તંત્રીલેખ

No

Block: Site: Subtree Block

    ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાના ચૂંટણી પરિણામો જાહેર થઇ ગયા છે. રાજકીય પક્ષો અને નેતાઓ પરિણામોને પોતપોતાની રીતે મૂલવી રહ્યા છે. પરિણામોનું રાજકીય વિશ્લેષણ પણ લાંબા સમય સુધી થતું રહેશે. જોકે આ બધા છતાં એક વાત તો સ્પષ્ટ છે કે ૨૨ વર્ષથી ગુજરાતમાં રાજ કરી રહેલો ભાજપ પોતાનો ગઢ બચાવવામાં ભલે સફળ રહ્યો, પણ ભરશિયાળે તેને પરસેવો જરૂર વળી ગયો છે. બે દસકાથી ભાજપ-શાસિત ગુજરાતને દેશભરમાં વિકાસના મોડેલ તરીકે રજૂ કરાઇ રહ્યું છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વેળા આ જ વિકાસ મોડેલને આગળ કરીને ભાજપે ચૂંટણી લડી હતી અને જ્વલંત સફળતા પણ મેળવી હતી. આમ ગુજરાતને એક પ્રકારે ભાજપના અભેદ્ય કિલ્લો તરીકે જોવામાં આવતું હતું. પરંતુ આ વખતના વિધાનસભા ચૂંટણી પરિણામોએ કિલ્લામાં ગાબડું પાડ્યું છે. અઢી દસકામાં આ પહેલો પ્રસંગ હતો કે ૧૫૦ પ્લસનો દાવો કરનારા ભાજપને ૧૦૦ના આંકડે પહોંચવામાં પણ પન્નો ટૂંકો પડ્યો. મતહિસ્સો વધવા છતાં તેણે ૧૬ બેઠકો ગુમાવવી પડી છે. તેના છ પ્રધાનોને પરાજયનો સામનો કરવો પડ્યો છે.

    પાકિસ્તાનને તેની જ ભાષામાં પાઠ ભણાવવા માટે સર્જિકલ સ્ટ્રાઇક જેવા ભારતના સાહસિક પ્રયાસ છતાં સરહદી ક્ષેત્રમાં વધી રહેલી યુદ્ધવિરામ ભંગની ઘટનાઓ ચિંતાજનક છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ દર્શાવે છે કે વીતેલા મહિનાઓમાં માત્ર યુદ્ધવિરામ ભંગની ઘટનાઓ જ નહીં, પરંતુ તેમાં મૃત્યુ પામનારા કે ઘાયલ થનારા નાગરિકો અને સૈનિકોની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. પાકિસ્તાને આ વર્ષે ઓક્ટોબર સુધીમાં એટલે કે માત્ર ૧૦ મહિનામાં ૭૨૪ વખત સંઘર્ષવિરામનો ભંગ કર્યો છે, જે છેલ્લા સાત વર્ષમાં સૌથી વધુ છે. ૨૦૧૬માં આખા વર્ષનો આંકડો ૪૪૯ હતો. યુદ્ધવિરામ ભંગની ઘટનાઓમાં આ વર્ષે ૧૨ નાગરિકોના મૃત્યુ થયા છે જ્યારે ૧૭ સુરક્ષા જવાનો શહીદ થયા છે. પાકિસ્તાનના અંધાધૂંધ ગોળીબાર અને તોપમારામાં ૭૯ નાગરિકો અને ૬૭ સુરક્ષા જવાનો ઘાયલ થયા છે. આનાથી આગલા વર્ષોની વાત કરીએ તો, ૨૦૧૫માં સિઝફાયર ભંગની ૪૦૫ ઘટનાઓ, ૨૦૧૪માં ૫૮૩ ૨૦૧૩માં ૩૪૭, ૨૦૧૨માં ૧૧૪, ૨૦૧૧માં ૬૨ અને ૨૦૧૦માં ૭૦ ઘટનાઓ બની હતી.

    પડોશી દેશ માલદીવમાં ફરી એક વખત રાજકીય કટોકટીનો ખતરો મંડરાઇ રહ્યો છે. પડોશી દેશમાં અસ્થિરતાનો માહોલ કોઇ પણ દેશના શાસકો માટે ચિંતાનો  મામલો બનવો સ્વાભાવિક છે, પરંતુ માલદીવ મુદ્દે ભારત માટે વધુ ચિંતાની બાબત છે તેણે આર્થિક મહાસત્તા ચીન સાથે કરેલી વ્યાપાર સમજૂતી. માલદીવની અબ્દુલ યામીન સરકારે પોતાના જ દેશવાસીઓને અંધારામાં રાખીને ચીન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) કર્યો છે.  

    પાકિસ્તાનના કાળાં કરતૂતો અટકે તેમ લાગતું નથી. મહાનગર મુંબઇમાં ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ થયેલા આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદને તેણે છોડી મુક્યો છે. આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબા પર પ્રતિબંધ લદાયા બાદ જમાત-ઉદ્-દાવાના નામથી નવું સંગઠન ઉભું કરનારો સઇદ ગયા જાન્યુઆરીથી નજરકેદ હતો. જે હવે લાહોર હાઇ કોર્ટના આદેશથી મુક્ત થયો છે. સઇદની મુક્તિનો નિર્ણય દર્શાવે છે કે પાકિસ્તાનની મથરાવટી મેલી જ છે. તે આતંકવાદીઓને આશરો અને સમર્થન આપવાની પોતાની જૂની નીતિરીતિ બદલવા માગતું નથી. ભારતે આ નિર્ણય સામે આકરો વિરોધ નોંધાવતા આરોપ મૂક્યો છે કે પાકિસ્તાન એક ખતરનાક આતંકવાદીને મુખ્ય પ્રવાહમાં લાવવાનું ષડયંત્ર રચી રહ્યું છે. સઇદે પણ મુક્તિ બાદ ખુલ્લેઆમ નિવેદન કર્યું છે કે કાશ્મીરીઓના આઝાદી માટેના જંગને તેનું સમર્થન ચાલુ જ રહેશે. આમ પણ સઇદ ડગલે ને પગલે ભારત વિરુદ્ધ ઝેર ઓકતો જ રહ્યો છે તેમાં કંઇ નવું નથી. પહેલા લશ્કર તૈયબા અને હવે જમાત-ઉદ્-દાવાના આતંકીઓ તેના ઇશારે કાશ્મીર સહિતના ભારતના અન્ય પ્રદેશોમાં આતંક ફેલાવતા રહ્યા છે. સઇદના કાળાં કારનામાથી આખી દુનિયા વાકેફ છે, પરંતુ પાકિસ્તાન અને ચીન જેવા કેટલાક નઠારા દેશો તેને છાવરી રહ્યા છે. સઇદને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાના ભારતના પ્રયાસોમાં ચીન લાંબા સમયથી રોડાં નાખી રહ્યું છે. 

    ભારતીય ક્રિકેટ ટીમના તેજતર્રાર કેપ્ટન વિરાટ કોહલીએ વધુ એક વખત રમતના મેદાનમાં ઝમકદાર દેખાવ કરીને તેના નામને અનુરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. ટીમ ઇંડિયાએ ઘરઆંગણે રમાયેલી બીજી ટેસ્ટમાં ભલે વિરાટના જ નેતૃત્વમાં શ્રીલંકાને હરાવીને જ્વલંત વિજય મેળવ્યો, પરંતુ સહુના મોઢે તો તેના વ્યક્તિગત દેખાવની જ ચર્ચા છે. શ્રીલંકા સામેની ટેસ્ટમાં વિરાટે ૨૧૩ રનની ઇનિંગ રમીને એક સાથે અનેક વિક્રમ પોતાના નામે કર્યા છે. એક વર્ષમાં ૧૦ સેન્ચ્યુરી ફટકારનાર તે પહેલો કેપ્ટન બન્યો. કેપ્ટન તરીકે ૧૨ સદી પણ પૂરી કરી. આ પહેલાં આ રેકોર્ડ સુનીલ ગાવસ્કરના નામે હતો. વિરાટે કેપ્ટન તરીકે સૌથી વધુ બેવડી સદી ફટકારવાના વેસ્ટ ઇંડીઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારા (પાંચ)ના વિક્રમની બરાબરી પણ કરી. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન તરીકે એક વર્ષમાં સૌથી વધુ સદી ફટકારવાના ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટીંગ અને સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથના રેકોર્ડ પણ ધ્વસ્ત કર્યા. આ બન્નેએ નવ સદી ફટકારી હતી. અને કન્વર્ઝન રેટની સરખામણી થાય તો તે સર ડોન બ્રેડમેન કરતાં પણ એક ડગલું આગળ છે. કેપ્ટન કોહલી ૧૬મી વખત ૫૦ના સ્કોરથી આગળ વધ્યો છે અને ૧૨ વખત તેણે આ સ્કોરને સદીમાં ફેરવ્યો છે. ૭૫ ટકા કિસ્સામાં તેણે ફિફટી પ્લસ સ્કોરને સદીમાં બદલ્યો છે. સર બ્રેડમેનનો આ કન્વર્ઝન રેટ ૬૭ છે.  

    આખરે રાહુલભક્તોની ઈચ્છા ફળી રહી છે. ૧૩૨ વર્ષની ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી કોંગ્રેસના તારણહાર બનીને સત્તાસ્થાને બેસાડવાની જવાબદારીથી અત્યાર સુધી દૂર ભાગી રહેલા નેહરુ-ગાંધી વંશના ૪૭ વર્ષીય યુવરાજ રાહુલ ગાંધી ટુંક સમયમાં જ કોંગ્રેસ પાર્ટીનું વડપણ સંભાળી લેશે. કોંગ્રેસ વર્કિંગ કમિટીએ પક્ષપ્રમુખની ચૂંટણીનું જાહેરનામુ બહાર પાડી દીધું છે અને જેની કોઈ શક્યતા નથી તેવો અન્ય ઉમેદવાર સ્પર્ધામાં બહાર ન આવે અને મતદાન કરાવવું ન પડે તો પાંચ ડિસેમ્બરે ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કોંગ્રેસના અધ્યક્ષપદે નિર્વિરોધ તાજપોશી થઈ જશે. આમ, ગુજરાત  વિધાનસભા ચૂંટણી માટે ૯ ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન યોજાય તે અગાઉ કોંગ્રેસને નવા પ્રમુખ મળી જશે. ભાજપ માટે ગઢ બની રહેલા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી રાહુલ ગાંધી માટે લિટમસ ટેસ્ટ સમાન બની રહેશે તેમાં જરા પણ શંકા નથી. રાહુલ પાર્ટીના તારણહાર બની રહેશે કે કેમ તેની કશ્મકશ કોંગીજનો પણ અનુભવી રહ્યા છે.

    ભારતના પ્રજાજનો માટે અચ્છે દિનનું આગમન ક્યારે થશે એ તો સમય જ કહેશે, પરંતુ નરેન્દ્ર મોદી સરકાર માટે અત્યારે જ અચ્છે દિન આવી ગયા હોય તેવું લાગે છે. તાજેતરમાં વર્લ્ડ બેન્કે જારી કરેલા ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ લિસ્ટમાં ભારતની ૩૦ ક્રમની છલાંગ, પછી પ્યૂના નામે જાણીતા અમેરિકી સંસ્થાન પીઇડબ્લ્યુના સર્વેમાં સર્વોચ્ચ સ્થાન મેળવતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને હવે મૂડીઝ દ્વારા ભારતના રેટિંગમાં સુધારો. આંતરરાષ્ટ્રીય ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે મોદી સરકારે લાગુ કરેલા નોટબંધી, જીએસટી (ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સીસ) સહિતના સુધારાત્મક આર્થિક નિર્ણયોને બિરદાવ્યા છે. એટલું જ નહીં, ૧૩ વર્ષના લાંબા અરસા બાદ ભારતનું રેટિંગ પણ સુધાર્યું છે. દેશમાં આર્થિક સુધારાઓને ધ્યાનમાં લઇને મૂડીઝ ઇન્વેસ્ટર્સ સમિટે ભારતનું રેટિંગ્સ BAA3થી વધારીને BAA2 કર્યું છે. સાથે સાથે જ ભારતનું રેટિંગ આઉટલુક વધારીને સકારાત્મક કર્યું છે. ઉલ્લેખનીય છે કે કોઇ પણ દેશને વૈશ્વિક નાણાં સંસ્થાનો દ્વારા મળતાં ધિરાણોમાં તેમજ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ)માં આ રેટિંગ નિર્ણાયક ભૂમિકા ભજવતું હોય છે. આ પૂર્વે મૂડીઝે ૨૦૦૪માં ભારતનું રેટિંગ વધારીને BAA3 કર્યું હતું. જ્યારે ૨૦૧૫માં રેટિંગ્સ

    એક જાણીતી કહેવત છે કે જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશ. મતલબ કે જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી આશાનો તંતુ અકબંધ છે. જોકે ભારતમાં વધતું પ્રદૂષણ જોતાં લાગે છે કે તે આમ આદમીની જિંદગીને નરક બનાવીને જ છોડશે. સુપ્રીમ કોર્ટથી માંડીને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી) જેવા અનેક સંસ્થાનો દેશમાં વધતા પ્રદૂષણ પર ચિંતા દર્શાવી રહ્યા છે. સરકારને આ મુદ્દે આકરા શબ્દોમાં ઠપકો પણ આપી રહ્યા છે, અને પ્રદૂષણને નાથવા સલાહસૂચન પણ આપી રહ્યા છે. પરંતુ સરકાર તેમની વાતોને કાન દેતી હોય તેમ લાગતું નથી. 

    ૧૪ નવેમ્બરનો દિવસ ભારતમાં બાળ દિન તરીકે ઉજવાય છે, પણ આ દુનિયા આ દિવસ ડાયાબિટીસ ડે તરીકે મનાવે છે. વિશ્વભરમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપભેર વધી રહી છે તે જોતાં તબીબી નિષ્ણાતો જોરશોરથી કહી રહ્યા છે હજુ પણ સમય છે ચેતી જાવ... જો આ રોગને ઉગતો જ નહીં ડામો તો હેરાન-પરેશાન થઇ જશો. ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા જે ઝડપે વધે છે તે જોઇને નિષ્ણાતો બહુ ચિંતિત છે. 

    ભારતીય રાજકારણમાં ગુનાહિત ચારિત્ર્ય ધરાવતા રાજનેતાઓનો મુદ્દો કેટલાય વર્ષોથી ચર્ચાતો રહ્યો છે, ને હજુ કોણ જાણે કેટલાય વર્ષો ચર્ચાતો જ રહેશે તેમ લાગતું હતું. તંદુરસ્ત લોકતંત્ર માટે આ વલણ જોખમી હોવા છતાં લોકોએ આ ગંભીર મુદ્દાને સહજતાથી સ્વીકારી લીધો હતો. રાજકીય પક્ષો અને નેતાઓની દલા તરવાડી સ્ટાઇલ નીતિરીતિથી વાકેફ ભારતીયો આથી વિશેષ કંઇ કરી પણ શકે તેમ નહોતા. જોકે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે - એક જનહિત અરજીની સુનાવણી વેળા - આવા ખરડાયેલા રાજનેતાઓ સામે જે પ્રકારે આકરું વલણ અપનાવ્યું છે તે જોતાં લાગે છે કે વહેલા-મોડાં હવે આવા નેતાઓનું ભવિષ્ય ન્યાયના ત્રાજવે અવશ્ય તોળાશે. સુપ્રીમ કોર્ટે ભારત સરકારને સુચના આપી છે કે રાજકીય નેતાઓ સામેના કેસોની ઝડપી અને સમયસર સુનાવણી માટે વિશેષ અદાલતો સ્થાપવા ઘટતી કાર્યવાહી કરો.