બ્રિટનવાસી ગુજરાતી નાગરિક ભલે ગમેતેટલાં વર્ષોથી ત્યાં વસી ગયેલો હોય પણ ગુજરાતની ધરતી પર પગ મૂકે કે તુરત તેને તેનું ગામ યાદ આવી જાય છે, ને પછી એ ગામ તરફ જતો રસ્તો, મકાનો, મંદિરો, શાળા અને શેરીઓ... કૂળદેવી ક્યાં વિરાજિત થયાં છે તેનું સ્મરણ અને બચપણમાં જેમનો સંગ થયો તે મિત્રો, બહેનપણીઓ, સગાવહાલાં, શિક્ષકો... બધું જ બધું યાદગીરીના જહાજની મુસાફરી બની જાય છે.
તસવીર-એ-ગુજરાત
Block: Site: Subtree Block
મૌસમ જાન્યુઆરીના રંગારંગ ઉત્સવોની છે. મહિનાના પ્રારંભે યુનિવર્સિટીનો સાહિત્ય-ઉત્સવ (જેણે કોઈ પ્રભાવ દેખાડ્યો નહીં). જીએલએફનો ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ (કનોરિયા સેન્ટરમાં ભારે ઉત્સાહપૂર્વક ત્રણ દિવસ સુધી નવી-જૂની પેઢીએ સમાન રીતે તેનો અહેસાસ કર્યો. લોર્ડ મેઘનાદથી મધુ રાય સુધીનાએ તેમાં ચર્ચા કરી.) અને સાબરમતી ફેસ્ટિવલ થયા. પછી ઉત્તરાયણ આવી.
પાટીદારો માટે અનામતનાં આંદોલનને કેવું અને કેટલુંક ગંભીરતાથી લેવું જોઈએ તેની ચિંતા અને ચર્ચા હવે થતી નથી. અખબારો જેલમાંથી હાર્દિક પટેલના એક પછી એક પત્રોના ‘બોમ્બ’નાં મથાળાં બાંધે છે. ટીવી પર પણ આવી જ ચર્ચા ચાલે છે. હાર્દિક પર ‘રાજદ્રોહ’નો ગૂનો પોલીસ અને ગૃહ ખાતાના અધિકારીઓનું ‘ભેજું’ હોવું જોઈએ એવું કોંગ્રેસના આગેવાનો માને છે.
વડોદરાના માર્કંડ ભટ્ટે આંખો મીચી લીધી. ગુજરાતનાં નાટ્યક્ષેત્રે થોડાક સમય પહેલાં પદ્મારાણીનું અવસાન થયું તે પછીની આ વિદાય રંગભૂમિના કલાકારોને શોક સંતપ્ત બનાવે તે સાવ સ્વાભાવિક છે. ગુજરાતની રંગભૂમિ કંઈ આજકાલની કલા નથી, તેને ય દોઢસોથી વધુ વર્ષ વીત્યાં! શરૂઆત (બીજાં ઘણાં ક્ષેત્રોની જેમ) પારસીઓએ કરી હતી, પછી ઠેર ઠેર નાટક મંડળીઓ રચાઈ. ક્યાંક રાજ્યાશ્રય પણ મળ્યો.
વેદ વ્યાસનું નામ તો ક્યારેક આપણે ભાગવત-પારાયણમાં યે સાંભળ્યું હશે, પણ પરાશર મુનિનું? અમદાવાદથી મહેમદાવાદ જતાં કેટલાંક આધુનિક દેવાલયો જોવા મળે છે. પાવાપુરીની કઠીન યાત્રા ના કરી હોય તો રાસ્કા ગામના રસ્તે એવી જ દેવાલય-નગરી ખડી કરવામાં આવી છે. મહેમદાવાદ પહોંચતાં સિદ્ધિ વિનાયક મંદિરના દૂરથી જ દર્શન થાય.
જાન્યુઆરી, ૨૦૧૫ને હવે કંઈ બહુ વાર નથી. સાઇબીરિયા થઈને કચ્છમાં ‘ફ્લેમિંગો’ પંખીઓ પહોંચવા તૈયાર થઈ ગયાં છે તેવું જ વિવિધ દેશોમાં વસેલા એનઆરજી પણ ગુજરાત તરફ આવવાનું નક્કી કરી ચૂક્યા છે.
છેવટે ભાજપ પ્રદેશ પ્રમુખનો નિર્ણય લેવાયો અને દસમી પાઘડી વિજય રૂપાણીના શિરે મઢવામાં આવી. (‘તાજ’ને બદલે ‘પાઘડી’ શબ્દ એટલા માટે કહ્યો કે અમદાવાદ-ગાંધીનગરની વચ્ચે આવેલા ભાજપ-કાર્યાલયનાં પ્રાંગણમાં ગુજરાતમાંથી ઉમટેલા નેતા - કાર્યકર્તા વચ્ચે વિજય રૂપાણીને કેટલાકે પાઘડી પહેરાવી હતી.) આનો સીધો સાદો અર્થ એવો પણ થાય કે ભગતસિંહના જમાનામાં જે ગીત અલગ રીતે ગવાતું હતું તે ૨૦૧૬ના ગુજરાતમાં ભાજપ-પ્રમુખ માટે જુદી રીતે ઉપયુક્ત થઈ ગયુંઃ ‘પગડી સંભાલ જટ્ટા...’
લો ત્યારે, અમદાવાદ ૬૦૫ વર્ષનું થઈ ગયું! ૨૬ ફેબ્રુઆરીએ તેનો જન્મદિવસ હતો, પણ તેને વળી કોઈ વિસામો કેવો? નવા ધમધમતા પશ્ચિમ વિસ્તારમાં યે ઉમેરો થતો જાય એવાં - એટલાં પરાં (કહોને કે ઉપનગરો) શીલજ, બોપલ, વસ્ત્રાલ, મહેમદાવાદ, નરોડા, સાણંદ તરફ ઊભાં થઈ ગયાં છે. ગાંધીનગર અને અમદાવાદ તો જોડિયા ભાઈબંધ થઈ ગયા. મેટ્રો રેલ આવશે એટલે સરખેજ - થલતેજ - દરિયાપુર - કાળુપુરથી ગાંધીનગરનાં સેક્ટરો તદ્દન નજીક થઈ જશે. આમે ય ગાંધીનગરની આસપાસ સરગાસણ, વાવોલ, ભાડજ, પેથાપુર, વાસણિયા સુધી તો ઇમારતો બંધાવા લાગી છે.
પાંચ રાજ્યોમાં સરકાર રચવા માટેની ચૂંટણી એપ્રિલ-મેના બળબળતા દિવસોમાં યોજાશે, તેમાં રાજકીય ગરમી ન વધે તો જ નવાઈ! કેરળ, પોંડિચેરી (મૂળ નામ પુડુચેરી), આસામ (મૂળ નામ અસમ), પશ્ચિમ બંગાળ અને તમિળનાડુ, આ પાંચ રાજ્યોનો પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે ગુજરાતની સાથે ય ‘રાજકીય સંબંધ’ છે એટલે પ્રચાર અને પરિણામોથી ગુજરાત અળગું તો રહી શકે તેમ નથી.
ઈસુ વર્ષ ૨૦૧૪નો છેલ્લો સૂર્ય એકત્રીસમીએ અસ્ત થઈને નૂતન વર્ષના સૂર્યોદયમાં પળોટાશે એ પહેલાંના આ વીસેક દિવસો પણ ગુજરાતને માટે કેટલીક હિલચાલ સાથેના રહેવાના છે. ગાંધીનગર અને બીજાં કેટલાંક (વડોદરા - સુરત - રાજકોટ જેવાં) નગરોમાં ‘વાઇબ્રન્ટ’નો નઝારો દેખાશે પણ મૂળ સ્થાન તો અમદાવાદ- ગાંધીનગર જ રહેવાનાં છે.
