સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    સ્વામી વિવેકાનંદની ૧૫૯મી જયં

    આ વર્ષે સ્વામી વિવેકાનંદજીની ૧૫૯મી જન્મજયંતીને ચિન્મય મિશનના યુવા કેન્દ્ર દ્વારા ઓનલાઇન રાષ્ટ્રીય યુવા સંમેલન તરીકે ઊજવવામાં આવશે. વિવેકાનંદજી, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને યુવાનોને સાંકળતા આ સંમેલનને “ગિફ્ટ – ગીતા એન ઇન્સ્પાયરીંગ ફ્રેન્ડ ટુ ટ્રેઝર” એટલે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા - આપણો પ્રેરણાદાયી અને બહુમૂલ્ય મિત્ર એવા વિચારને લઈને ઓનલાઇન રાષ્ટ્રીય યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

    સંસ્કારવાહિની: લોકસાહિત્ય અન

    ‘ગુજરાત સમાચાર' ‘Asian Voice’ અને બ્રાયટન ગુજરાતી કલ્ચરલ સોસાયટી (GCS)ના સંયુક્ત ઉપક્રમે રવિવારે રજૂ થયેલ ચારણી લોકસાહિત્યના ઓનલાઇન Zoom કાર્યક્રમને અભૂતપૂર્વ લોક આવકાર સાંપડ્યો છે. બપોરે ૩.૦૦થી ૫.૦૦ વાગ્યાનો કાર્યક્રમ સાંજના ૬.૧૫ સુધી ચાલ્યો હતો. કાર્યક્રમની શરૂઆત થતા પહેલાં બપોરે ૨.૪૫ વાગ્યાથી ૧૦૦૦ દર્શકો-શ્રોતાજનો ઝૂમમાં જોઇન્ટ થઇ ગયા હતા. બ્રાયટન (GCS)ની ટેકનિકલ ટીમ દ્વારા સંચાલિત આ ઝૂમ કાર્યક્રમની કેપેસિટી ૧૦૦૦ની હોવાથી બીજા ૫૦૦થી વધુ લોકોનો સમાવેશ નહિ થઇ શકતાં નિરાશા સાંપડી હતી. "ચારણી લોકસાહિત્ય"નો આ કાર્યક્રમ માણવા યુ.કે. સહિત ભારત, અમેિરકા, કેનેડા તથા આફ્રિકાથી દર્શકો જોડાયા હતા.

    ઈન્ડિયા લીગ દ્વારા શહીદ દિન નિમિત્તે સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અપાઈ

    ગત ૩૦ જાન્યુઆરીએ લંડનમાં ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે પૂ. મહાત્મા ગાંધીની પ્રતિમા પર ઈન્ડિયા લીગના ચેરમેન તથા ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સીબી પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગાંધીજીના નિર્વાણ દિનની શહીદ દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. ૧૯૬૮માં ગાંધીજીની જન્મશતાબ્દિ નિમિત્તે લંડનમાં ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે ફ્રેડા બ્રિલિયન્ટે તૈયાર કરેલી મહાત્મા ગાંધીની કાંસ્યપ્રતિમાનું અનાવરણ કરાયું હતું.

    ૧૪ ફેબ્રુઆરીએ "પિતૃવંદના" કરતા...

    ‘ગુજરાત સમાચાર' ‘Asian Voice’ અને બ્રાયટન ગુજરાતી કલ્ચરલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રવિવાર,  તા.૧૪ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ બપોરે ૨.૦૦થી ૪.૦૦ દરમિયાન "પિતૃવંદના" કરતો સવિશેષ કાર્યક્રમ રજૂ કરવાનું સુંદર આયોજન થયું છે. 

    • વીણા પંડ્યા પ્રસ્તુત સાંઈ ભજનોના કાર્યક્રમ ‘સાંઈ રહમ નજર રખના’નું તા.૨૦.૦૨.૨૦૨૧ બપોરે ૪ (યુકે), રાત્રે ૯.૩૦ (IST) અને સવારે ૧૧ (ESTયુએસએ) https://www.youtube.com/user/Priyanka5177

    શ્રીમદ્ ભગવદ્ ગીતાના ૧૮ પારાયણની પૂર્ણાહૂતિ નિમિત્તે ગીતાહવન

    વિશ્વભરમાં વર્ષ ૨૦૨૦માં કોરોના મહામારીના આક્રમણને કારણે લોકડાઉન અને કરફ્યુની પરિસ્થિતિમાં ચિન્મય મિશન અમદાવાદની એકેડમી ઓફ કલ્ચર એન્ડ આર્ટ્સ દ્વારા “ગીતા ચેન્ટિંગ ઇઝ એન્ચાન્ટિંગ” હેઠળ સંપૂર્ણ ગીતાપારાયણ ઓનલાઇન શરૂ કરવામાં આવ્યું હતું. ૩૨૪ દિવસના આ અતૂટ ગીતા પારાયણની ૧૧મી ફેબ્રુઆરીએ પૂર્ણાહુતિ થઈ હતી. તે અવસરે ૧૨મી ફેબ્રુઆરીએ સંસ્થાના પરમધામ મંદિર ખાતે વિશેષ ગીતાહવનનું આયોજન કરવામાં આવ્યું છે.

    પૂ. મહંત સ્વામીનું નેનપૂરમાં વ...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તેમણે કાવિઠા (ધોળકા), મેમ્કા (સુરેન્દ્રનગર) અને જલાલપુર (વજીફા) ખાતે નિર્માણ પામનારા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરને ઈષ્ટશિલાનું પૂજન કર્યું હતું.

    BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા...

    BAPS સ્વામીનારાયણ સંસ્થા યુકે અને યુરોપ દ્વારા તા.૪.૪.૨૦૨૧ ને રવિવારે સાંજે ૪ થી ૫ (BST) દરમિયાન અખંડ ધૂનનું ઓનલાઈન આયોજન કરાયું છે. તેનું લાઈવ વેબકાસ્ટ neasdentemple.org પરથી થશે.

    તા. ૨૧મી જૂન રવિવારે આંતરરાષ્ટ...

    યુનાઇટેડ નેશન્સ દ્વારા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની વિનંતીને પગલે તા. ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં મનાવવાની જાહેરાત કરાયા બાદ સમગ્ર વિશ્વના ૧૭૭ દેશોમાં તેની ઉજવણી થનાર છે.બ્રિટનમાં વિવિધ સંસ્થાઅો અને સંગઠનો દ્વારા વિશ્વની પાંચ હજાર વર્ષ જુના યોગ પધ્ધતિ અંગે જનજાગૃતી આણવા સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે વિવિધ સ્થળે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. અત્રે રજૂ કરેલ કાર્યક્રમની માહિતીમાં જે કાર્યક્રમમાં તારીખ લખી નથી તે કાર્યક્રમ તા. ૨૧ મી જૂન રવિવારના રોજ યોજાનાર છે.