સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    દીવાળી ઉજવણીમાં નિસ્ડન મંદિર

    દીવાળી પ્રકાશનું પર્વ છે. દીવાળીમાં આશા, સહિષ્ણુતા અને શુભેચ્છાઓનું વાવેતર કરીને ખુશીઓ મનાવાય છે. 24થી 26 ઓક્ટોબર 2022 સુધી નિસ્ડન મંદિર ખાતે દીવાળી અને નૂતન વર્ષની ઉજવણી કરાઇ જેમાં લંડનના મેયર સાદિક ખાન, બ્રિટન ખાતેના ભારતીય હાઇકમિશ્નર વિક્રમ દોરાઇસ્વામી, શેડો ફોરેન સેક્રેટરી ડેવિડ લેમી સહિત હજારો સ્થાનિકો અને દૂર દૂરથી આવેલા ભાવિકો જોડાયાં હતાં.

    ભાદરણ બંધુ સમાજના યજમાનપદે રવ

    બ્રિટનવાસી ગુજરાતી સમુદાયના સંગઠનોમાં મોખરાનું સ્થાન ધરાવતા ભાદરણ બંધુ સમાજ (BBS-UK)ના યજમાનપદે આગામી રવિવાર - છઠ્ઠી નવેમ્બરે છ ગામ નાગરિક મંડળ-યુકેના વાર્ષિક મિલન સમારંભનું આયોજન થયું છે.

     યુગાન્ડાથી આવેલા એશિયનોએ બ્રિટનના વિકાસમાં અનેરૂં યોગદાન આપ્યું છે – શૈલેશ વારા

    50 વર્ષ પહેલાં યુગાન્ડામાંથી એશિયનોની હકાલપટ્ટી કરાઇ તેની વસમી યાદમાં પીટરબરો ખાતે એક વિશેષ સમારંભનું આયોજન કરાયું હતું. 1972માં ઇદી અમીન દ્વારા હાંકી કઢાયેલા 50 પરિવાર પીટરબરોમાં સ્થાયી થયાં હતાં. તેમાંના કેટલાક સ્થાનિક સમુદાયના લોકો સાથે અહીં એકઠાં મળ્યાં હતાં અને તે સમયના વસમા સંસ્મરણો તાજાં કર્યાં હતાં. 

    આપણા અતિથી: સ્વામી તેજોમયાનંદ

    ચિન્મય મિશનના વૈશ્વિક વડા પૂ. સ્વામી તેજોમયાનંદજી યુકેની મુલાકાતે પધાર્યા છે અને તા. ૫ થી ૯ અોગસ્ટ ૨૦૧૫ દરમિયાન લોગન હોલ હ્યુસ્ટન, લંડન WC1H 0AL ખાતે રોજ સાંજે ૭-૩૦થી ૯ દરમિયાન તુલસી રામાયણના શ્રી રામ ગીતા પર આધારિત 'ટાઇમલેસ ક્વેશ્ચન્સ ઇટરનલ આન્સર્સ' વિષય પર ઇંગ્લીશમાં પ્રવચન આપનાર છે. આ કાર્યક્રમોમાં પ્રવેશ મફત

    માંધાતા ગુજરાતી શાળાએ ૪૦મા જન

    માંધાતા ગુજરાતી શાળાએ ગત તા. ૧૨ જુલાઇના રોજ આલ્પર્ટન હાઇસ્કૂલમાં ૪૦મા જન્મ દિનની શાનદાર ઉજવણી કરી હતી. આ પ્રસંગે વૈદિક પરંપરા મુજબ કુસુમબેન, લત્તાબહેન અને લક્ષ્મીબહેને દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો.

    21મા વાર્ષિક એશિયન એચિવર્સ એવોર્ડ્સના નોમિનેશન માટે આમંત્રણ

    વિવિધ સેક્ટરમાં હાંસલ કરેલી સિદ્ધીઓ માટે લાંબા સમયથી અપાતા બ્રિટનના સૌથી પ્રતિષ્ઠિત એશિયન એચિવર્સ એવોર્ડ્સના નોમિનેશનને આમંત્રણ આપવામાં આવ્યું છે. યુકેમાં દક્ષિણ એશિયનોએ રાજકારણ, બિઝનેસ અને સિવિલ સોસાયટી સહિતના અનેક ક્ષેત્રમાં અગ્રીમ સ્થાન હાંસલ કર્યાં છે. એશિયન એચિવર્સ એવોર્ડ્સ દક્ષિણ એશિયન સમુદાયના આવા વ્યક્તિઓની કામગીરીને બિરદાવવાનું જારી રાખે છે. એશિયન એચિવર્સ એવોર્ડ્સનો આગામી સમારોહ 15 સપ્ટેમ્બર 2023ના રોજ પાર્ક લેનમાં આવેલ પ્રતિષ્ઠિત લંડન હિલ્ટન ખાતે યોજાશે. આ સમારોહનું આયોજન એશિયન વોઇસ અને ગુજરાત સમાચારની ભાગીદારીમાં ગ્લોબલ એડવાઇઝરી ફર્મ ઇપીજી દ્વારા કરાશે.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    ડેનહામ-અક્સબ્રીજ ખાતે વૃંદાવન સમી હરિયાળી ધરતી પર પૂ.ભાઇશ્રીને મુખેથી વહેતી ભાગવત કથા રૂપી પાવન ગંગામાં ડૂબકી મારવા લંડન સહિત યુ.કે.માંથી હજારો હરિભક્તો લંડન અાવી રહ્યા છે એની તમામ વ્યવસ્થા અનુપમ મિશન દ્વારા ખૂબ અાયોજનપૂર્વક થઇ રહી છે. અષાઢ વદ છઠ્ઠ, બુધવાર ૫, અોગષ્ટના રોજ બપોરે ૨.૦૦ વાગ્યે પૂ.ભાઇશ્રી, પૂ. સાહેબ અને સંતગણ (અાણદાબાવા અાશ્રમના પૂ. દેવીપ્રસાદજી મહારાજ, પુષ્ટીમાર્ગીય વૈષ્ણવાચાર્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી, શિવાનંદ અાશ્રમના પૂ. અાધ્યાત્માનંદજી સ્વામી)ની ઉપસ્થિતિમાં વાજતે ગાજતે શ્રીમદ ભાગવત પોથીયાત્રા નીકળશે. શક્ય બનશે તો યોગગુરૂ શ્રી બાબા રામદેવ પણ ભાગવતકથા દરમિયાન પધારશે. ભાગવત સપ્તાહ તેમજ મંદિર મહોત્સવ (તા.૫ અોગષ્ટથી ૧૭ અોગષ્ટ દરમિયાન) રોજ સાંજે ૬.૦૦થી ૮.૦૦ હરિભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં અાવી છે.

    વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ મંદિરમ

    વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી પર્વે રાની તિવારી અને પરિવારના યજમાનપદે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું છે.