• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩ ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ, એસેક્સ IG1 1EE ખાતે મંદિરમાં દર્શનનો સમય – દર્શન – સવારે ૮થી ૧૧ અને સાંજે ૬થી ૮, આરતી સવારે ૧૦ વાગે અને સાંજે ૭.૧૫ વાગે. તા.૧.૯.૨૦થી તા. ૧૭.૯.૨૦ સુધી શ્રાદ્ધપર્વ છે. દાન માટે આ સમય શ્રેષ્ઠ હોવાથી સૌને મંદિરની મુલાકાત લેવા અને દાન કરવા અપીલ છે. સંપર્ક. 020 8553 5471
સ્થાનિક કાર્યક્રમો
Block: Site: Subtree Block
યુકેમાં ગુજરાતી કોમ્યુનિટીના સંગઠનો- સંસ્થાઓને સમર્થન આપતી છત્રસંસ્થા નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO-UK)ની સ્થાપના ૧૯૮૫માં કરાઇ છે. યુકેમાં ગુજરાતીભાષી લોકોને અસરકર્તા મુદ્દાઓ વિશે માહિતગાર કરવા, સલાહ આપવા, સાંકળવા અને પ્રતિનિધિત્વ કરવા તેમજ તેમના સામાજિક, આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ભાષાકીય અને ધાર્મિક પ્રગતિ માટે કામ કરવા અને કોમ્યુનિટીઓમાં જાગરુકતા વધારવા અને તેમની જરૂરતોના સંદર્ભે વૈધાનિક અને વોલન્ટરી સંસ્થાઓ સમક્ષ નેશનલ ફોરમ તરીકે કામગીરી બજાવવાના કર્તવ્ય અને મિશન ધરાવતી NCGO-UK દ્વારા પદાધિકારીઓની નિયુક્તિ જાહેર થઈ છે.
• ચિન્મય મિશન – દીપાવલી ઉત્સવ
ચિન્મય મિશન અમદાવાદના પરમધામ ખાતે ૧૩મી નવેમ્બરે ધનતેરસથી દીપાવલીના ઉત્સવની શરૂઆત થશે. વહેલી સવારે ૬.૩૦થી ૭.૩૦ દરમિયાન ધન્વંતરી હવન થશે અને સાંજે સાડા છ વાગ્યાથી ધનલક્ષ્મી પૂજા થશે. આ પૂજાવિધિનું જીવંત પ્રસારણ સંસ્થાના ફેસબુક પેજ પર કરવામાં આવશે જેથી લોકો આ પૂજાવિધિની સાથે સાથે ઘરમાં રહીને પોતાનાં ધનલક્ષ્મીની પૂજા કરવાનો લાભ લઈ શકે. ૧૬મી શરૂ થતા નૂતન વર્ષ નિમિત્તે સવારે સાડા છ વાગ્યાથી શ્રીકૃષ્ણ ભગવાનને અભિષેક અને નવા અલંકારો અર્પણ કરવામાં આવશે. તે સાથે જ સંસ્થાના અમદાવાદ ખાતેના સ્વામી અવ્યયાનંદજીની વર્ચ્યુઅલ શુભેચ્છા મુલાકાત લઈ શકાશે. કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષે સંસ્થાના બધા જ કાર્યક્રમોને ફેસબુક પેજ https://www.facebook.com/cmahmedabad/ પર જીવંત પ્રસારિત કરવામાં આવશે.
• બ્રહ્માકુમારીઝ હેડ ક્વાર્ટર્સ લંડન તરફથી ગુજરાતીમાં ઓનલાઈન રાજયોગ કોર્સનું તા.૫.૧૨.૨૦થી તા.૧૧.૧૨.૨૦ (શનિવારથી શુક્રવાર) દરરોજ સાંજે ૬.૩૦થી ૮.૩૦ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. ‘ઝૂમ’ આઈડી મેળવવા માટે
[email protected] પર ઈમેલ કરો અથવા 020 8727 3416 પર ફોન કરો.
કોરોના મહામારીને કારણે લોકોમાં ડર, નિરાશા અને અસલામતીનો ભય ફરી જાગ્યો છે ત્યારે સત્સંગ દ્વારા આધ્યાત્મિક શક્તિની મદદથી તેનો સામનો કરવાનું બળ મળી શકે છે એવા ઉમદા હેતુ સાથે ચિન્મય મિશન અમદાવાદ દ્વારા ૧૯મી નવેમ્બરથી શ્રીમદ્ ભાગવત પર આધારિત “ભિક્ષુગીતા” પર ઑનલાઇન જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે.
માગશર સુદ એકાદશી એટલે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતી. આ પ્રસંગે ચિન્મય મિશન દ્વારા ૫ ડિસેમ્બરથી ૨૫ ડિસેમ્બર સુધી ૨૧ દિવસના તપો ગીતા જયંતીગ્લોબલ ઑનલાઇન ફેસ્ટ ઊજવાઇ રહ્વાો છે. વેદો-ઉપનિષદોનું જ્ઞાન અને શ્રીમદ્ભગવદ્ ગીતાનો સંદેશ સચોટ રીતે જન-જન સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરનાર સ્વામીચિન્મયાનંદજીના ગુરુ સ્વામી તપોવનજી મહારાજની જન્મજયંતી પણ આ જ દિવસે છે તેથી તેને તપો ગીતા ફેસ્ટ તરીકે ઉજવાય રહ્યો છે.
ચિન્મય મિશન - અમદાવાદ દ્વારા ૨૫મી ડિસેમ્બરે ગીતાજયંતી અને તપોવનજયંતીની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવશે.
• બ્રહ્માકુમારીઝ કાર્ડિફ દ્વારા તા.૦૫.૦૧.૨૦૨૧ને મંગળવારે સાંજે ૭થી ૮.૩૦ દરમિયાન ઝૂમના માધ્યમથી (Meeting ID - 864 3498 1347 - Passcoede 373716) ગુજરાતીમાં વર્ચ્યુઅલ પ્રવચનનું ઓનલાઈન આયોજન કરાયું છે. આ કાર્યક્રમ નિઃશુલ્ક છે.
સંપર્ક. 020 8727 3416
કોરોના અને નવા કોરોના સ્ટ્રેઇનની મહામારીથી યુ.કે.ભરના શહેરો, નગરોમાં લોકડાઉનની પરિસ્થિતિ પ્રવર્તે છે. ક્રિસમસ કે ૨૦૨૧ને વધાવતી ન્યૂયરની સહપરિવાર ઉજવણી કે પાર્ટી પણ આપણે કરી શક્યા નહિ. આવી પરિસ્થિતિમાં હામ હાર્યા વગર સૌ બ્રિટનવાસીઓએ સરકારી એલાનની ગંભીરતાને સમજી સૌએ ઘરમાં જ રહી આ વર્ષની ક્રિસમસ ઉજવી. સમય અને સંજોગને આધીન થયેલા માનવજગતે કોરોનાકાળમાં નિરાશ થયા વગર લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરી "ઝૂમ" (Zoom) દ્વારા એકબીજા સાથે સંપર્ક રાખ્યો છે. ઘરની ચાર દિવાલો વચ્ચે એ પૃથ્વીના કોઇપણ ખૂણે બેઠેલા સગા-સ્નેહી કે મિત્રો સાથે ચહેરો જોઇ-બતાવી, જાણે પ્રત્યક્ષ જ વાત કરતા હોય એવો નવો ટ્રેન ઉભો કર્યો. આ 'ઝૂમ' દ્વારા ઘરે બેસી કામ કરનારા, સંસ્થાઓ, ચેરિટી ઓર્ગેનાઇઝેશનો તેમજ સંગીત-જલસા અને ભક્તિસંગીતના કાર્યક્રમો માણી શકાય છે.
• શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન દ્વારા સર્વે હરિભક્તોને જણાવવાનું કે સરકારની જાહેરાતને અનુલક્ષીને મંગળવારને તા- ૦૫-૦૧-૨૦૨૧થી મંદિર દર્શન અને અન્ય પ્રવૃત્તિઓ માટે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યું છે. www.sstw.org.ukપર દર્શન ઓનલાઇન ઉપલબ્ધ છે. ઉપરોક્ત વેબસાઇટ દ્વારા દાન પણ ઓનલાઇન કરી શકાય છે. ગુજરાતી શાળા અને બાળ કેન્દ્ર તેમના વોટસએપ ગ્રુપ દ્વારા વાલીઓને સંપર્ક કરશે.
