તસવીર-એ-ગુજરાત

No

Block: Site: Subtree Block

    મહીસાગર અને જલિયાંવાલા?...

    મહીસાગરના અતીત-વર્તમાનનો પરિચય એકદમ ગાઢ રીતે, પણ વિચિત્ર રીતે થયો. સારસાથી (આરતી અને હું) નદીકિનારે નીકળ્યાં હતાં ફાંસિયા વડને નિહાળવા. ૧૮૫૭માં ત્યાં ૨૫૦ ગ્રામજનોને ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ એક વડલાની ડાળીઓ પર લટકાવીને મારી નાંખ્યાં હતાં. નદીકિનારે તો તે જગ્યા ના મળી પણ એક સ્થાનેથી અંતરિયાળ રસ્તે જવું પડે તેમ હતું, ત્યાં પાંચેક કિલોમીટરે એક વૃક્ષનું ઠૂંઠૂં જ રહ્યું હતું!

    નવીન પર્વ કે લિયે નવીન પ્રાણ ચ

    વર્ષ ૨૦૭૬. પણ નવી પેઢીને કહેવું પડે કે આની પૂર્વે નાતાલ ના હોય. વાગ્ (વાઘ નહિ) બારસ, ધન તેરસ, રૂપ ચૌદસ, દિવાળી અને પછી વિક્રમ સંવતનો પ્રારંભ થાય. નવીન વર્ષ કે લિયે નવીન પ્રાણ ચાહિયે. પરંપરામાંથી, ઇતિહાસમાંથી, વર્તમાનના માધ્યમથી, ભવિષ્યના સંકલ્પો અને સમજદારીથી વ્યક્તિ અને સમાજમાં નુતન પ્રાણ સર્જાય. થોડીક નજર પાછળ કરીએ.

    શ્રી રામઃ રામકથા, રામાયણ, રાજન

    સર્વોચ્ચ અદાલતે જે દિવસે - સાડા દસના ટકોરે અયોધ્યાની ‘આકરી સમસ્યા’નો ઉકેલ લાવતો ચુકાદો આપ્યો ત્યારે યોગાનુયોગ એક રામકથા ઉત્તર કાશીમાં ચાલી રહી હતી. મહાદેવ-પ્રિય ઉત્તરકાશી છેક દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું, હિમાલયની પર્વતમાળા વચ્ચેનું રળિયામણું અને ઉહાપોહ વિનાનું નગર છે.

    મૂળુ માણેકની ખાંભીઃ વછોડા-વનચ

    વછોડા ક્યાં આવ્યું? નકશામાં તો દેખાતું નથી! રાણાવાવથી પોરબંદર તરફ જતા રસ્તાને ચાતરીને વછોડા ગામે પહોંચાય છે. કેટલાકના મતે તે વનચરડા છે. ગામની કોઈ વિશેષ ઓળખ ક્યાંથી હોય? ધૂળિયો રસ્તો. થોડાંક ઝાડવાં. સુસ્ત અને ગરીબ વસતી. મોટા ભાગનાં ખેતર અને ખેતમજૂરી સાથે જોડાયેલા. દિવસે મકાનોના દરવાજે તાળાં લાગેલાં હોય. રડીખડી દુકાન એકાદ-બે સાંકડી ગલીના ઉબડખાબડ રસ્તા. નાગાપૂગાં છોકરાંઓ ઇધર-ઉધર ભટકે છે.

    એક અખબારનવીશ માથે હાથ દઈને કહેતો હતો, ‘આજકાલ ગુજરાતમાં કોઈ ખબર જ પેદા થતી નથી. બસ, ગરમીનો પારો ત્રાહિમામ પોકારે છે કે કાળઝાળ ગરમી પડે છે એ જ ન્યૂઝ! પણ એનાથી પાનાં થોડાં ભરાય?’

    ડો. અવધેશ કુમાર સિંઘઃ એક વિદ્ય

    ડો. અવધેશ કુમાર સિંઘ. આ નામ ક્યાંય મીડિયામાં તો ચમકતું - ઝળકતું ક્યાંથી હોય? પણ ગુજરાતમાં વિદ્યાક્ષેત્રે જે થોડાંક નામોને સ્મરવા જેવાં છે તેમાં ડો. સિંઘ પણ અવશ્ય આવે. ઓરો યુનિવર્સિટી સુરતમાં આવી છે. આપણા વિદ્યાપ્રેમી એનઆરજી રામભાઈના મોટા ગજાનાં સપનાનું એ પરિણામ છે.

    એક સ્મરણીય સન્માન અને લોકાર્પ

    એક કહેવત તો આંતરરાષ્ટ્રીય છેઃ ‘મોહમ્મદ પર્વતની પાસે ન જાય તો પર્વત મોહમ્મદની પાસે જશે!’ આ કહેવત નવેમ્બરની ૨૮મી તારીખે યથાર્થ ઠરી. સ્થાન ગાંધીનગર. સચિવ અનિશ માંકડનું નિવાસસ્થાન. સાંજના પ્રકાશમાં ત્યાં સાહિત્યપ્રેમીઓ અને સચિવો-ઉપસચિવો ખુલ્લા મંડપમાં એકત્રિત થયા હતા. મંચ પર ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. વચ્ચે જે વ્યક્તિવિશેષ હતા - તબીબી ચેરમાં - તે મોહમ્મદ માંકડ. આપણા ગુજરાતી સાહિત્યકાર!

    ધંધુકા, રાણપુર અને ચોટીલાઃ સિં...

    રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આગામી દિવસોમાં યોજાનારા ‘પુસ્તક ઉત્સવ’માં મારાં પુસ્તક ‘ઈતિહાસ ગુર્જરી’ (૧-૨)નું લોકાર્પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કરશે. તેમાંથી આ એક અંશઃ

    નાગરિકતા વિધેયકઃ આપણા સમાજ મા

    નાગરિકતા વિધેયકે અજંપો પેદા કર્યો હોય તો પણ એટલું તો કહેવું પડશે કે ભારત સરકારે આ નિર્ણયના ઉબડખાબડ રસ્તો પાર કરીને વિધેયકને કાનૂનનું સ્વરૂપ આપીને એક ઐતિહાસિક સાહસ કર્યું છેઃ વિશેષ કરીને, ભારતના ત્રણ પાડોશી દેશો - પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં - ભારતીય લઘુમતી પર કાયમ ત્રાસ વર્તાવવામાં આવી રહ્યો છે.

    નાતાલની મીણબત્તીના અજવાળે સ્

    નાતાલની મીણબત્તીઓના પ્રકાશ વચ્ચે. એક કવિ રાજપુરુષનું સ્મરણ થશે તે અટલ બિહારી વાજપેયીનું. ૨૫ ડિસેમ્બર ૧૯૨૪ના દિવસે તેમનો જન્મ. જે વિગત વધુ પરિચિત નથી તે, જન્મ સ્થાનની. ગ્વાલિયર જિલ્લાના શિન્દેની છાવણીમાં પિતા પંડિત કૃષ્ણ વિહારીજીને ત્યાં ચાર પુત્ર અને ત્રણ પુત્રી... તેમાંના એક અટલ.