સમગ્ર વિશ્વમાં વસતા હિન્દુઓ માટે અતિ પવિત્ર અને મહત્ત્વપૂર્ણ ધર્મગ્રંથ ‘ભગવદ્ ગીતા’ના અવતરણ દિન ‘ગીતા જયંતી’ને ૧૭ ડિસેમ્બર, સોમવારે બ્રિટિશ પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સમાં ઉજવવામાં આવશે. આ કાર્યક્રમના યજમાન બ્રિટિશ હિન્દુઓ માટેના ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપના અધ્યક્ષ અને સાંસદ બોબ બ્લેકમેન છે.
સ્થાનિક કાર્યક્રમો
Block: Site: Subtree Block
નવા વર્ષ ૨૦૧૯ના પ્રથમ દિવસે હર્ટફોર્ડશાયરમાં આધ્યાત્મિક કલ્યાણ અને સમુદાયની સેવા માટે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા લંડન સ્પિરિચ્યુઅલ સેન્ટરને લોન્ચ કરવામાં આવ્યું હતું. મિશનના સ્થાપક ગુરુદેવ રાકેશભાઈની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અને ૧૮૦૦થી વધુ શ્રદ્ધાળુઓ લંડનની શેરીઓમાં નાચતા અને ગાતા પરંપરાગત ઉજવણીમાં સામેલ થયા હતા. ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રથી પ્રેરિત આ સેન્ટર ઇતિહાસમાં માઇલસ્ટોન બની રહેશે.
BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, નીસડન – લંડન ખાતે તા. ૨૮ માર્ચના રોજ ખૂબજ ધામધૂમપૂર્વક વિવિધ કલાત્મક નૃત્યો, નાટકો, કિરન સાથે શ્રી રામ નવમી મહોત્સવ અને શ્રી સ્વામિનારાયણ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
હિન્દુ સેવિકા સમિતિ દ્વારા સ્થાપનાના ૪૦ વર્ષની ઉજવણી પ્રસંગે તા. ૧૧-૪-૧૫ના રોજ બપોરે ૪થી ૬ દરમિયાન શ્રી સ્વામીનારાયણ મંદિર, સ્ટેનમોર, લંડન HA7 4LF ખાતે 'લિવીંગ અ ડીઝાઇનર હિન્દુ લાઇફ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભારતના સૌથી મોટા મહિલા સંગઠન રાષ્ટ્ર સેવિકા સમિતીના પ્રમુખ શાંતાક્કા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેશે.
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટનના સહકારથી આગામી તા. ૧૨મી એપ્રિલ, ૨૦૧૫ રવિવારના રોજ બપોરના ૧૨-૦૦થી બપોરના ૩-૦૦ દરમિયાન પ્રેસ્ટનના ગુજરાત હિન્દુ સોસાયટી, - સનાતન મંદિર, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે આપણા સમુદાયના મોભી અને આપણી સૌની પ્રગતિ તથા વિકાસમાં મહામુલો ફાળો આપનાર ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ સુરત ખાતે વિચરણ કરી રહ્યા છે. પૂ. ગુણાતીતાનંદે પોષી પૂનમે દીક્ષા ગ્રહણ કરી હતી. તા.૨૧ને સોમવારે તેની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે તે દિવસે ડાબરા ઉત્સવ ઉજવવમાં આવે છે. આ વર્ષે પૂ. મહંત સ્વામીની આજ્ઞાથી તેની બ્રહ્મોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.
તારીખ ૨૬મી જાન્યુઆરી - ગણતંત્ર દિવસનું આ રાષ્ટ્રીય પર્વ દુનિયાભરમાં ભારતીયો જ્યાં જ્યાં વસે છે ત્યાં ત્યાં ઉજવાય છે. લેસ્ટર ખાતે પણ ગોલ્ડન માઈલ નામે જાણીતા એવા બેલગ્રેવ રોડ ઉપર બેલગ્રેવ નેબરહૂડ સેન્ટરમાં ગુજરાત હિન્દુ એસોસિએશન દ્વારા મુખ્ય મહેમાન, કોન્સ્લેટ જનરલ ઓફ ઇન્ડિયા (બર્મિંગહામ)ના કોન્સુલ (કોમ્યુનિટી અફેર્સ) શ્રી હેપી ગુપ્તાન, કાન્સિલરો, આમંત્રિત મહેમાનો અને બહોળા જનસમુદાય સાથે પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
હિન્દુસ્તાની ક્લાસિકલ અને હળવા સંગીતના પાઠ શીખવતી સ્કુલ, ‘સંગીત વિદ્યા પ્રોગ્રેશન’ એ ભારતના પ્રજાસત્તાક દિન, ૨૬ જાન્યુઆરી, શનિવારે સૂરીલી સંધ્યાનું આયોજન રેનર્સલેનમાં આવેલ તીથે ફાર્મ સોશિયલ ક્લબ ખાતે કર્યું હતું.
ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન દ્વારા મેઈન હોલ, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન ખાતે તા.૨૬.૦૧.૨૦૧૯ને શનિવારે ભારતના ૭૦મા પ્રજાસત્તાક દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં સાંસદ સર માર્ક હેન્ડ્રીક, પ્રેસ્ટન સિટી કાઉન્સિલના ઈન્ટરીમ ચીફ એક્ઝિક્યુટિવ એડ્રિયન ફિલિપ્સ, ચીફ ઈન્સ્પેક્ટર ઓફ પોલીસ સ્ટીવ સેન્સબરી અને કાઉન્સિલર પીટર મોસનો સમાવેશ થતો હતો.
લંડનસ્થિત ચેરિટી બી જે મહેતા ફાઉન્ડેશન, પ્રો. અતુલભાઈ મહેતા, ડો. કોકિલાબેન મહેતા અને જયશ્રીબેન વ્યાસે ભારતના હરિદ્વારમાં આવેલી રામકૃષ્ણ મિશન હોસ્પિટલમાં ટાઈપ-૧ ડાયાબિટીસની સારવાર હેઠળના બાળકોની વધુ સારસંભાળ અને સારવારમાં મદદરૂપ થવા માટે ભંડોળ એકત્ર કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. હાલ હોસ્પિટલ દ્વારા ટાઈપ-૧ ડાયાબિટીસથી પીડાતા ૨૦૦ બાળકોની સંભાળ લેવામાં આવી રહી છે. દર મહિને દવા સાથે બાળક દીઠ સરેરાશ રૂ.૧,૫૦૦થી રૂ.૨,૦૦૦નો ખર્ચ થાય છે. જોકે, તેઓ નાણાંના અભાવને લીધે આ બાળકોની ઈચ્છે છે તેવી સારવાર કરી શકતા નથી. તેઓ ટાઈપ-૧ ડાયાબિટીસથી પીડાતા ૨૦૦થી વધુ બાળકોની સારવાર કરવા માગે છે.
