ગામડા ગામના ખેડૂતોનો પુત્ર ડો. એન. સી. પટેલ આજે સમગ્ર ગુજરાતને શોભાવે છે. ગુજરાતને શૈક્ષણિક ક્ષેત્રે એમણે રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવ્યું છે. ૨૦૧૮માં તેઓ ‘ઈન્ડિયન એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી એસોસિએશન’ના પ્રમુખ તરીકે ચૂંટાયા. ૨૦૧૬-૧૭માં ઈન્ડિયન સોસાયટી ઓફ એગ્રીકલ્ચરલ એન્જિનિયર્સના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી હતી.
વિવિધા
Block: Site: Subtree Block
ભૂતપૂર્વ બ્રિટિશ આર્મી કેપ્ટન એડ સ્ટેફોર્ડને આર્મી છોડ્યા પછી જાતજાતના પ્રયોગો અને સાહસો કરવાનું વળગણ થયું છે. ૪૩ વર્ષના એડે તાજેતરમાં તેણે બ્રિટિશ ચેનલ ૪ સાથે મળીને બ્રિટનમાં રહેતા બેઘર લોકોની જિંદગીમાં ડોકિયું કરતી ડોક્યુમેન્ટરી બનાવી હતી. બેઘર ભિક્ષુકોના ઇન્ટરવ્યુ લેવાને બદલે એડ સ્ટેફોર્ડ બ્રિટનનાં વિવિધ શહેરોની ગલીઓમાં પૂરા ૬૦ દિવસ તેમના જેવા થઈને જ જીવવાનું પસંદ કર્યું હતું.
બકિંગહામશાયરના ઇવર શહેરની ચાર વર્ષની સુપર જિનિયસ અલાના જ્યોર્જે ૧૪૦ ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ (IQ) સાથે વિશ્વના સૌથી સ્માર્ટ લોકોની સોસાયટી મેન્સામાં સ્થાન મેળવ્યું છે. તેણે વિશ્વના સૌથી નાની વયના બીજા ક્રમના જીનિયસ તરીકે ઈતિહાસમાં સ્થાન મેળવ્યું છે. એલાના વિન્ડસર કેસલની સેન્ટ જ્યોર્જ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેને આ વર્ષના આરંભે ઈન્ટેલિજન્સ એસેસમેન્ટ ટેસ્ટ લેવાયો હતો, જેમાં તેણે ૧૪૦નો આઈક્યુ સ્કોર હાંસલ કર્યો હતો.
અબ્દુલ મજીદ બાળપણમાં જૂનાગઢ નજીકના વંથલીમાં મદરેસામાં ગુજરાતી અને ધર્મ બંને શીખ્યા. જે હજી ભૂલ્યા નથી. નાની વયે કુતિયાણા, માંગરોળ, ધોરાજી, ગોંડલ, પોરબંદર ગયેલા. મુંબઈ થોડોક સમય રહેલા. નાનપણમાં ગામડાંમાં મળેલા આતિથ્ય અને પ્રેમનો મઘમઘાટ હજીય એમને આનંદિત કરે છે અને વર્તાવમાં દેખાય છે. તેમના વૈશ્વિક સંબંધોના પાયામાં આ અનુભવ બીજ છે. ગુજરાતથી મોઝામ્બિક પહોંચીને હાઈસ્કૂલ પછી વધુ ભણવા લિસ્બન ગયા. ૧૭ વર્ષની વય સુધી ત્રણ-ત્રણ દેશોનાં પાણી પીને વિવિધ વાતાવરણ અને માણસો વચ્ચે જીવનની ક્ષમતા પામ્યા. અર્થશાસ્ત્રની ડિગ્રી અને ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટમાં કામના અનુભવ પછી ૧૯૬૮માં મોઝામ્બિક ગયા. પિતાના વ્યવસાયમાં જોડાયા. લોરેન્સ માર્ક યુનિવર્સિટીમાં આંકડાશાસ્ત્રના પ્રોફેસર બન્યા અને સાથે સાથે મોઝામ્બિક સરકારના આયોજન ખાતામાં તેની વિકાસ યોજનાઓનો હેવાલ તૈયાર કરવાની જવાબદારી ઊપાડી.
સૌ પ્રથમ મા શબ્દ ક્યારે ઉચ્ચારાયો હશે? પહેલવહેલું ફૂલ ક્યારે ખીલ્યું કે પહેલું સ્મિત ક્યારે પ્રગટ્યું એ પ્રશ્નોના ઉત્તર આપી શકીએ તો કદાચ ‘મા’ શબ્દ કોણે ને ક્યારે પહેલી વાર ઉચ્ચાર્યો, એના સગડ શોધી શકીએ. પૃથ્વીએ પહેલો સૂર્યોદય ક્યારે જોયો, એ પ્રશ્નનો જેમ આપણી પાસે જવાબ નથી, એમ ‘મા’ શબ્દ સૌ પ્રથમ ક્યારે બોલાયો તેનો ઉત્તર પણ આપણી પાસે નથી.
વિદેશમાં વસતા દરેક ભારતીય વતનમાં જઈ હળવાશપૂર્ણ રજાઓ ગાળવાની મોજ માણવાનું સ્વપ્ન ધરાવતા હોય છે. દરિયાપાર વસ્યા પછી વતનમાં થોડાં સપ્તાહો વીતાવવા તે બધા માટે આનંદદાયક બની રહે છે કારણ કે તે પ્રવાસ પરિવારોને એકબીજા સાથે સાંકળવાની મહાન તક આપે છે. અત્યાર સુધી તો ભારતીય નાગરિક એવા નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ (NRI) તેમ જ વિદેશમાં વસતા ફોરેન સિટિઝન્સ ઓફ ઇંડિયન ઓરિજિન (FCIO)ને ભારતમાં પ્રોપર્ટીઝની ખરીદ કે વેચાણ અથવા બિઝનેસીસમાં રોકાણ કરવા માટે તેમના વિદેશમાં રહેઠાણના પુરાવા સિવાય વધારાના કોઈ દસ્તાવેજો રજૂ કરવાની જરૂર પડતી ન હતી. આવાં ભારતીય નાગરિકો તેમજ વિદેશમાં રહેતા ફોરેન સિટિઝન્સ ઓફ ઈન્ડિયન ઓરિજીનને તેમના પાસપોર્ટની નકલો, બિઝનેસ અથવા પરમેનન્ટ રેસિડેન્સી વિઝા, કોઈ યુટિલિટી બિલ, ડ્રાઈવિંગ લાયસન્સ વગેરે દ્વારા તેમના વિદેશના રહેઠાણનાં પુરાવા આપવાની જરૂર રહેતી હતી. છેલ્લાં થોડાં વર્ષોથી ફોરેન એકાઉન્ટ ટેક્સ કોમ્પ્લાયન્સ એક્ટ (FATCA) અને કોમન રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ્સ (CRSs) દાખલ કરાવા સાથે ફોરેન ટેક્સ આઈડેન્ટિફિકેશન નંબર (FTIN) પણ વધારાની જરૂરિયાત બની ગઈ છે. જોકે, આ સિવાય ભારતીય નાગરિકો અને ફોરેન સિટિઝન્સ ઓફ ઇંડિયન ઓરિજિનને એકસમાન ગણવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું.
એશિયન રાષ્ટ્રોમાં ક્યારેય જેના પર વિદેશી શાસન ના રહ્યું હોય તેવા દેશોમાં એક જાપાન અને બીજું થાઈલેન્ડ. સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજનું મથક બેંગકોક એ થાઈલેન્ડનું પાટનગર. બેંગકોકમાં સુભાષચંદ્ર બોઝની આઝાદ ફોજના શીખ સૈનિકોમાંના હજારો કાયમ માટે અહીં વસ્યા. તેમના વંશજો હાલ પૂરા થાઈ બનીને સમૃદ્ધિમાં રાચે છે. કચ્છી જૈન દેવજી ખેતશીના વંશજ કિરીટભાઈ શાહ બેંગકોકના સમૃદ્ધ ભારતીયોમાં ટોચે છે. દેવજી ખેતશી ૧૮૬૮માં રંગૂનમાં વસીને ચોખાના વેપારી બન્યા. ૧૯૬૩ સુધી તેમના દીકરા ગાંગજી ત્યાં હતા. બીજી પુત્ર શિવજીએ ૧૯૧૮માં બેંગકોકમાં ઓફિસ શરૂ કરી. આજે બેંગકોકના ગુજરાતીઓમાં સૌથી જૂની પેઢી દેવજી ખેતશી શાહની પેઢી છે. દેવજીના દીકરા ચીમનલાલ ૧૯૨૬માં બેંગકોકમાં જન્મ્યા. તેમના મરણ પછી પુત્ર કિરીટભાઈએ ધંધો સંભાળ્યો. કિરીટભાઈએ માત્ર ટ્રેડિંગના પરંપરાગત વ્યવસાયને બદલે ધંધાનો બહુમુખી વિકાસ કર્યો.
ગુજરાતીઓને વેપાર-ધંધામાં રસ. પરદેશ જવામાં રસ, પણ વ્યાયામમાં રસ નહીં. ઝઘડાની વાત આવે તો આઘા ભાગે. આવા ગુજરાતીઓને નીડર બનાવવાની પ્રવૃત્તિ અને પ્રેરણાનો પાયો છોટુભાઈ પુરાણી. સમગ્ર ગુજરાતમાં અખાડાની આહલેક જગાવનાર પુરાણી બંધુઓ. મોટા તે છોટુભાઈ અને નાના તે અંબુભાઈ, જે પછીથી શ્રી અરવિંદના અંતેવાસી બનીને પોંડિચેરીમાં વસ્યા.
ભારતમાં ભ્રષ્ટાચારના ભોરીંગ સામે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જંગે ચઢ્યા છે. ભૂતકાળમાં સરકારી અમલદારો અને રાજકીય નેતાઓના ગોટાળા અદાલતે અને છાપે ચઢ્યા છે છતાં પ્રામાણિક નેતાઓ અને અધિકારીઓની પરંપરા અતૂટ રહી છે. સાબરમતી રિવરફ્રન્ટે અમદાવાદની શોભા વધારવામાં, પર્યાવરણ રક્ષામાં અને ઝૂંપડપટ્ટીવાસીઓને નવાં અને સગવડભર્યાં નિવાસપ્રાપ્તિમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. રિવરફ્રન્ટની યોજનામાં શરૂઆતથી જોડાનાર અને પછીથી પ્રોજેક્ટ મેનેજર તરીકે કાર્યભાર સંભાળનાર અને પ્રોજેક્ટને સફળ બનાવનાર છે ડો. વત્સલ પટેલ.
સુજ્ઞ વાચક મિત્રો, આ સપ્તાહે ‘જીવંત પંથ’ના સ્થાને મને આ લેખ કંડારવાનો અવસર મળ્યો છે. શુક્રવાર ૧૯ એપ્રિલ ૨૦૧૯ - ચૈત્રી પૂનમના પવિત્ર દિને મને ખબર મળ્યા કે, જૈન વિદ્વાન, પ્રખર ચિંતક અને દેશ-વિદેશમાં ધર્મની ધજા ફરકાવનાર, જૈન સમાજની ધરોહર સમાન, સૌના દિલ જીતનાર ગુરુદેવ ચિત્રભાનુજીએ મુંબઇમાં વહેલી સવારે નશ્વર દેહનો ત્યાગ કરી અનંત યાત્રાનો માર્ગ લીધો છે. આ સમાચાર જૈન સમાજ માટે આઘાતજનક હતા. જૈન સમાજે ગુમાવેલ એક દિવ્યાત્માની ખોટ ન પૂરાય એવી છે. આસપાસ સ્વજનોની હાજરી વચ્ચે સમતાભાવે શાંતિપૂર્વક દેહત્યાગ કર્યાના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા. આ સમાચારની જાણ કરવા મેં સી.બી.ને ફોન કર્યો. તેઓશ્રી ભાવવિભોર બની ગયા. મેં એમને જણાવ્યું કે ઓશવાળ સેન્ટરમાં શનિવાર - ૨૦ એપ્રિલના રોજ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. એમણે સ્વેચ્છાએ એમાં હાજર રહેવા ઉત્સુકતા દાખવી. તરત જ મને ચિત્રભાનુજી રચિત ‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યાા કરે...’ સ્તવનના શબ્દો મોકલી આપવા કહ્યું.
