એક યુવાન કમ્પ્યુટર પર કોઈ મહત્ત્વનું ફોર્મ ભરી રહ્યો હતો. કમ્પ્યુટરનું કર્સર એ રીતે એ ફેરવતો હતો કે જાણે કોઈક બાઈકર ઝીગઝેગ ડ્રાઈવ કરતો હોય. એને જ્યાં કર્સર મૂકવાનું હોય તો ત્યાં જતાં પહેલાં ડાબે-જમણે, ઉપર-નીચે એમ ક્યાંયે ફરી આવે અને પછી મૂળ જગ્યાએ જાય.
અજવાળું અજવાળું
Block: Site: Subtree Block
‘દુનિયામાં કોઈ કોઈનું નથી... સહુ સ્વાર્થના સગાં છે સાયેબ, આ બધી માનવ ધર્મની ને સંવેદનશીલતાની ને બીજી બધી ડાહી ડાહી વાતો નકામી છે.’ ચોરે બેઠેલા કાકાઓ વચ્ચે દુનિયાભરની ચર્ચા ચાલતી હતી. એમાં એક બોલ્યા ને વળી બીજાએ ટાપશી પુરાવી.
‘અરે, કૈસે લોગ હો આપ? ગોવા ગયે ઔર ૩૧ ડિસેમ્બર કે દિન વાપીસ આ ગયે?’ ઓફિસમાં સખીએ કહ્યું. ‘હમ લોગ ગયે થે કેવલ ઔર કેવલ સનબર્ન મ્યુઝિક ફેસ્ટિવલ કે લીયે, અગર હમ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર મનાને ગયે હોતે તો જરૂર રુક જાતે...’ જવાબ મળ્યો, ને ઉમેર્યું, ‘છેલ્લા બે-ત્રણ વર્ષથી અમારી ઈચ્છા હતી આ મ્યુઝિક ફેસ્ટિવલ અટેન્ડ કરવાની. આ વર્ષે બધી અનુકૂળતા થઈ તો જઈ આવ્યા. મસ્તીથી ઝૂમ્યા ને ગોવામાં ગરમીમાં બીચ પર ફરીને આવી ગયા.’
‘સાચ્ચે જ જાણે શબ્દની અલખ આરાધના થતી હોય એવું લાગ્યું...’ ‘અહીં અલખ કાર્યક્રમમાં જાણે પ્રેમનો મલક સૂર-શબ્દથી અનુભવાયો...’ ‘કલાકારોની પ્રસ્તુતિમાં પ્રાચીન સંતવાણી માટેનો એમનો પ્રેમ પણ ઝલકતો હતો...’ કાર્યક્રમ પૂરો થયે શ્રોતાઓ પરસ્પરને આવા વાક્યોમાં પોતાની સંવેદના કહેતા હતા અને કાર્યક્રમને બિરદાવતા હતા.
‘હજી તો ઉંમર જ શું છે એની? ફક્ત પાંચ કરોડ વર્ષ... એક નવયુવાનમાં હોય એવો તરવરાટ ને તોફાન ને તાંડવ બદ્ધુ એને હસ્તગત છે. ’ સુરતના કર્મવીર ભટ્ટ જેના વિશે વાત કરી રહ્યા હતા એ હતો પર્વતાધિરાજ હિમાલય.
દેજે દેજે અબુધ શિશુને, તું જ સદબુદ્ધિ દેજે, રહેજે રહેજે અમ પર સદા, તું પ્રસન્ન જ રહેજે... અરબી સમુદ્રના કાંઠે આવેલા દક્ષિણ ગુજરાતના પ્રવાસન અને આધ્યાત્મિક ક્ષેત્રે જાણીતા એવા તીથલના દરિયાકિનારે આ પંક્તિઓ ગવાઈ રહી છે. સાનિધ્ય છે જૈન ધર્મના જાણીતા એવા બંધુત્રિપુટી પૂજ્યશ્રી કિર્તીચંદ્રજી મહારાજ, પૂજ્યશ્રી મુનીચંદ્રજી મહારાજ, પૂજ્યશ્રી જીનચંદ્રજી મહારાજ અને પૂજ્ય બહેન મહારાજ તથા પૂજ્ય સાધ્વીશ્રી રમાકિર્તીશ્રીજી. ૧૯૯૦ના વર્ષથી એમના સાનિધ્યમાં જવાનું થાય, ભક્તિસંગીત, પુસ્તક કે સ્મરણિકા સંકલન થાય, સરસ્વતી મંત્ર સાધના શિબિરમાં સરસ્વતી મંત્ર આરાધના વિધિવિધાન સાથે થાય. ત્રણ દાયકા દરમિયાન વિતાવેલા કેટકેટલા દિવસો અને સંગીતનું વાતાવરણ આજે સ્મરણ પર દરિયાના મોજાંની જેમ છવાયું કારણ કે વસંતપંચમી આવી.
ફરીને અવસર એ આવ્યો, રામનું નામ ફરીને ગુંજશે, ફરી એ જ અમૃતવાણી પામશે, ધન્ય ધરા આ જલિયાણની... આ શબ્દો ચરિતાર્થ થયા, માતુશ્રી વીરબાઈમા અને પૂજ્ય જલારામ બાપાના સેવાધર્મની બસ્સો વર્ષથી સતત પ્રજ્વલિત જ્યોતની ઊજવણી સ્વરૂપે. અન્નક્ષેત્ર દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે ભાવપૂર્ણ રીતે ભક્તિમય વાતાવરણમાં ભજન અને ભોજનના પ્રયાગ સમાન વીરપુરમાં પૂજ્ય મોરારિબાપુના શ્રીમુખેથી રામકથાનું ગાન થયું.
મોબાઈલ એપ પર સંગીત સાંભળી રહેલી કોલેજમાં ભણતી દીકરીએ ડેડીને કહ્યું, ‘આ વખતે શિવરાત્રિમાં સોમનાથ જવાના છીએ તો રસ્તામાં સાંભળવા શિવસ્તુતિ, શિવ ભજનો હું એકઠા કરું છું.’ એમ કહીને રૂદ્રાષ્ટકમ તો સંભળાવ્યું પણ ખરું. ગોસ્વામી તુલસીદાસનું સ્મરણ કરીને પૂજ્ય મોરારિબાપુએ એપ્રિલ ૨૦૧૬માં ઉજ્જૈનમાં કહેલી ‘માનસ-મહાકાલ’ કથાની પુસ્તિકા આપી તો એક દિવસમાં એ વાંચી ગઈ અને ૨૧મી સદીના પ્રથમ દાયકામાં કુંભમેળામાં કથા-શ્રવણ માટે ગયા હતા તેના સંસ્મરણો પણ યાદ કર્યાં.
આનંદ એના સ્કૂટર પર ધીમે ધીમે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. અચાનક એનું ધ્યાન ગયું કે આગળ જઈ રહેલી કારની ડ્રાઈવર સીટમાંથી જમણો હાથ બહાર આવ્યો છે અને તેના દ્વારા પોતાને વાહન રોકવા ઈશારો થઈ રહ્યો છે. નવાઈ લાગે કે કોણ હશે? શું હશે? હાથમાં પહેરેલી ઘડિયાળ-બંગડી અને વસ્ત્રો પરથી ખ્યાલ આવ્યો કે કોઈ યુવતી છે, જે એને રોકી રહી છે. ગાડી સાઈડમાં ઊભી રહી, એણે પણ આગળ જઈને પોતાનું સ્કૂટર રોક્યું. એ યુવતી કારમાંથી બહાર આવી. બંનેની આંખો મળી. ‘અરે તું...?!’ બંનેના વાક્યો એકબીજામાં ભળ્યા અને એ બંને પણ એકબીજાને વ્હાલથી મળ્યાં. વાસ્તવમાં બંનેની આંખોમાં હર્ષના વર્ષો બાદ મળ્યાના આંસુ હતા.
‘આજે ધૂળેટીના પર્વ નિમિત્તે મારો શો છે... હું સરસ મજાની વાતો કરવાનો છું, થોડા પ્રેમપત્રો વાંચવાનો છું અને ઉત્તમ કલાકારો રંગોત્સવના ગીતો ગાવાના છે, તું અને આહના આવજો, મારી વાઈફ અને બીજા ચાર મિત્રો પણ આવે છે. મજા પડશે. ટીકીટોની વ્યવસ્થા કરી લીધી છે.’ તપને એના મિત્ર અભિષેકને ફોનમાં કહ્યું. રાત્રે કાર્યક્રમમાં ગયા પણ જેમ જેમ કાર્યક્રમમાં તપન વાતો કરતો ગયો તેમ તેમ અભિષેક અને આહનાના ચહેરા ઉપર જાણે કેસુડા ખીલ્યા હોય એવા રંગો રાત્રે પણ છવાઈ ગયા હતા. એવું તે શું વર્ણન તપને રંગોત્સવના એ કાર્યક્રમમાં કર્યું કે કાર્યક્રમમાંથી પરત આવીન ગાડીમાં બેસીને અભિષેકે તપનને પાંચ-સાત ધુંબા માર્યા. ને તપન હસતો જ રહ્યો.
