અમદાવાદના જાસપુર ખાતે સાકાર થઇ રહેલા ભવ્યાતિભવ્ય વિશ્વ ઉમિયા ધામની બ્રિટન શાખા એવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન યુકે પરિવારનું સ્નેહ મિલન શનિવાર - 16 સપ્ટેમ્બરના રોજ બપોરે 12થી સાંજના 4.00 વાગ્યા સુધી યોજાયું છે.
સ્થાનિક કાર્યક્રમો
Block: Site: Subtree Block
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
છ ગામ નાગરિક મંડળ (CGNM)ના છ ગામ મેટ્રિમોનિયલ ઈન્ટ્રોડક્શન (CGMI) વિભાગ દ્વારા 17 સપ્ટેમ્બરના રોજ ધર્મજ સોસાયટી ઓફ લંડનના નાત નંદી હોલમાં લગ્નોત્સુક યુવક–યુવતીઓનો મિલન સમારંભ યોજવામાં આવ્યો હતો.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના યુકે પરિવારના સભ્યોનો સ્નેહ મિલન સમારંભ 16 સપ્ટેમ્બર 2023 શનિવારે રંગે-ચંગે યોજાયો હતો. સેવા, સમર્પણ અને સદ્ભાવના ધ્યેય સાથે યુકેમાં વસતા પરિવારોએ એક સાથે આવીને ઉદાહરણ પુરૂ પાડ્યું કે સંગઠન જ શકિત છે.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
નાગ્રેચા પરિવાર દ્વારા લેટન રોડ સ્થિત હરિબેન બચુભાઇ નાગ્રેચા હોલમાં ધર્મોલ્લાસભર્યા વાતાવરણમાં લોટી ઉત્સવ યોજાયો હતો.
ધ હિન્દુ ઈકોનોમિક ફોરમ ઓફ ધ યુકે (HEF-UK) દ્વારા તેના તાજેતરના કાર્યક્રમ ‘હિન્દુ ઈકોનોમિક સમિટઃ યુનાઈટિંગ વિઝન એન્ડ પ્રોસ્પરિટી’ સાથે નવું સીમાચિહ્ન હાંસલ કરાયું છે. ડેનહામમાં અનુપમ મિશન, સ્વામિનારાયણ મંદિર ખાતે આ કાર્યક્રમ 2023ની 21મી સપ્ટેમ્બરે યોજાયો હતો. આ ઈવેન્ટમાં વિવિધ ક્ષેત્રોના નામાંકિત વિચારકો, એન્ટ્રેપ્રીન્યોર્સ અને પ્રોફેશનલ્સ હિન્દુ બિઝનેસ કોમ્યુનિટીને પ્રેરિત કરવાની ચર્ચા અર્થે એકત્ર થયા હતા. ઈવેન્ટમાં વર્લ્ડ હિન્દુ ફાઉન્ડેશનના સ્થાપક સ્વામી વિજ્ઞાનાનંદજી અને અનુપમ મિશનના આધ્યાત્મિક વડા પૂજ્ય સાહેબજી, બિઝનેસ અગ્રણી અને લંડન ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ ચેરમેન સુભાષ વી. ઠકરાર FCA FRSA, હીઅર એન્ડ નાઉ 365ના સ્થાપક મનિષ તિવારી FRSAએ ચાવીરૂપ સંબોધનો કર્યા હતા. વક્તાઓએ ધર્મ, અર્થ અને રાષ્ટ્રના પારસ્પરિક જોડાણ તેમજ ધર્મ અને રીલિજિયન વચ્ચેના ભેદ સહિત વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વકના વિચારો રજૂ કર્યા હતા.
નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ (એનસીજીઓ) - યુકે દ્વારા ભારતીય હાઇ કમિશનના કો-ઓર્ડિનેસન મિનિસ્ટર દીપક ચૌધરી સાથે વાર્તાલાપનું આયોજન થયું છે.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
હિન્દુ કાઉન્સિલ ઓફ વેલ્સ (HCW) દ્વારા કાર્ડિફ બેમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે આંતરરાષ્ટ્રીય અહિંસાદિન અને મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ 2018ની બીજી ઓક્ટોબરે કરવામાં આવ્યું હતું અને ત્યારથી જ HCW દ્વારા દર વર્ષે અહીં પવિત્ર દિવસની ઉજવણી કરાય છે જેમાં મહાનુભાવો અને સ્થાનિક કોમ્યુનિટીના સભ્યો ઉપસ્થિત રહે છે.
