Search Results

Search Gujarat Samachar

ગુજરાતમાં પ્રથમ વખત રૂ. ૧૨૦૦ કરોડનું માર્કેટ કેપિટલ ધરાવતી લિસ્ટેડ કંપની મનપસંદ બેવરેજીસ લિમિટેડનું રૂ. ૩૦૦ કરોડનું બોગસ બિલ કૌભાંડ ઝડપાયું છે. જીએસટી ચોરીના આ કૌભાંડમાં કંપનીના એમ ડી અભિષેક સિંઘ, હર્ષવર્ધન સિંઘ અને સીએફઓ પરેશ ઠક્કરની ધરપકડ...

સુરતના કાપડ વેપારી અને ચાર દાયકાથી પોસ્ટલ સ્ટેમ્પ, નોટ અને સિક્કાના સગ્રહનો શોખ ધરાવતા અશોક ઢબુવાલાએ નરેન્દ્ર મોદીના વિજય દિવસની તારીખ ધરાવતી ચલણી નોટનું અનોખું કલેક્શન કર્યું છે. તેમણે ૧૬-૦૫-૧૪ અને ૨૩-૦૫-૧૯ની ભારત દેશની ૫, ૧૦, ૨૦, ૫૦, ૧૦૦ તથા...

મગનભાઈ જાધવભાઈ વસોયા અને સુરેસભાઈ છેલ્લાં ત્રણેક વર્ષથી ગોપીપુરામાં હીરાની ઓફિસ ધરાવે છે. અગાઉથી નક્કી થયા મુજબ રરમીની સાંજે મુંબઈની એક પાર્ટી હીરાનો સોદો કરવા આવવાની હતી. સુરેશભાઈ પણ મુંબઈના વેપારી પ્રકાશભાઈના માણસ સાથે ઓફિસે આવ્યા હતા. સોદો...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવણી આપી છે. ટ્રમ્પે ટ્વિટ કરી કે ઇરાન યુદ્ધ ઇચ્છતું હોય તો તેનો સત્તાવાર અંત થઈ જશે. ઇરાન અમેરિકાને ક્યારેય ધમકી ન આપે. ટ્રમ્પે રવિવારે રાતે ઇરાક સ્થિત અમેરિકી દૂતાવાસ પાસે રોકેટ હુમલા પછી આ ચેતવણી આપી...

પર્થની એક ભારતીય રેસ્ટોરાંને ખાદ્યપદાર્થના અનેક નિયમોના ભંગ બદલ ૨૫૦૦૦ ઓસ્ટ્રેલિયન ડોલરનો દંડ ફટકારાયો હતો. સાઉથ સ્ટ્રીટમાં આવેલી કરી ક્લબ ઈન્ડિયન રેસ્ટોરન્ટ સફાઈની અને હાથ ધોવાની સુવિધાઓ પૂરી પાડવાનાી બાબતમાં દોષિત જણાતા દંડ કરાયો હતો. તેના...

પાકિસ્તાનમાં ચાલી રહેલી ચીનની મહત્ત્વાકાંક્ષી યોજના ચીન – પાકિસ્તાન આર્થિક કોરીડોરના મામલે પાકિસ્તાન અને બલૂચિસ્તાનમાં ભારે અસંતોષ જાગ્યો છે. આ યોજના પાકિસ્તાનનાં ભાગલવાદી તત્ત્વોની નજરે ચડી ગઈ છે. તાજેતરમાં આ યોજનાને નિશાન બનાવીને કેટલાક આત્મઘાતી...

સંયુક્ત આરબ અમીરાતના અબુધાબીમાં ભારતીય ચેરિટી સંસ્થાએ રમઝાનના મહિનામાં સૌથી લાંબી ઈફ્તાર રાખી હતી જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન પામી છે. પીસીટી હ્યુમનિટી સંસ્થાના જોગિંદર સિંહ સલારિયાએ જણાવ્યું કે, દુબઈ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી...

મોડાસાના દધાલિયા ગામ નજીક પ્રતાપસિંહ હિંમતસિંહ બિહોલાના ખુલ્લા ખેતરમાં બાવળની ઝાડીમાં ૫૦ વર્ષીય આધેડ મહિલાનો મૃતદેહ હોવાની માહિતી દધાલિયાના સરપંચ બાનુભાઈ પંડ્યાને થતાં તે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

ઉત્તરીય સિંગાપોરમાં આવેલા કરાંજી વોર મેમોરિયલ પાસે ૨૩ વર્ષની યુવતી પર ભારતીય ચિનૈયા કાર્તિકે હુમલો કર્યાના એક દિવસ પછી જ પાંચમી મેના રોજ ચિનૈયાની ધરપકડ કરાઈ હતી.