ઇશરતબાનુ હતી તો મુંબઈ-મહારાષ્ટ્રની. આજકાલ આઇએસઆઇ - ખિલાફત રાજ્ય સ્થાપવાના - બગદાદી ઢંઢેરામાં સામેલ થવા માટે ભારતના કેટલાક યુવકો ઇચ્છા ધરાવે છે, કેટલાક સીરિયા અને બીજે પહોંચ્યા પણ ખરા. શું એ જ રીતે ઇશરતે લશ્કર-એ-તૈઇબાની કાર્યકર્તા - સ્યુસાઇડ બોમ્બર - બનવાનું સ્વીકાર્યું હશે?
તસવીર-એ-ગુજરાત
Block: Site: Subtree Block
ગુજરાતને માટે - મારવાડ અને ઉત્તર પ્રદેશની જેમ જ - હોળી-ધૂળેટી મનગમતા તહેવારો છે. નાનાં સરખાં ગામડાંથી નગરો સુધી હોળીના રંગે બધા રંગાય છે ને રાત પડ્યે, શુકન જોઈને હોલિકા-દહન થાય છે. સ્કૂલી બચ્ચાંઓને પાઠ્યપુસ્તકોમાંથી બહાર આવીને હિરણ્યકશિપુ અને પ્રહલાદની કહાણી નજર સામે દેખાય છે. છેવટનું સૂત્ર તો ‘સત્યનો જય હો!’ જ હોય ને?
ગુજરાત અને દેશભરમાં ભાજપ અને કોંગ્રેસ, તેમજ જુદા જુદા પ્રદેશોના પોતાના પક્ષોની રાજકીય વ્યૂહરચના બદલાતી હોય એવું દેખાવા માંડ્યું છે. એમ કરવા સિવાય છૂટકો જ નથી. ૨૦૧૬નું પ્રજાકીય જીવન અનેક રીતે ‘માગણી અને પુરવઠો’ (ડિમાન્ડ એન્ડ સપ્લાય)માં ઉમેરો કરી ચૂક્યું છે.
વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ઇન્ડિયાઃ ટી૨૦ની આ રમતે ફટાકડાનું નસીબ કોઈને આપ્યું નહીં, પણ થોડા-ઘણા ઝઘડા જરૂર થયા! ક્રિકેટ કે પછી બીજી કોઈ રમતમાં હાર-જીતની ખેલદિલીને દેશપ્રેમની સાથે જોડવી જોઈએ અને બે-પાંચ ક્રિકેટ મેચથી બે દુશ્મન દેશોના એકબીજાનો વ્યવહાર તાત્કાલિક સુધરી જાય એવા વહેમને ય પોષવા જેવો નથી. ક્રિકેટ મેચ પહેલાં અને પછી આવો ઉન્માદ દેખાય તો તે સરવાળે સમજદારીનો અભાવ દર્શાવે છે.
વળી પાછું એક વાર પાટીદાર આંદોલન થયું! આ વખતે મહેસાણા - સુરત તેનાં કેન્દ્રો રહ્યાં. હાર્દિક તો હજુ જેલમાં છે. પાટીદાર અનામત આંદોલનનો એ ઊભરતો યુવાન ચહેરો હતો. ‘હતો’ એટલા માટે કહ્યું કે હવે પછી આંદોલનમાં તે ભૂતકાળની જેમ (ઓગસ્ટ ૨૦૧૫માં ચમક્યો તેવો - તેટલો) ઝબકારો કરી શકે તેમ નથી.
સરદાર વલ્લભભાઈ વિશે - તેમના જમાનામાં - કોઈ એક શ્રેષ્ઠ કવિતા રચાઈ હોય તો તે કોની?
ગુજરાત રાજ્યની સ્થાપનાનો દિવસ પહેલી મેના રોજ ઊજવાશે. આનંદીબહેન આ વખતે તે દૂરદરાજ વનવાસી વિસ્તાર છોટાઉદેપુરમાં રાજ્યસ્તરની ઊજવણી કરશે. આ એક નોંધનીય વાત છે કે ઘણા સમયથી માત્ર ગાંધીનગરને બદલે આ ઉત્સવ જુદા જુદા જિલ્લા-તાલુકા મથકોએ લઈ જવાય છે. આપણે ઇચ્છીએ કે કોઈક વાર તેવું સા-વ નાનકડું ધૂળિયું ગામડું પણ રાજ્યસ્તરની ઊજવણીનું કેન્દ્ર બને!
૨૦૧૬નો ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ, બીજા અગાઉનાં વર્ષોના કરતાં થોડોક અલગ રહ્યો. વીતેલા સપ્તાહે એક શુક્રવારે - ગુડ ફ્રાઈડેની જેમ જાહેર કરવામાં આવ્યું કે ગુજરાતમાં જેમને અત્યાર સુધી અનામતનો લાભ નહોતો મળતો તેવા (અર્થાત્ દલિત - આદિવાસી - ઓબીસી સિવાયના) વર્ગને ૧૦ ટકા અનામત અપાશે. શિક્ષણ અને નોકરી બંનેમાં તેનો અમલ થશે.
જાન્યુઆરી, ૨૦૧૫ને હવે કંઈ બહુ વાર નથી. સાઇબીરિયા થઈને કચ્છમાં ‘ફ્લેમિંગો’ પંખીઓ પહોંચવા તૈયાર થઈ ગયાં છે તેવું જ વિવિધ દેશોમાં વસેલા એનઆરજી પણ ગુજરાત તરફ આવવાનું નક્કી કરી ચૂક્યા છે.
ઈસુ વર્ષ ૨૦૧૪નો છેલ્લો સૂર્ય એકત્રીસમીએ અસ્ત થઈને નૂતન વર્ષના સૂર્યોદયમાં પળોટાશે એ પહેલાંના આ વીસેક દિવસો પણ ગુજરાતને માટે કેટલીક હિલચાલ સાથેના રહેવાના છે. ગાંધીનગર અને બીજાં કેટલાંક (વડોદરા - સુરત - રાજકોટ જેવાં) નગરોમાં ‘વાઇબ્રન્ટ’નો નઝારો દેખાશે પણ મૂળ સ્થાન તો અમદાવાદ- ગાંધીનગર જ રહેવાનાં છે.
