બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
સ્થાનિક કાર્યક્રમો
Block: Site: Subtree Block
હિન્દુ કેલેન્ડરમાં સૌથી પવિત્ર અને લોકપ્રિય તહેવારોમાં એક નવરાત્રિની ઉજવણી કરવા યુકેના હજારો ભારતીયો દરરોજ એકત્ર થઈ રહ્યા છે. નવરાત્રિમાં મા દુર્ગા અને તેમના નવ દૈવી સ્વરૂપોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં, પશ્ચિમ અને ઉત્તર ભારતની કોમ્યુનિટીઓના સભ્યો દેવી માતાની મૂર્તિ અથવા તસવીરની આસપાસ વર્તુળાકારે ગરબા પ્રકારનું નૃત્ય કરે છે તેમજ ઘણા લોકો નવ દિવસના ઉપવાસ અને ફળાહાર કરીને માતાની ભક્તિ કરે છે. આ ઉપરાંત, બેંગાલ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા દુર્ગા પૂજા - લંડન શરદ ઉત્સવ (LSU)ની ઉજવણી કરવામાં આવી હતી
નવલા નવરાત્રિ પર્વના ભાગરૂપે 30 સપ્ટેમ્બરના રોજ કાલાણી સેવા 2022 નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધા યોજાઇ હતી.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
લિમ્બાચીઆ સેવા મંડળ દ્વારા નવરાત્રિ ઉત્સવ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું.બે વર્ષના સમયગાળા પછી વિભુતિબહેન શાહના ગ્રૂપ મા નવદુર્ગા નવરાત્રિ મંડળની આગેવાની હેઠળ યોજાએલા અતિ સફળ નવરાત્રિ ઉત્સવમાં તમામ ભાવિકો માટે પ્રવેશ નિઃશુલ્ક હતો. તેમનું આ ગ્રૂપ સતત ત્રીજા વર્ષે મંડળની સેવામાં રહ્યું હતું. લિમ્બાચીઆ સેવા મંડળ માટે પ્રથમ નવરાત્રિ ઉત્સવ 2019માં યોજાયો હતો તે પછી 2020માં ઝૂમ ઓનલાઈન કાર્યક્રમનું આયોજન થયું હતું જેને 2500થી વધુ લોકોએ માણ્યો હતો. આ વર્ષે પણ પરંપરાગત અને નાવીન્યપૂર્ણ ગરબાઓના સમન્વય થકી કાર્યક્રમને ભારે સફળતા પ્રાપ્ત થઈ હતી. નવરાત્રિ ઉત્સવ 2022ને વડીલવર્ગ અને યુવાવર્ગ સહિત તમામ લોકોએ આનંદસહ માણ્યો હતો. પરંપરાને આગળ વધારવા અને નવી પ્રતિભાઓને ગરબાની કળા માટે પ્રેરિત કરવા ઉત્સવના એક દિવસે બાળકો માટે જ વિશેષ ગરબા કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
કોવિડ મહામારીના લોકડાઉન્સના ગાળામાં રૂબરુ કાર્યક્રમો બંધ કરાયા પછી શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી (SKLPC) દ્વારા રવિવાર 25 સપ્ટેમ્બર, 2022ના રોજ વાર્ષિક મેળાવડાનું આયોજન થયું હતું. મૂળ તો કાર્યક્રમ 18 સપ્ટેમ્બરે યોજાવાનો હતો પરંતુ, ક્વીન એલિઝાબેથ દ્વિતીયના નિધનથી તેમના સન્માનમાં તે 25 સપ્ટેમ્બર માટે મુલતવી રખાયો હતો. કાર્યક્રમમાં 850 વોલન્ટીઅર્સના મજબૂત આર્મીની સહાયથી 8000થી વધુ લોકોની હાજરીને સંભાળી લેવામાં આવી હતી.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
અનુપમ મિશન - યુકે દ્વારા આ વર્ષે પ.પૂ. સંત ભગવંત સાહેબજી અને પ.પૂ. શાંતિદાદાની પાવક નિશ્રામાં દિપાવલી અને નૂતન વર્ષની ઉજવણીનું આયોજન કરાયું છે.
અનુપમ મિશન-યુકે દ્વારા પ.પૂ. સંત ભગવંત સાહેબજી, પ.પૂ. સંત શાંતિદાદા અને વડીલ સંત પ.પૂ. દિલીપદાસજીની પાવક ઉપસ્થિતિમાં ડેન્હામ ખાતે દિવાળી અને નૂતન વર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 24 ઓક્ટોબરે લક્ષ્મી પૂજન અને શારદા પૂજન કરાયું હતું જ્યારે 26 ઓક્ટોબરે નૂતન વર્ષ આશીર્વાદ અને થાળ ઉત્સવ યોજાયા હતા. સાહેબજીના હસ્તે અન્નકૂટ આરતી થઇ હતી. હજારો હરિભક્તો તેમના પરિવારજનો અને મિત્રો સાથે અન્નકૂટ દર્શન સહિતના તમામ કાર્યક્રમોની ઉજવણીમાં ઉલ્લાસભેર જોડાયા હતા.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
