર્લ્ડ કપની ફાઈનલ. વિનર કોઈ નહીં’ના હેડિંગ સાથે આર્ટિકલ છાપ્યા છે.

    ‘ફિલ્ડર’ રવિન્દ્ર જાડેજાએ ૪૧

    વિશ્વના ફિટેસ્ટ ફિલ્ડરમાં સામેલ ભારતના રવિન્દ્ર જાડેજાએ વર્તમાન વર્લ્ડ કોપમાં એક અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે. તેણે ફિલ્ડર તરીકે બે જ મેચમાં ૪૧ રન બચાવ્યા છે. આંકડાના અનુસાર વર્લ્ડ કપ ૨૦૧૯માં ૧૦ ટીમોમાંથી કોઈ ખેલાડીએ ૯ કે ૧૦ મેચ રમીને પણ જાડેજા જેટલા રન પોતાની ટીમ માટે બચાવ્યા નથી. જાડેજા પ્રથમ આઠ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવનનો સભ્ય નહોતો. જોકે કુલદીપ યાદવ તથા કેદાર જાધવના ખરાબ દેખાવના કારણે તેને આખરે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. અગાઉની મેચમાં તેણે બે કેચ પકડયા હતા. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં તેણે એક સીધા થ્રો વડે રનઆઉટ કરવા ઉપરાંત એક શાનદાર કેચ પણ પકડ્યો હતો.

    ૪૫ મિનિટની ખરાબ રમતથી હાર્યાઃ...

    ભારતનું વધુ એક વખત ક્રિકેટ વર્લ્ડ કપ જીતવાનું સપનું રોળાયું છે. ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીના શબ્દોમાં કહીએ તો માત્ર ૪૫ મિનિટની ખરાબ રમત ટીમને પરાજયના પંથે દોરી ગઇ હતી. હવે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ અને તેની વિવિધ કમિટીઓ હારના કારણોનું પોસ્ટમોર્ટમ કરી રહી છે. કોચ અને કેપ્ટન પાસેથી નબળા પ્રદર્શન અંગે જવાબ મંગાશે તેવા અહેવાલો છે, પરંતુ અત્યારે જબરદસ્ત ફોર્મમાં રહેલી ભારતીય ટીમે હાથમાં આવેલી તક ગુમાવી દીધી છે. 

    ટીમ ઇંડિયાના ત્રણેય ફોર્મેટમ

    વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે જનારી ભારતીય ટીમની રવિવારે એમએસકે પ્રસાદના નેતૃત્વ હેઠળની પસંદગી સમિતિએ જાહેરાત કરી છે. આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ બાદ ભારતનો આ પ્રથમ વિદેશ પ્રવાસ રહેશે. વિરાટ કોહલીને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બનાવાયો છે. સિનિયર ખેલાડી ધોનીને પૂરા પ્રવાસ માટે તથા પેસ બોલર જસપ્રીત બુમરાહને વન-ડે તથા ટ્વેન્ટી૨૦ શ્રેણીમાંથી આરામ અપાયો છે. 

    લ્યુક ગ્રીનબેન્ક (૫૩.૯૫), એડમ પેટી (૫૭.૨૦), જેમ્સ ગાય (૫૦.૮૧) અને ડંકન સ્કોટ (૪૬.૧૪)ની બ્રિટિશ ટીમે ૪ બાય ૧૦૦ મીટરની રિલેમાં અમેરિકાની હાઈપ્રોફાઈલ ટીમને માત્ર ૦.૩૫ સેકન્ડના અંતરથી હરાવતા અમેરિકાનો કેલેબ ડ્રેસલ ૨૦૧૯ની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં વિક્રમજનક ૭મો ગોલ્ડ મેડલ ચૂકી ગયો હતો. જોકે આમ છતાં ડ્રેસલે એક જ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સૌથી વધુ આઠ મેડલ્સ જીતનારા વિશ્વના સૌપ્રથમ પુરુષ સ્વિમર તરીકે રેકોર્ડ બુકમાં સ્થાન મેળવી લીધું છે. ડ્રેસલે સાઉથ કોરિયામાં પૂરી થયેલી વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં ૬ ગોલ્ડ અને બે સિલ્વર એમ આઠ મેડલ્સ જીત્યા છે. કેલેબ ડ્રેસલ (અમેરિકા) અને જોસ્ટ્રોમ ફિના (સ્વિડન) વર્લ્ડ ચેમ્પિયનશીપ ૨૦૧૯ના બેસ્ટ સ્વિમર જાહેર થયા છે.

    ભારતની મેન્સ ટેનિસ ટીમના સ્ટાર ખેલાડીઓ ડેવિસ કપની એશિયા-ઓસેનિયા ગ્રૂપ વન-ટાઈ રમવા માટે પાકિસ્તાનનો પ્રવાસ ખેડશે. ટીમમાં રોહન બોપન્ના સહિતના ખેલાડીઓનો સમાવેશ થાય છે. ભારત અને પાકિસ્તાને ઈસ્લામાબાદમાં ૧૪ અને ૧૫ સપ્ટેમ્બરે ડેવિસ કપની ઝોનલ ટાઈ રમવાની છે. આ અંગે અનિશ્ચિતતા દૂર કરતાં ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશને જાહેરાત કરી છે કે, ભારતની ટીમ પાકિસ્તાનમાં મેચ રમવા જશે. ઉલ્લેખનીય છે કે, ૧૯૬૪ બાદ પહેલી વખત ભારતની ડેવિસ કપ ટીમ પાકિસ્તાનના પ્રવાસે જશે.

    લેસ્ટરમાં માઈકલ ઓવેનના હસ્તે પાયારુપ ફૂટબોલ પ્રોજેક્ટ

    ઈંગ્લેન્ડના દંતકથારુપ ફૂટબોલર્સ માઈકલ ઓવેન અને સાની સુપ્રાના વડપણ હેઠળ લેસ્ટરમાં નવા પાયાના ફૂટબોલની પહેલ લોન્ચ કરવામાં આવનાર છે. આ પહેલ ડાઈવર્સ ફૂટબોલર્સની નવી પેઢી અને સ્થાનિક યુવાનોને સ્પર્ધાત્મક ફૂટબોલ સાથે પરિચય કરાવાશે. આ ઈવેન્ટ ૨૦૧૯ની પહેલી ઓગસ્ટે રુશિ ફિલ્ડ્સ, રીક્રીએશન ગ્રાઉન્ડમાં લેસ્ટર ભારત ફૂટબોલ ક્લબ ખાતે લોન્ચ કરવામાં આવશે. આ ઈવેન્ટનું લક્ષ્ય મોટી સંખ્યામાં બ્રિટિશ એશિયનો અને સ્થાનિક પ્રતિભાઓ પ્રોફેશનલ ફૂટબોલમાં રસ લેવામાં જાગૃત થાય તે છે.

    લેફ. કર્નલ ધોની કાશ્મીરમાં ગાર...

    ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ વર્લ્ડ કપ બાદ ક્રિકેટમાંથી બે મહિનાનો બ્રેક લઈને આર્મીમાં ફરજ બજાવવાનો નિર્ણય કર્યો છે. ભારતીય સૈન્યની ટેરિટોરિયલ આર્મીમાં ઓનરરી લેફ્ટનેન્ટ કર્નલનો હોદ્દો ધરાવતા ધોની હવે ટૂંક સમયમાં જ આર્મીના યુનિફોર્મમાં કાશ્મિરમાં પેટ્રોલિંગ કરતો જોવા મળશે. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટનને આર્મીએ કાશ્મીરમાં પેટ્રોલિંગની સાથે ગાર્ડ-પોસ્ટની ફરજ સોંપી દીધી છે.

    આઇસીસી વર્લ્ડ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતવા માટે હોટ ફેવરિટ ગણાતી ટીમ ઈન્ડિયા સેમી-ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે આઘાતજનક ધબડકા બાદ હારીને બહાર ફેંકાઈ હતી. કરોડો ભારતીય ક્રિકેટચાહકોના દિલ તોડી નાંખનારા આ પરાજયના ત્રણ સપ્તાહ બાદ કેપ્ટન કોહલીએ કહ્યું છે કે વર્લ્ડ કપની સેમી-ફાઈનલમાંથી બહાર ફેંકાઇ જવું ખૂબ જ આઘાતજનક હતું.