ચીનના સંસદગૃહે આખરે રાષ્ટ્રપતિ શી જિનપિંગને વધુ શક્તિશાળી બનાવતા બંધારણીય સુધારા પર મંજૂરીનું મત્તું મારી દીધું છે. ચીનમાં અત્યાર સુધી કોઇ પણ રાષ્ટ્રપતિ માત્ર બે જ મુદત (એટલે કે દસ વર્ષ) સુધી હોદ્દા પર રહી શકતા હતા. માઓત્સે તુંગની જેમ કોઇ સર્વોચ્ચ નેતા આજીવન સત્તા હસ્તગત ન કરી શકે તે માટે ચીનમાં આ બંધારણીય જોગવાઇ કરવામાં આવી હતી. જોકે હવે જિનપિંગ ઇચ્છે તો આજીવન રાષ્ટ્રપતિ પદે રહી શકે છે. પહેલી નજરે ભલે આ મામલો ચીનની આંતરિક બાબત ગણાય, પરંતુ ખરેખર એવું નથી. ક્યો દેશ, કઇ વ્યક્તિને પોતાના નેતાપદે ચૂંટે છે એ તેની આંતરિક બાબત હોઇ શકે છે, પરંતુ ચીનની વાત અલગ છે. તેનું આંતરિક રાજકારણ સમગ્ર દુનિયાને પ્રભાવિત કરે છે. દુનિયાભરના તમામ મોટા દેશોમાં ચીન એકમાત્ર એવો દેશ છે જ્યાં લોકતંત્ર નથી. અમેરિકા, ઈંગ્લેન્ડ, ફ્રાંસ, ભારત, જાપાન, જર્મની જેવા તમામ મોટા દેશોની સરકારોને પ્રજા લોકશાહી ઢબે ચૂંટે છે. એવું પણ કહી શકાય કે આ ચૂંટાયેલી સરકારને જનમત અને લોકલાગણીને ધ્યાનમાં લેવા પડે છે. જ્યારે ચીનમાં એક જ પક્ષની સરકાર છે. લોકલાગણી કે જનમતને તો ત્યાં કોઇ સ્થાન જ નથી. આ સંજોગોમાં જિનપિંગને રાષ્ટ્રપતિપદે આજીવન રહેવાના અધિકારથી દુનિયા પર અચૂક રાજકીય પ્રભાવ પડશે જ.
તંત્રીલેખ
Block: Site: Subtree Block
જ્યારે દરેક વ્યક્તિ સન્માન સાથે જીવવાનો અધિકાર ધરાવતી હોય તો પછી સન્માન સાથે મરવાનો કેમ નહીં? ભારતમાં લાંબા સમયથી ચર્ચાના ચોતરે ચઢેલા આ પ્રશ્નનો જવાબ આખરે સર્વોચ્ચ અદાલતે આપી જ દીધો છે. સુપ્રીમ કોર્ટે કેટલીક આકરી શરતોને આધીન ભારતીયોને ‘ઇચ્છામૃત્યુ’નો અધિકાર આપતો ચુકાદો ફરમાવ્યો છે. કોર્ટે આ સીમાચિહનરૂપ ચુકાદો આપતી વેળા સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીના શબ્દો ટાંક્યા છે. કોર્ટે જીવનની તુલના દિવ્ય જ્યોતિ સાથે કરી છે તો સાથોસાથ જીવન અને મૃત્યુને એક સિક્કાની બે બાજુ પણ ગણાવ્યા છે. તો આ ચુકાદા સાથે જ અદાલતે દરેક વ્યક્તિને ‘લિવિંગ વિલ’નો અધિકાર આપ્યો છે. જે અંતર્ગત વ્યક્તિ હવે પોતાની હયાતીમાં જ એવું વિલ કરી શકશે કે ભવિષ્યમાં પોતે ગંભીર કે અસાધ્ય રોગની સારવાર દરિમયાન એવી સ્થિતિમાં પહોંચી જાય કે જેની સારવાર જ શક્ય ન હોય અથવા તો કાયમ માટે કોમામાં સરી પડે અને અચેતન હાલતમાં જ વેન્ટિલેટર પર દિવસોના દિવસો સુધી મૂકવા પડે એવી સ્થિતિમાં આવી જાય તો તેવા સંજોગોમાં તેમની લાઇફ સપોર્ટ સિસ્ટમ બંધ કરી દેવામાં આવે. આવું વિલ ના થયું હોય તો તેવા સંજોગોમાં દર્દીના સ્વજનો લાઇફ સપોર્ટ સિસ્ટમ બંધ કરવા દેવાની પરવાનગી માટે હાઇ કોર્ટનો પણ સંપર્ક કરી શકશે.
ગુજરાત અને હિમાચલ પ્રદેશના ચૂંટણી પરિણામોના પડઘા હજુ શમ્યા નથી ત્યાં પૂર્વોત્તર ભારતના ત્રણ રાજ્યોના ચૂંટણી પરિણામો દેશવાસીઓ સમક્ષ આવી ગયા છે. દેશના ઇતિહાસમાં કદાચ પહેલી વખત પૂર્વોત્તરના ચૂંટણી પરિણામોની ચર્ચા રાષ્ટ્રીય સ્તરે થઇ રહી છે. આ ચૂંટણીને રાજકીય પંડિતોમાં ચર્ચાનો વિષય બનાવવાનો જશ ભાજપને જાય છે એમ કહીએ તો પણ ખોટું નથી.
પંજાબ નેશનલ બેન્કના મહાકૌભાંડ સંદર્ભે નાણાંપ્રધાન અરુણ જેટલી પાસેથી આવા જવાબની આશા નહોતી. ભારતના બેંકિંગ સેક્ટરની વિશ્વસનીયતાને હચમચાવી નાખનાર આ ગેરરીતિ વિશે દિવસો સુધી ચૂપકિદી સેવ્યા બાદ નાણાંપ્રધાને મોઢું તો ખોલ્યું, પણ જવાબદારીનો ઓળિયો-ઘોળિયો ચાર્ટર્ડ એકાઉન્ટન્સ (સીએ) અને ઓડિટર્સ પર નાખી દીધો છે. જાણે કે આટલા મોટા ગોટાળાને અટકાવવાની સરકારની કોઇ જવાબદારી જ નહોતી. આ કૌભાંડમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર બેન્કનો પૂર્વ અધિકારી ગોકુલનાથ શેટ્ટી પૂછપરછમાં કબૂલી ચૂક્યો છે કે તે ૨૦૦૮થી લેટર્સ ઓફ અંડરટેકિંગ (એલઓયુ)ના ઓઠા તળે ગેરરીતિ આચરતો હતો. મતલબ કે દસ વર્ષથી કૌભાંડ ચાલતું હતું. આ અરસામાં બે - બે સરકારોએ દેશની શાસનધૂરા સંભાળી, પણ તેને પકડનારું કોઇ નહોતું. કોંગ્રેસના રાજમાં નહીં અને ભાજપના રાજમાં પણ નહીં. કોંગ્રેસ નેતાઓ પાસે એ વાતનો જવાબ નથી કે જો ગોટાળો ૨૦૦૮થી ચાલતો હતો તો તે વેળા તેમની સરકાર કેમ સૂતી રહી? આ જ સવાલનો જવાબ ભારતીયો વર્તમાન સરકાર પાસેથી જાણવા માગે છે, પરંતુ જવાબ દેવા માટે કોઇ તૈયાર નથી.
દેશ કોઇ પણ હોય, લશ્કરના વડા જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે તેમનો અભિપ્રાય વ્યક્ત કરે છે ત્યારે સહુ કોઇ તેને ગંભીરતાથી ધ્યાને લેતા હોય છે, સંબંધિત વિભાગો દ્વારા સત્વરે આવશ્યક આનુષાંગિક પગલાં લેવાતાં હોય છે. પરંતુ ભારતની વાત અલગ છે. અહીં આર્મી ચીફ જનરલ બિપિન રાવતે ઘૂસણખોરીના મુદ્દે એક નિવેદન કર્યું કે કેટલાક તકસાધુ રાજકારણીઓએ કાગારોળ મચાવી દીધી. લશ્કરના વડાએ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં બાંગલાદેશીઓની વધી રહેલી વ્યાપક ઘૂસણખોરી અંગે ચેતવણીનો સૂર વ્યક્ત વ્યક્ત કર્યો છે. આમ તો દેશના આ ભાગમાં બાંગલાદેશ સરહદેથી થતી ઘૂસણખોરી નવાઇની વાત નથી, પણ જનરલ રાવત જેવા ઉચ્ચ લશ્કરી અધિકારીએ આંતરરાષ્ટ્રીય સંદર્ભમાં તેની ચર્ચા કરી છે.
ભારતમાં આર્થિક કૌભાંડો નવા નથી. હર્ષદ મહેતાનું શેરબજાર અંગેનું કૌભાંડ જુઓ કે તત્કાલીન ટેલિકોમ પ્રધાન ડી. રાજા અને કનીમોઝીએ ટુ-જી સ્પેક્ટ્રમની ફાળવણીના ગોટાળા જુઓ. કિંગફિશરના વિજય માલ્યાએ કરોડો રૂપિયાની લોન લીધા બાદ પરત ન કરીને બેન્કોને રાતા પાણીએ રડાવી. હવે નીરવ મોદીએ ભારતીય બેન્કીંગ સેક્ટરમાં તોતિંગ કૌભાંડ આચર્યું છે. દરેક કૌભાંડ વખતે હોબાળો થયો અને તમામ રાજકીય પક્ષોએ આ ગોટાળાઓને ચૂંટણીમાં મુદ્દા બનાવી કાદવ ઉછાળ્યો. સમાંતરે શાસક પક્ષ વિપક્ષ બન્યો અને વિપક્ષ સત્તામાં આવ્યો, પણ સ્થિતિમાં કોઇ બદલાવ જણાતો નથી. (જોકે, આ વેળાએ તપાસ-ધરપકડની સક્રિયતા નોંધપાત્ર બની રહી છે) નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે આચરેલું આશરે રૂ. ૧૧,૭૦૦ કરોડનું મહાકૌભાંડ દર્શાવે છે કે સરકાર ગમે તે પક્ષની હોય, ગોટાળાબાજોને ફરક પડ્યો નથી. આ ગોટાળામાં જવેલરી ઉદ્યોગ સાથે જોડાયેલા ટોચની હસ્તીઓ સામેલ છે.
ભારતમાં આર્થિક કૌભાંડો નવા નથી. હર્ષદ મહેતાનું શેરબજાર અંગેનું કૌભાંડ જુઓ કે તત્કાલીન ટેલિકોમ પ્રધાન ડી. રાજા અને કનીમોઝીએ ટુ-જી સ્પેક્ટ્રમની ફાળવણીના ગોટાળા જુઓ. કિંગફિશરના વિજય માલ્યાએ કરોડો રૂપિયાની લોન લીધા બાદ પરત ન કરીને બેન્કોને રાતા પાણીએ રડાવી. હવે નીરવ મોદીએ ભારતીય બેન્કીંગ સેક્ટરમાં તોતિંગ કૌભાંડ આચર્યું છે. દરેક કૌભાંડ વખતે હોબાળો થયો અને તમામ રાજકીય પક્ષોએ આ ગોટાળાઓને ચૂંટણીમાં મુદ્દા બનાવી કાદવ ઉછાળ્યો. સમાંતરે શાસક પક્ષ વિપક્ષ બન્યો અને વિપક્ષ સત્તામાં આવ્યો, પણ સ્થિતિમાં કોઇ બદલાવ જણાતો નથી. (જોકે, આ વેળાએ તપાસ-ધરપકડની સક્રિયતા નોંધપાત્ર બની રહી છે) નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે આચરેલું આશરે રૂ. ૧૧,૭૦૦ કરોડનું મહાકૌભાંડ દર્શાવે છે કે સરકાર ગમે તે પક્ષની હોય, ગોટાળાબાજોને ફરક પડ્યો નથી.
પાડોશી દેશ માલદિવમાં પ્રવર્તતો ઊકળતા ચરુ જેવા રાજકીય માહોલ ભારત માટે ચિંતાજનક તો હતો જ, પણ હવે તેમાં ચીનનો ચંચુપાત શરૂ થતાં ભારતની ચિંતામાં ઉમેરો થયો છે. ચીનનો એક જ ઇરાદો હોય છેઃ ભારતના પાડોશી દેશો અશાંતિની આગમાં ભડકે બળતા રહે ને તેનો ફાયદો પોતાને મળે. પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળમાં આ દાવ અજમાવ્યા બાદ હવે તેણે નાનકડા ટાપુ માલદિવ પર ડોળો માંડ્યો છે. પરિણામે લક્ઝરી રિસોર્ટ્સ માટે જાણીતું માલદિવ ભારત અને ચીન માટે પ્રાદેશિક પ્રભુત્વ માટે કેન્દ્રબિંદુ બન્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળ પર માત્ર ૪૮ કલાકમાં બીજો આતંકી હુમલો થયો છે. પહેલાં રવિવારે જમ્મુ સ્થિત સુજવાન આર્મી કેમ્પને નિશાન બનાવાયો જ્યારે સોમવારે આતંકીઓએ શ્રીનગરમાં સીઆરપીએફના હેડ કવાર્ટરને નિશાન બનાવ્યું. વધુ એક જવાન શહીદ થયો. વધુ એક વખત સંરક્ષણ પ્રધાને કહ્યું કે પાકિસ્તાનને દુઃસાહસની કિંમત ચૂકવવી પડશે. અને વધુ એક વખત ભારતીયોમાં સવાલ પૂછાઇ રહ્યો છેઃ ...પણ ક્યારે? સુજવાન હોય કે શ્રીનગર- આ હુમલા ગુપ્તચર તંત્રની નિષ્ફળતા દર્શાવે છે. દરેક આતંકી હુમલા વખતે સરકાર દાવો કરે છે કે સુરક્ષા દળોની છાવણીઓ - સવિશેષ તો પાકિસ્તાન સાથે જોડાયેલા સરહદી ક્ષેત્રોમાં આવેલા આવા સ્થળોની સુરક્ષામાં કોઇ કસર છોડાશે નહીં. પરંતુ આ દાવાઓ માત્ર કાગળ પર રહી જતા હોય તેવું લાગે છે.
સારું છે કે એક જ વર્ષ બચ્યું છે... નાણાંપ્રધાન અરુણ જેટલીના બજેટ સંદર્ભે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપેલા આ પ્રતિભાવમાં ભલે રાજકીય વક્રોક્તિ હોય, પરંતુ ભારતનો મધ્યમ અને નીચલો વર્ગ પણ પહેલી નજરે તો બજેટથી ખુશ નથી જ એ હકીકત છે. મોદી સરકારનો પાંચ વર્ષનો કાર્યકાળ આવતા વર્ષે પૂરો થાય તે પહેલાનું આ અંતિમ પૂર્ણ બજેટ હોવાથી સહજપણે જ મધ્યમ અને નીચલા વર્ગને આવકવેરામાં રાહતથી માંડીને અન્ય કલ્યાણકારી યોજનાઓ માટે ઘણી આશા હતી. આમ ભારતીયને ભરોસો હતો કે મતબેન્કને મજબૂત કરવા માટે પણ બજેટમાં ખાસ રાહતો હશે જ, હશે. પણ મોદી સરકારનું ૨૦૧૮-૧૯નું બજેટ તેમના માટે કોઇ વિશેષ સોગાદ લાવ્યું નથી. આને તમે લોકઅપેક્ષાથી વિપરિત, અણધાર્યા, નિર્ણયો લેવાની નરેન્દ્ર મોદીની સ્ટાઇલ પણ ગણાવી શકો.
