રાજકોટ ગુરુકુળ દ્વારા ઘનશ્યામ મહારાજ પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે તા. 7થી 10 એપ્રિલ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું છે.
સ્થાનિક કાર્યક્રમો
Block: Site: Subtree Block
હેરો હવેલીમાં શ્રી મહાપ્રભુજી પ્રાગટય ઉત્સવ, પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી (કડી, અમદાવાદ)ના આશીર્વાદ સાથે વૈષ્ણવ સંઘ યુ.કે. સૌ વૈષ્ણવોને હેરોની શ્રીનાથધામ હવેલીમાં તા. ૨૬ એપ્રિલના રોજ બપોરે ૧૨.૦૦થી શ્રી મહાપ્રભુજીના પ્રાગટય ઉત્સવમાં સામેલ થવા નિમંત્રણ પાઠવે છે. આ પ્રસંગે રાજભોગ દર્શન, આરતી, આચાર્યશ્રીને માલા-તિલક ધોતી, ઉપરણા મનોરથ ત્યારબાદ ૫.૩૦થી શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી લાઇવ ઝૂમ ઉપર વચનામૃત કરશે.
ભારતીય સમુદાયની સામાજિક-સાંસ્કૃતિક-ધાર્મિક સંસ્થાઓની ગતિવિધિઓની ઝલક...
૧લી મે એટલે આપણા ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ.
લેમ્બેથ બસવેશ્વરા ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં લંડન ખાતે ભગવાન બસવેશ્વરાની 889મી જન્મ જયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
કુંજ નામનું પક્ષી ઉનાળામાં ઈંડાં મૂકીને હજારો કિ.મી. દૂર જતું રહે છે, પણ મનથી તે પોતાના ઈંડાથી દૂર થતું નથી, એટલે બીજી સીઝનમાં જ્યારે તે ઈંડાં પાસે આવે છે ત્યારે બચ્ચાં બહાર નીકળી ગયાં હોય છે! ગુજરાત બહાર વસતા ગુજરાતીઓએ આ કુંજ પક્ષી જેવો પ્રેમ ગુજરાત સાથે રાખ્યો છે. તેઓ ગુજરાતથી જોજનો દૂર જવા છતાં ગુજરાતને પોતાના મનથી અળગું થવા દેતા નથી; અને એ બાબત 1 મે ગુજરાત સ્થાપના દિવસની યુકેમાં થતી આ ઉજવણીથી તેઓ સિદ્ધ કરે છે, એમ ભારત સરકારના કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરીઉદ્યોગ પ્રધાન શ્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું. નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન-યુકે (NCGO-UK) તથા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ સાપ્તાહિકો ઉપરાંત ગુજરાતી કલ્ચરલ સોસાયટી-બ્રાઇટનના સહયોગથી પહેલી મેના રોજ ગુજરાત સ્થાપના દિવસની યોજાયેલી ઉજવણીના મુખ્ય મહેમાનપદેથી શ્રી રૂપાલાએ આ મુજબ જણાવ્યું હતું.
વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક-જ્ઞાતિ સંગઠનો દ્વારા આયોજિત કાર્યક્રમોની રૂપરેખા...
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા - યુકે અને યુરોપ દ્વારા સનાતન હિન્દુ ધર્મના મશાલવાહક પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણી થઇ રહી છે. આ પ્રસંગે વિશ્વ શાંતિ મહાયજ્ઞનું આયોજન થયું છે. જેમાં નિસ્ડન મંદિર ઉપરાંત બર્મિંગહામ, લેસ્ટર અને માંચેસ્ટરના બીએપીએસ મંદિર ખાતે વિદ્વાન પંડિતો દ્વારા ઇન્ડોર મહાયજ્ઞ યોજાશે.
નેશનલ એસોસિયેશન ઓફ પાટીદાર સમાજ (NAPS) હોલ ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા તા. 1 મે, 2022ના દિવસે 62મા ગુજરાત-દિનની રંગેચંગે ઉજવણી કરાઈ હતી. સંસ્થાઓના પ્રતિનિધિઓએ સભાને સંબોધન કર્યું હતું. સમગ્ર સમારંભમાં મુખ્યત્વે ગુજરાતના ગૌરવની વાત કરવામાં આવી હતી. સૌપ્રથમ NAPS કમિટીનાં મહિલા-સભ્યો દ્વારા તથા સંસ્થાઓ દ્વારા મંગલાચરણ સ્વરૂપે પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. હિતેશભાઈ તથા દક્ષાબહેન દ્વારા રાષ્ટ્રીય ગીત રજૂ કરાયું હતું
ભારતની વિખ્યાત યોગ યુનિવર્સીટી સ્વામી વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થાન (SVYASA)ના ચાન્સેલર અને તાજેતરમાં સમગ્ર વિશ્વમાં રંગેચંગે ઉજવાયેલા ઇન્ટરનેશનલ યોગ દિવસના ચેરમેન ગુરૂજી ડો. એચ. આર. નાગેન્દ્રનું તા. ૨૫મી જુલાઇ ૨૦૧૫ના રોજ હાઉસ અોફ કોમન્સ ખાતે 'ભારત ગૌરવ એવોર્ડ' એનાયત કરી સન્માન કરવામાં આવનાર છે. તેઅો ત્રણ દિવસ માટે બ્રિટનની મુલાકાતે આવી રહ્યા છે અને તેમની સાથે SVYASA ગ્લોબલના ડો. મંજુનાથ પણ યુકે પધારી રહ્યા છે.
