તંત્રીલેખ

No

Block: Site: Subtree Block

    ૨૦૧૬માં પનામા પેપર લીક્સ અને હવે ૧૮ માસ બાદ પેરેડાઇઝ પેપર લીક્સ. કરચોરીના ઉદ્દેશથી વિદેશમાં કાળું નાણું છુપાવવાના કિસ્સા સાથે જોડાયેલી ૧.૩૪ કરોડ ફાઇલો જાહેર થતાં જ આર્થિક જગત હચમચી ગયું છે. આ ફાઇલોમાં જે નામોલ્લેખ છે તેમાં ભારતના નેતાઓ ઉપરાંત બ્રિટનના મહારાણી એલિઝાબેથ, અમેરિકાની ટ્રમ્પ સરકારના વરિષ્ઠ પ્રધાન ઉપરાંત કંઇકેટલાય દેશોની ટોચની હસ્તીઓ સામેલ છે. આ માહિતીને પહેલાં એક જર્મન અખબારે એકત્રિત કરી અને પછી ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (આઇસીઆઇજે)એ તેની તપાસ કરી. તેમાં જાણવા મળેલા તથ્યો ચોંકાવનારા છે. 

    હાલ ભારતમાં વિપક્ષ અર્થતંત્રના મુદ્દે નિરાશાજનક ચિત્ર રજૂ કરવા પૂરજોશથી પ્રયત્નશીલ છે. રાજકીય આરોપ-પ્રત્યારોપના આ માહોલ વચ્ચે મોદી પ્રધાનમંડળે નાણાંકીય તંગી સામે ઝઝૂમી રહેલી બેન્કો માટે ૨.૧૧ લાખ કરોડ રૂપિયાનું જંગી આર્થિક પેકેજ જાહેર કરવાની સાથે જ લગભગ ૭ લાખ કરોડ રૂપિયાના ખર્ચે ૮૩ હજાર કિલોમીટર રસ્તા બનાવવાની ઘોષણા કરી છે. અર્થતંત્રને ગતિ આપવા માટે ટૂંક સમયમાં જ કેટલાંક પગલાં લેવાશે તેવી થોડાક સમય પૂર્વે જ કરેલી જાહેરાતના અનુસંધાને સરકારે આ પગલાં જાહેર કર્યાં છે. 

    ભારત સરકારે કાશ્મીર મુદ્દે એક અત્યંત સકારાત્મક જાહેરાત કરી છે. કાશ્મીરમાં શાંતિ સ્થાપવા ફરી એક વખત મંત્રણાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. સરકારે મંત્રણા માટે ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઇબી)ના પૂર્વ વડા દિનેશ્વર શર્માને પ્રતિનિધિ નિયુક્ત કર્યા છે.  શર્મા જ નક્કી કરશે કે અલગતાવાદીઓ સાથે ચર્ચા કરવી છે કે નહીં. વાતચીત માટે સમયમર્યાદા પણ નક્કી કરાઇ નથી. એક વર્ગ ભારત સરકારના આ નિર્ણયને મોડું મોડું પરંતુ આવકાર્ય પગલું ગણાવી રહ્યા છે, તો વળી બીજા વર્ગને આશંકા છે કે મંત્રણા સફળ બનાવવા સરકારને આતંકવાદીઓ સામે નરમ વલણ અપનાવવા ફરજ પડી શકે છે. જોકે વીતેલા સપ્તાહો-મહિનાઓનો ઘટનાક્રમ સરકારના વિલંબને વાજબી ઠેરવવાની સાથોસાથ તમામ શંકા-કુશંકાનો છેદ ઉડાડી દે છે. શ્રેણીબદ્ધ પગલાં દર્શાવે છે કે સરકાર લાંબા સમયથી આ માટે પૂર્વતૈયારી કરતી હતી. 

    પહેલાં નોટબંધી અને હવે જીએસટી. ભાજપના નેતૃત્વ હેઠળ ભારતની શાસનધુરા સંભાળી રહેલી એનડીએ સરકાર પોતાના જ નિર્ણયમાં અટવાઇ રહી છે. નોટબંધીના વર્ષ પછી પણ તેના નફા-નુકસાનના આંકડામાં સહુ કોઇ ગૂંચવાઇ રહ્યા છે તો ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ (જીએસટી) દેશમાં લાગુ થયાને ચાર મહિના થયા છે પરંતુ હાલત એવી છે કે ના તો વેપારી, ના તો સરકાર અને ના તો પ્રજા આ મુદ્દે એકમત થઇ શક્યા છે.

    કાચિંડા અને અમેરિકા વચ્ચે એક વાતે બહુ સમાનતા છે - તે ક્યારે રંગ બદલશે તેનું અનુમાન કોઇ કરી શકે નહીં. ટ્રમ્પ સરકારે દેશની શાસનધૂરા સંભાળ્યા બાદ નીતિ-રીતિ અને નિવેદનોમાં છાશવારે ફેરબદલ કરતા રહેતા અમેરિકાએ ફરી એક વખત રંગ બદલ્યો છે.

    ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા અને કોર્ટના આદેશથી પદભ્રષ્ટ થયેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ ફરી પાછલા દરવાજેથી સત્તા હાંસલ કરવાના ચક્કરમાં છે. કાયદાએ તેમને વડા પ્રધાન પદેથી હટાવ્યા તો હવે તેમણે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ની બહુમતીના જોરે નેશનલ એસેમ્બલી અને સેનેટમાં બંધારણીય ખરડો મંજૂર કરાવી પક્ષનું પ્રમુખ પદ સંભાળી લીધું છે. તેમના આ કૃત્ય સામે વિપક્ષે દેશભરમાં હોબાળો મચ્યો છે. પીએમએલ-એનની જનરલ કાઉન્સિલે ચાર વર્ષ માટે પક્ષના અધ્યક્ષ પદે શરીફની વરણી કરી છે. આ પછી શરીફે આક્રમક અંદાજમાં પાકિસ્તાનની પ્રજાને સંબોધન કરતાં હાકલ કરી હતી કે તેમણે પોતાના પ્રતિનિધિને ચૂંટવા માટે મળેલા અધિકારોની આઝાદીનો ઉપયોગ કરવો જોઇએ. સરમુખત્યારો દ્વારા ઘડાયેલા કાયદાના કારણે જ પોતે સક્રિય રાજકારણમાંથી ફેંકાઇ ગયા હોવાનો આક્ષેપ કરીને તેમણે પોતાના પગલાંને વાજબી ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો.

    ભારતના ચૂંટણી પંચે (ઇસી)એ સરકારને પત્ર પાઠવીને જણાવ્યું છે કે તે સપ્ટેમ્બર ૨૦૧૮ બાદ લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવા માટે તૈયાર છે. આ સાથે જ દેશમાં ફરી એક વખત સહિયારી ચૂંટણીઓ યોજવાના મુદ્દે ચર્ચા શરૂ થઇ છે. મોદી સરકારે દેશની શાસનધૂરા સંભાળ્યાના થોડાક જ સમયમાં કેન્દ્ર અને રાજ્યોની ચૂંટણીઓ એકસાથે ચૂંટણી યોજવાનો વિચાર નવેસરથી વહેતો મૂક્યો હતી, જેને ચૂંટણી પંચ સહિતના લોકોએ આવકાર્યો હતો. સરકારનું માનવું છે કે આનાથી સમય, નાણાં અને શક્તિનો બગાડ અટકશે. તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પણ સલાહ આપી હતી કે આનાથી ખર્ચ ઓછો થાય અને સમય પણ બચે તે માટે દેશમાં લોકસભા અને વિધાનસભાની બધી જ ચૂંટણીઓ એકસાથે યોજવી જોઇએ. હવે ચૂંટણી પંચે એક નિવેદનમાં રાજકીય પક્ષોને અનુરોધ કર્યો છે કે આ એક સારું પગલું સાબિત થઇ શકે છે તેથી દરેક પક્ષોએ આ મામલે વિચારવું જોઇએ. 

    જમાત-ઉદ્-દાવાનો વડો હાફિઝ સઇદ અમારા ગળે બંધાયેલું ઘંટીનું પડ છે અને હવે પાકિસ્તાન તેને અંકુશમાં રાખવા સક્ષમ નથી. આ વાક્ય વાંચીને રખે માની લેતા કે કોઇ શાંતિપ્રેમી પાકિસ્તાનીએ આ શબ્દો ઉચ્ચાર્યા છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન ખ્વાજા આસિફના આ શબ્દો છે અને તેમણે સરાજાહેર આ નિવેદન કર્યું છે. વાત આટલેથી જ નથી અટકતી. પાકિસ્તાન જેના આર્થિક ટુકડા પર નભી રહ્યો છે તે અમેરિકાને પણ લબડધક્કે લેતાં તેમણે કહ્યું છે કે અમેરિકા આજે અમને હાફિઝ સઇદ જેવા આતંકવાદીઓને નાથવામાં નિષ્ફળતા મુદ્દે ધમકાવી રહ્યું છે, પરંતુ આ જ હાફિઝ સઇદ એક સમયે અમેરિકાનો વ્હાલો હતો તે વાતને કેમ વિસારે પાડી દેવામાં આવે છે? 

    ભાજપના ભૂતપૂર્વ નાણાં પ્રધાન યશવંત સિંહાએ ભારતની આર્થિક હાલત પર સવાલ ઉઠાવીને વિવાદનો વંટોળ જગાવ્યો છે. સિંહાએ જે પ્રકારે નાણાં પ્રધાન અરુણ જેટલી સામે અર્થતંત્રને ખોરંભે ચઢાવી દેવાનો જે ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે તેને સહેજેય હળવાશથી લઇ શકાય તેમ નથી. કારણ સ્પષ્ટ છેઃ ન તો ભાજપની નીતિરીતિના વિરોધી છે અને ન તો વિરોધ પક્ષના નેતા. વળી, આ જ સિંહા ભાજપના નેતૃત્વમાં કેન્દ્રમાં પહેલી વખત રચાયેલી એનડીએ સરકારમાં નાણાં પ્રધાન તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા છે. આર્થિક બાબતોના અભ્યાસુ એવા સિંહાએ નોટબંધીની ખામીઓથી માંડીને ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ (જીએસટી)ની અધૂરપના કારણે દેશના આર્થિક વિકાસ પર પડેલી વિપરિત અસરની આકરા શબ્દોમાં ટીકા કરી છે.  

    ભારતના નેતાઓની એક ખાસિયત ઉડીને આંખે વળગે તેવી છે કે ભલે તેઓ કંઇ કરે કે નહીં, પરંતુ દેખાડો જરૂર કરતા રહે છે. જનતા સાથે જોડાયેલા મુદ્દાઓ અંગે ચિંતિત હોવાનું દેખાડવા તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. આપણે મહિલા અનામત ખરડાની જ વાત કરીએ. છેલ્લા પાંચ દસકાથી સંસદથી લઇને સડક સુધી તે ચર્ચામાં રહ્યો છે.