* શ્રી જલારામ જ્યોત, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, HA0 3DW ખાતે દર ગુરૂવારે જલારામ ભજન અને ભોજન સાંજના ૭થી રાતના ૯-૩૦ દરમિયાન થશે. દર શનિવારે સવારે ૧૧થી ૧-૧૫ દરમિયાન ૨૧ હનુમાન ચાલીસા અને પ્રસાદનો લાભ મળશે. દરરોજ બપોરના ૧થી ૨ સદાવ્રત - ભોજનનો લાભ મળશે. સંપર્ક: મંદિર 020 8902 8885.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
રેડબ્રિજ એશિયન મંડળની એજીએમ ગત તા. ૧૪-૪-૧૫ના રોજ યોજાઇ હતી જેમાં આગામી ૨ વર્ષ માટે નીચે મુજબના હોદ્દેદારોની વરણી કરાઇ હતી.
BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ આણંદ ખાતે બિરાજમાન છે. અગાઉ ૨૦મી ફેબ્રુઆરી સુધી તેમણે અટલાદરામાં વિચરણ કર્યું હતું. ૧૮મીને મંગળવારે સવારે પૂજા દર્શન બાદ પૂ. મહંત સ્વામીએ વિશ્વના સૌથી ઉંચા મંદિર વિશ્વ ઉમિયાધામનો શિલાન્યાસ કર્યો હતો. આ મંદિરનો વિધિવત શિલાન્યાસ ૨૯ ફેબ્રુઆરીએ થવાનો છે, જેમાં ડોક્ટર સ્વામી ઉપસ્થિત રહેશે.
પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા. ૮.૩.૨૦ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર જીજ્ઞાસુ સત્સંગ મંડળના બહેનો છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310
સાઉથ હેરોમાં આવેલ ધામેચા લોહાણા સેન્ટરમાં રવિવાર, તા. ૮ માર્ચ ૨૦૨૦ના રોજ સવારે ૧૦ વાગ્યાથી "મેડિકલ કેમ્પ ૨૦૨૦"નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એશિયનોમાં વધતા રોગ અને દર્દો વિષે સ્પેશીયાલીસ્ટ ડોકટરો સમજણ આપી ચર્ચા કરશે. એશિયનોમાં ડાયાબિટીશનું પ્રમાણ વધતું જાય છે એ માટે "Pinn Medical Centre”ના GP પાર્ટનર ડો. મેહુલ લાખાણી ડાયાબિટીશ કેવો ખતરાજનક છે એ વિષે રજૂઆત કરશે.
તાજેતરમાં યુકે અને યુરોપમાં કોરોના વાયરસ (કોવિડ-૧૯)ના રોગચાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ હરિભક્તો તથા મુલાકાતીઓ (ખાસ કરીને વૃદ્ધો અને સંવેદનશીલ વ્યક્તિઓ)ના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે આયોજીત તમામ સભાઓ તથા કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ગ્રુપ અને સ્કૂલ વિઝિટ પણ રદ કરી દેવાઈ છે.
ભક્તિવેદાંત મેનોર, હિલફિલ્ડ લેન, અલડેનહામ, WD25 8EZ ખાતેના તમામ કાર્યક્રમ ગત સપ્તાહે કોરોના વાયરસને પગલે રદ કરાયા હતા. હવે જોકે બુધવારથી મંદિર રાબેતા મુજબ ખુલ્લું મુકાઈને દર્શન શરૂ કરવાની જાણકારી અપાઈ હતી.
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પૂ.મહંત સ્વામી મહારાજની આગામી સમયમાં યોજાનારી યુકે, યુરોપ તથા નોર્થ અમેરિકાની ધર્મયાત્રા મોકૂફ રાખવામાં આવી છે.BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ ગઢડા ખાતે બિરાજમાન છે. આ પૂર્વે તેમણે આણંદમાં વિચરણ કર્યું હતું.
પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા. ૧૫.૩.૨૦ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર જીજ્ઞાસુ સત્સંગ મંડળના બહેનો છે. સંપર્ક. 02084595758/ 07973550310
કોરોના વાયરસની આશંકાના કારણે ગયા સપ્તાહે દર્શનાર્થીઓ માટે બંધ કરાયેલું ભક્તિવેદાંત મેનોર મંદિર બુધવાર - ૧૧ માર્ચથી ફરી ખુલ્લું મૂકાયું છે. ઉલ્લેખનીય છે કે ભક્તિવેદાંત મેનોર (ધર્મમાર્ગ, વોટફર્ડ, WD25 8EZ) ખાતેના તમામ કાર્યક્રમ ગત સપ્તાહે રદ જાહેર કરાયા હતા.
