સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    સ્વામી દયાનંદ સરસ્વતીના શિષ્

    પરમ પૂજ્ય સ્વામી દયાનંદ સરસ્વતીના શિષ્ય પૂ. સ્વામી પરમાત્માનંદજી લંડનની મુલાકાતે આવી રહ્યા છે. સ્વામીજીના સત્સંગ કાર્યક્રમનું આયોજન આગામી તા. ૯-૧૦ જુલાઇ ૨૦૧૫ના રોજ સાંજે ૭થી ૯ દરમિયાન પાટીદાર હાઉસ, ૨૨, લંડન રોડ, વેમ્બલી HA9 7EX ખાતે કરવામાં આવ્યું છે.

    આપણી માતૃભાષા ગુજરાતીની જી.સી.એસ.ઈ. અને ‘એ’ લેવલની પરીક્ષાઅો લેવાનું વર્ષ ૨૦૧૬ બાદ બંધ કરવા માટે પરીક્ષા બોર્ડ અો.સી.આર. વિચાર કરી રહ્યું છે અને દિન પ્રતિદિન આપણા બાળકો ગુજરાતી ભાષાની શાળાઅોમાં જતા બંધ થઇ રહ્યા છે ત્યારે આ ક્ષેત્રે જાગૃતી લાવવા અને અો.સી.આર. તેમજ સરકાર પર દબાણ લાવવા અને જરૂરી ચર્ચા વિચારણા કરવા એક બેઠકનું આયોજન 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' તેમજ 'સંગત સેન્ટર' દ્વારા આગામી તા. ૪ જુલાઇ ૨૦૧૫ શનિવારના રોજ બપોરે ૨ થી ૫ દરમિયાન સંગત સેન્ટર, ૨૮, સેનક્રોફટ રોડ, અોફ લોકેટ રોડ, હેરો HA3 7NSખાતે કરવામાં આવ્યું છે.

    ૪૨ વર્ષો બાદ બુલોપાવાસીઅોનું

    યુગાન્ડાના ગોકુળીયા ગામ તરીકે જાણીતા બુસોગા ડીસ્ટ્રીક્ટના બુલોપાવાસીઅો રવિવાર તા.૧૪ જુન ૨૦૧૫ના રોજ લંડન અાવ્યા બાદ પ્રથમ વાર એકબીજાને મળ્યા એ એક યાદગાર પ્રસંગ બની રહ્યો. સાઉથ હેરોમાં અાવેલ ધામેચા લોહાણા સેન્ટરમાં ૪૫૦થી ૫૦૦ જેટલા ભાઇ-બહેનોએ એકબીજાને મળી વર્ષોની યાદોંનો ખજાનો ખોલતા અાનંદ - અાનંદ વરતાઇ ગયો હતો.

    હેરોના સંગત સેન્ટરમાં ઇન્ટરન

    હેરોના સેનક્રોફ્ટ રોડ પર આવેલા સંગત સેન્ટર ખાતે ઇન્ટરનેશનલ યોગા ડે પ્રસંગે વિવિધ પ્રકારના યોગ અને આસનો કરીને યોગ દિવસની શાનદાર ઉજવણી કરાઇ હતી.

    ક્રોયડન ખાતે દત્ત સહજ યોગ મીશન...

    ક્રોયડન ખાતે દત્ત સહજ યોગ મીશન દ્વારા તા. ૨૧મી જૂનના રોજ ઇન્ટરનેશનલ યોગા ડે પ્રસંગે ખૂબજ સુંદર અને માહિતીપ્રદ પ્રદર્શન યોજી યોગા ડેની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ૧,૦૦૦ કરતા વધારે લોકોએ ઉજવણીમાં ભાગ લીધો હતો અને ધ્યાન, યોગ, શ્વાચ્છોશ્વાસ, યોગ સારવાર વગેરેની માહિતી મેળવી યોગ કર્યા હતા.

    બારીન્દ્ર પટેલ લિખિત પુસ્તક: "

    એક સમયે ટોટનહામમાં ફાર્મસીની શોપ્સ ધરાવનાર વ્યવસાયી શ્રી બારીન્દ્રભાઇ પટેલ અને એમનાં ધર્મપત્ની શ્રીમતી બિન્દુબેન પટેલ અનુપમ મિશનના ગુરૂવર્ય પૂ. સાહેબના ધર્મકાર્યથી પ્રભાવિત થઇ સ્વામિનારાયણી સત્સંગી બન્યાં. વ્યવસાય સાથે ફોટોગ્રાફીનો શોખ ધરાવતા બારીન્દ્રભાઇએ ૧૦ વર્ષ સુધી પૂ.સાહેબના સાન્નિધ્યમાં રહ્યા બાદ ઘણી ભાવવાહી તસવીરો કેમેરામાં મઢી છે. એમના કેમેરામાં મઢેલી યાદગાર ક્ષણો અને અંતરભાવની ઝાંખી કરાવતું એક દળદાર પુસ્તક "રસઘન મૂર્તિ સાહેબ- મારા અંતરની અાંખે" પ્રસિધ્ધ કર્યું છે.

    વિવિધતામાં એકતા એ જ સનાતનધર્મ

    વૈદિક સનાતન ધર્મ એ સૌથી જૂનો પુરાતન ધર્મ ગણાય છે. સનાતન ધર્મને મહર્ષિ વ્યાસજીએ ચાર વેદ, ઉપનિષદ સહિત ૧૮ સ્કંધપુરાણની ભેટ અાપી છે. જેમાં ૧૮મા પૌરાણિક શાસ્ત્ર શ્રીમદ ભાગવતમાં પરમાત્માના દશ અવતાર સહિત ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભૂત લીલાઅોનું વર્ણન કર્યું છે. કેટલાક વિધર્મીઅો વિવિધ સંપ્રદાયોમાં વહેંચાયેલા સનાતન હિન્દુ ધર્મની અાલોચના કરી રહ્યા છે ત્યારે એવા ટીકાકારો કે નકારાત્મક વિચારકોને એ સનાતન ધર્મના મૂળમાં જઇ એનો ગહન અભ્યાસ કરવાની જરૂર છે. વિશાળ વટવૃક્ષ સમા અા પૌરાણંિક સનાતન ધર્મની શાખાઅો જેવા અા સંપ્રદાયોનું મૂળ તો એક જ છે. વિવિધતામાં એકતા એ તો સનાતન ધર્મની વિશેષતા છે. એનું ઉત્તમ ઉદાહરણ અાગામી મહિના (અોગષ્ટ)ના પ્રથમ સપ્તાહમાં લંડનની ધરતી પર જોવા મળશે.

    HSS UK દ્વારા ક્વીનની પ્લેટિનમ જ્યુબિલી નિમિત્તે વૃક્ષારોપણ

    હિન્દુ સ્વયંસેવક સંઘ (HSS UK)ના સ્વયંસેવકોએ બાર્નેટમાં માતા પ્રકૃતિની પૂજા કરવાના હિન્દુ માર્ગે નવા હિન્દુ વર્ષે વૃક્ષારોપણવિધિ કરી હતી જેમાં ચિપિંગ બાર્નેટના કન્ઝર્વેટિવ સાંસદ થેરેસા વિલિયર્સ ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર યુકેમાં વૃક્ષારોપણ અને પર્યાવરણીય સમૃદ્ધિ માટે 2022માં ક્વીનની પ્લેટિનમ જ્યુબિલી નિમિત્તે ક્વીન્સ ગ્રીન કેનોપી પ્રોજેક્ટ પહેલ હેઠળ HSS UKને 15 નાના છોડ મળ્યાં હતાં જેનું વૃક્ષારોપણ પેડી અને હેલેના શેનોનની મદદથી બાર્નેટના વ્હેલબોન પાર્ક ખાતે કરાયું હતું.

    બીએપીએસ સ્વામિનારાયણ મંદિર - નિસડન દ્વારા પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવાનું આયોજન થયું છે.