વડીલો સહિત સહુ વાચક મિત્રો, વર્ષ આવ્યું ને ગયું.... દિવાળી ઉજવાઇ ગયાને પખવાડિયું વીતી ગયું, અને આજે પાંચ નવેમ્બર - કાર્તિકી પૂર્ણિમાની તિથિએ આ કોલમ આકાર લઇ રહી છે ત્યારે આપણે સહુ દેવ દિવાળી ઉજવી રહ્યા છીએ. મારા-તમારા જેવા કાળા માથાના માનવીઓની દિવાળી એટલે પ્રકાશનું પર્વ દીપોત્સવ. ફેસ્ટિવલ ઓફ લાઇટ... આપણા અંતરમનને અજવાળવાનું પર્વ. જ્યારે દેવ દિવાળી એટલે - મારા મતે - ફેસ્ટિવલ ઓફ લાઇફ...
જીવંત પંથ
Block: Site: Subtree Block
વડીલો સહિત વાચક મિત્રો, આપ સહુ સુજ્ઞજનો, મારા સાથીદારો અને પરિવારજનોના સાથ-સહયોગ-આશીર્વાદ તેમજ પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી મારા બ્રિટન આગમનને સુખરૂપ 60મું વર્ષ શરૂ થયું છે. 19 નવેમ્બરે 1966ની વહેલી સવારે બહુ થોડાક સામાન સાથે લંડનની ધરતી પર પગ મૂક્યો ત્યારે મનમાં થોડોક ડર-આશંકા જરૂર હતા, પણ હૈયે હામ હતી. દેશ નવો હતો, ધરતી નવી હતી, લોકો નવા હતા, પણ જુસ્સો જૂનો હતો. ગમેતેવા કપરા સમય-સંજોગ સામે ઝઝૂમી લેવાના સ્વભાવે જ મને ધબકતો રાખ્યો છે એમ કહું તો ખોટું નથી. 1972માં રિલીઝ થયેલી ‘શોર’ ફિલ્મનું બહુ જાણીતું ગીત છેઃ જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહ શામ... જાણ્યે-અજાણ્યે બસ, આ જ શબ્દોને જીવ્યો છું, અનુસર્યો છું.
વડીલો સહિત વાચક મિત્રો, સ...મા...જ - શબ્દ સાડા ત્રણ અક્ષરનો છે, પણ સંસ્કાર-વારસો-ઇતિહાસ-કળા-પરંપરા બધેબધું સાચવી જાણે. પણ આ સમાજ બને છે કઇ રીતે? ચોક્કસ વર્ગના વ્યક્તિઓનો સમૂહ એટલે સમાજ. એક સમયે ગુફાઓ-કંદરાઓમાં રહેતા મનુષ્યનો પરિવાર જેમ જેમ વિસ્તરતો ગયો એમ એમ અસ્તિત્વ ટકાવવા માટેની જિજિવિષા પ્રબળ બનતી ગઇ. સમાન વિચારસરણી ધરાવતા લોકોના જૂથ બનતા ગયા. સહુકોઇ વિકસતા ગયા. અને વિસ્તરતા પણ ગયા.
વડીલો સહિત વાચક મિત્રો, પરમકૃપાળુ પરમાત્માની અસીમ કૃપા, અને આપ સહુના આશીર્વાદ હોય પછી જીવનમાં બીજું જોઇએ શું?! બંદો ફરી આપની સેવામાં હાજર છે. ‘ભૂલ્યા વિસર્યાના ભેરુ થાજો રે લોલ...’ શબ્દો સીધાસરળ, પણ બહુ જ અર્થસભર. સીધા દિલને સ્પર્શી જાય તેવા. આ જ કારણ છે કે (પૂ. કમળાબાના) ચંદ્રકાન્તે બાળપણમાં કરનાળી મુકામ વેળા સાંભળેલું ભજન આજેય તેના કાનમાં ગૂંજે છે!
વડીલો સહિત સહુ વાચક મિત્રો, ક્રિસમસ પર્વના આગમન સાથે જ નૂતન વર્ષનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આનંદ-ઉમંગ-ઉલ્લાસના સપરમા દિવસોમાં આ કોલમ આકાર લઇ રહી છે તેનો સવિશેષ આનંદ છે. આપ સહુએ પણ સ્વજનો સાથે મોજમજા-ઉજવણી કરી હશે, અને હજુ પણ કરી રહ્યા હશો. ન્યૂ યર સેલિબ્રેશન એક દિવસમાં સમેટાઇ જાય એવું તે કેમનું બને?! સેલિબ્રેશનના આ સમયમાં સ્વજનોનો સાથ એટલે જાણે સોને પે સુહાગા... પણ જેઓ એકલા છે - વયસ્ક છે - વંચિત છે - જરૂરતમંદ છે તેમનું કોણ? આ લોકોની સંગાથે આપણા ‘હિન્દુસ્તાની’ સાન્તા ક્લોઝ પહોંચ્યા હતા!
વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે નૂતન વર્ષના ત્રીજા દિવસે - પોષી પૂનમના પાવન પર્વે આ કોલમ કંડારાઈ રહી છે. અહીં બ્રિટનમાં બર્ફીલું મોજું ફરી વળ્યું છે ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ફુલગુલાબી ઠંડીના માહોલમાં આદ્યશક્તિ અંબે માતનો પ્રાગટ્યોત્સવ રંગેચંગે ઉજવાઇ રહ્યો છે. અંબે માતના ચરણોમાં એટલી જ પ્રાર્થના કે સહુ કોઇને હેમખેમ રાખે અને સુખીસમૃદ્ધ કરે. કુદરતથી લઇને કાળા માથાનો માનવી સહુ કોઇ પોતપોતાનું કામ કરી રહ્યા છે. નવા વર્ષના આરંભે સહુ કોઇએ નીતનવા સંકલ્પો કર્યા હશે. સદભાગ્યે મારો તો એક જ સદાબહાર સંકલ્પ રહ્યો છે - જ્ઞાનયજ્ઞ અને સેવાયજ્ઞ. આપ સહુના સાથસહકારથી આ બન્ને સંકલ્પો સાકાર થઇ રહ્યા છે વાતનો આનંદ છે.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણી ભાષાના મુઠ્ઠીઊંચેરા સર્જક ઉમાશંકર જોષીની કલમે અવતરેલી રચના ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા...’ સુપ્રસિદ્ધ છે. કવિતાનો નાયક મોકળા પગે ને ખુલ્લા મને કુદરતનો ખોળો ખૂંદવા એટલો તત્પર છે કે તેને ભોમિયાનો સંગાથ પણ સ્વીકાર્ય નથી. વ્યક્તિને કંઇક સાહસ કરવા - કંઇક નોખુંઅનોખું રજૂ કરવા માટે એકલપંડે આગળ વધવા જીવનબોધ આપતો આ વિચાર ઉત્તમ છે, અને ઉમદા પણ. હૈયે જો હામ હોય તો પ્રવાસી માટે એકલપંડે પ્રવાસપંથે કે પ્રગતિપંથે નીકળી પડવું મુશ્કેલ નથી, પણ સામૂહિક વિકાસ - આગેકૂચની વાત આવે છે ત્યારે તો સબકા સાથ, સબકા વિકાસના સૂત્રને અનુસરવામાં જ ભલાઇ છે.
વડીલો સહિત સહુ વાચકમિત્રો, અલ્પ... વિરામ બાદ ફરી એક વખત આપ સહુ સમક્ષ ઉપસ્થિત થઇ રહ્યાનો આનંદ તો છે જ પરંતુ તેનાથીય અદકો આનંદ છે પાંચમી મેના આગમનનો... ‘ગુજરાત સમાચાર’ના વધુ એક જન્મદિનનો. આપના જેવા અગણિત વાચકોએ જેને હૃદયસિંહાસન પર સ્થાન આપ્યું છે તેવું આ સમાચાર સાપ્તાહિક જ્ઞાનયજ્ઞ - સેવાયજ્ઞની 54 વર્ષ લાંબી જ્વલંત પ્રકાશન યાત્રા પૂરી કરીને 55મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. ભૂતકાળ ભણી નજર કરું છું તો સેંકડો સ્મરણો - સંભારણાની હકડેઠઠ ભીડ જોવા મળે છે ને ભાવિ ભણી નજર કરું છું તો દૈદિપ્યમાન અને વધુ આશાવંત પ્રગતિપથ જોવા મળી રહ્યો છે.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, વીતેલા સપ્તાહે લખ્યું હતું તેમ આપણા આંગણે રળિયામણી ઘડીનો અવસર આવી ગયો છે. આપના પ્રિય ‘ગુજરાત સમાચાર’ સમાચાર સાપ્તાહિકે પાંચમી મેના રોજ જ્વલંત પ્રકાશન યાત્રાના 55મા વર્ષમાં શાનદાર પ્રવેશ કર્યો છે. ‘ગુજરાત સમાચાર’ની શાનદાર સફળતાના યશના અધિકારી આપ સહુ માનવંતા વાચક મિત્રો છો તો તેને શબ્દદેહ આપવાનો - નયનરમ્ય બનાવવાનો યશ જાય છે ‘ગુજરાત સમાચાર’ની ટીમ ઇંડિયાને. ‘ગુજરાત સમાચાર’નો આત્મા લંડન કાર્યાલય છે તો તેની કરોડરજ્જૂ અમદાવાદ કાર્યાલય છે એમ કહું તો પણ અતિશ્યોક્તિ નહીં ગણાય. આથી જ આજે - આ સપ્તાહની કોલમમાં - પરદા પાછળના કર્મયોગીઓનો આપ સહુને પરિચય કરાવવા ઇચ્છું છું. આપ સહુ માદરે વતન ગુજરાતની મુલાકાતે વર્ષે એકાદ વખત તો અવશ્ય જતા જ હશો. હું આપ સહુને ભારપૂર્વક - લાગણીપૂર્વક આગ્રહ કરીશ કે થોડોક સમય કાઢીને ‘ગુજરાત સમાચાર’ના અમદાવાદ કાર્યાલયની મુલાકાતે અચૂક જજો. મારા આ સહયોગીઓ - કર્મયોગીઓ ખરેખર મળવા જેવા માણસો છે. અમદાવાદ કાર્યાલયની એક મુલાકાત આપના માટે અવિસ્મરણીય બની રહેશે તેની હું ખાતરી આપું છું. તો આવો મળીએ - ટીમ ઇંડિયાને...
વડીલો સહિત સહુ વાચક મિત્રો, એક સામાન્ય વેપારીમાંથી મારા પત્રકારપ્રવેશ બાબત આપ સહુ સુવિદિત છો. થોડુંક ચિંતન કર્યું હતું. ત્રણેક દિવસ થિયોસોફિકલ લોજમાં રહીને મનોમંથન કર્યું હતું, અને એકાદ વીક થોમસન ફાઉન્ડેશનના પત્રકારત્વના કોર્ષમાં તાલીમ પણ લીધી હતી. આ બધું કરવા પાછળનું કારણ એ હતું કે માનસપટલ પર વાડીલાલ ડગલીનું નામ તરવરતું હતું. 1950 પૂર્વે તેઓ અમેરિકન ફાઉન્ડેશનના વિદ્યાર્થી તરીકે મુંબઇથી અમેરિકા ગયા. બે’ક વર્ષ તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું, પરંતુ આ દેશપ્રેમીને અમેરિકામાં સ્થાયી થવાનો મોહ નહોતો. મનમાં અલગ જ, પણ ઉત્તમ ઉદ્દેશ આકાર લઇ રહ્યો હતો.
