ડેનહામ ખાતેના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે પૂ. ભાઈશ્રીની ભાગવત કથા શરૂ થઈ ગઈ છે. મંગળવારે સવારે ૭-૦૦ વાગ્યે હિથ્રો એરપોર્ટ પર પૂ. ભાઈશ્રી (પૂ. રમેશભાઈ ઓઝા)નું આગમન થયું ત્યારે ૧૫૦થી વધુ હરિભક્તોએ એમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.
સ્થાનિક કાર્યક્રમો
Block: Site: Subtree Block
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
લંડન શહેરની રેડિસન રેડ હોટેલ - હિથ્રો ખાતે રવિવાર 28 મેના રોજ સવારે 10.00થી સાંજના 6.00 ‘જિન્જા રિયુનિયન 2023’ યોજાયું છે. આ મેળાવડામાં જિન્જાના વતનીઓ અને તેમના જીવનસાથીઓ હાજરી આપી શકે છે.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
નીસડન મંદિર આપણને એક હિન્દુ કોમ્યુનિટી તરીકે પરસ્પર સંપર્ક, સહકાર અને ઉજવણીનો અદ્ભૂત રાહ દર્શાવે છે. લંડનમાં બ્રિટિશ હિન્દુઓ દ્વારા વ્યાપક યોગદાનને ઉજવવા સમગ્ર યુકેમાંથી 40થી વધુ વૈવિધ્યસભર હિન્દુ કોમ્યુનિટીઓ ‘સેલિબ્રેટિંગ બ્રિટિશ હિન્દુ કોન્ટ્રિબ્યુશન્સ’ ઈવેન્ટમાં એકત્ર થઈ હતી. પરમ પૂજ્ય મહંત સ્વામીની પવિત્ર ઉપસ્થિતિમાં 19 મે 2023ની સાંજે પ્રતિષ્ઠિત નીસડન મંદિર ખાતે પ્રેરણાદાયી ઈવેન્ટ યોજાયો હતો. આ ઈવેન્ટ થકી સમગ્ર યુકેમાં હિન્દુ કોમ્યુનિટીઓના સમૃદ્ધ વારસા અને મૂલ્યવાન સિદ્ધિઓને ઉજવવાની અનોખી તક સાંપડી હતી જેમાં મનમોહક જીવંત પરફોર્મન્સીસ અને પ્રતિષ્ઠિત વક્તાઓની ઊંડાણપૂર્વકની રજૂઆતોનો સમાવેશ થયો હતો.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
નીસડન સ્વામિનારાયણ મંદિરમાં રવિવારે યુરોપ દિન અને બાલ-બાલિકા દિનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
કેન્ટન - હેરો સ્થિત શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર ખાતે 10 જૂનના રોજ યોજાયેલી સહજાનંદ વ્યાખ્યાન માળાને સંબોધતા પ.પૂ. શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ મનની અગાધ શક્તિઓ પર પ્રકાશ ફેંકતા કહ્યું હતું કે ‘હિંદુ ધર્મ અને વેદ અન્ય શાસ્ત્રો કરતાં શ્રેષ્ઠ છે. આજે આખું વિજ્ઞાન એક પરિમાણથી આગળ વધી શકતું નથી પણ આપણા ઋષિ મુનિઓ મનના માધ્યમથી તેના કરતાં પણ આગળ પહોંચી ગયા છે. આપણા વેદોએ કહ્યું છે કે મન પ્રકાશ કરતાં પણ ઝડપી છે. મન સક્રિય છે અને સક્રિયતા એ આત્મા દ્વારા પ્રદાન કરાયેલી ચેતનાને કારણે છે, જે પ્રજ્ઞા નામના દિવ્ય પ્રકાશથી ભરેલી છે. આપણા શાસ્ત્રો આપણો મહાન વારસો છે, જે વિશ્વના અન્ય કોઈ પણ ધર્મો પાસે નથી. આથી જ આપણે ગર્વથી કહીએ છીએ - હમ હિન્દુ હૈ.’
શ્રી પ્રજાપતિ એસોસિએશન યુ.કે. દ્વારા 10મા સીનિયર્સ સ્નેહ સંમેલનનું આયોજન બર્મિંગહામના રાધાસ્વામી રસીલા સત્સંગ સેન્ટર ખાતે રવિવાર, 21 મે 2023ના રોજ કરાયું હતું. આ સ્નેહ સંમેલનમાં નિવૃત્તિ અગાઉના આયોજન, નિવૃત્તિ પછીની પ્રવૃત્તિઓ તેમજ વયોવૃદ્ધોમાં સાઈબરક્રાઈમના જોખમો બાબતે જાગૃતિ વિશે રજૂઆતો અને ચર્ચાઓ કરાઈ હતી. યુકેના 14 શહેરો અને ટાઉન્સમાંથી આવેલા આશરે 650 વરિષ્ઠ નાગરિકોની શ્રી પ્રજાપતિ એસોસિએશન (SPA) બર્મિંગહામના 70 સ્વયંસેવકોએ સરભરા કરી હતી.
