Search Results

Search Gujarat Samachar

માળિયા તાલુકાના મોટી બરાર ગામે ચાલતા એક બોગસ કોલ સેન્ટરનો પોલીસે તાજેતરમાં ભાંડો ફોડ્યો છે. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મેટ્રોસિટીમાં ધમધમતા બોગસ કોલ સેન્ટરના જાળા હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શિફ્ટ થયા હોય તેવા આ સમાચાર છે. જિલ્લાના માળિયા...

 જન્મજાત શ્વાસોશ્વાસની તકલીફ ધરાવતા માત્ર ૨૮ દિવસનાં બાળકની ૨૨મીએ સર્જરી કરીને તેના ડાબી તરફના ફેફસાંનો એક ભાગ દૂર કરાયો હતો. ખુલ્લા લેકેક્ટોમીમાં છાતીની બાજુમાં ચીરો કરીને ફેફસાંના એક લોબને દૂર કરવાની જટિલ સર્જરી આણંદની આકાંક્ષા હોસ્પિટલમાં...

કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા રાજકોટ પાસે આવેલા લોધીકા તાલુકાના પારડી ગામમાં ૨૩મી જાન્યુઆરીએ હતા ત્યારે તેમણે લોકોનાં ક્રોધનો સામનો કરવો પડ્યો હતો. પાણીના પ્રશ્ને મહિલાઓને જબરજસ્ત આક્રોશ વ્યક્ત કરતાં અને આબરૂ જવાનો ડર લાગતાં જ પાણી પુરવઠા પ્રધાન...

પાદરા તાલુકામાં છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારની સામે ભાજપના ઉમેદવાર દિનેશભાઈ પટેલ ઉર્ફે દિનુમામા હારી ગયા હતા. એ પછી ભાજપના આગેવાને, કોંગ્રેસ દ્વારા જ્ઞાતિવાદ ભડકાવી ચૂંટણીમાં વિજય મેળવી હોવાનો આક્ષેપ કર્યો...

પંચમહાલ જિલ્લાના મોરવા હડફના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું લાંબી માંદગી બાદ ૨૨મીએ અવસાન થયું હતું. અમદાવાદમાં સારવાર માટે લઈ જતાં રસ્તામાં તેમનું અવસાન થાયું હતું. ભૂપેન્દ્ર ખાંટના અવસાનને પગલે તેમના વતન વીરણિયામાં પણ શોક વ્યાપી...

એન્ટિ કરપ્શન બ્યુરોએ કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈની રૂ. ૩૦ કરોડ કરોડની અપ્રમાણસર મિલકત ઝડપી છે. ACBએ જણાવ્યું કે, ના. મામલતદારની હોદ્દાની રૂએ વિરમ દેસાઈએ મેળવેલી આવક રૂ. ૨૪.૯૭ કરોડ થતી હતી, પરંતુ તેની સામે રૂ. ૫૫.૪૫ કરોડ રોકાણ મળી...

હજીરાપટ્ટીની આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ ઇન્ડિયા (એએમએનએસ)એ હજીરા અને શિવરામપુરા ગામની અંદાજિત ૧૯.૧૪ લાખ ચોરસ મીટર સરકારી જમીનની ઔદ્યોગિક હેતુ માટે માગણી કરી છે, પણ જંત્રી મુજબ જમીનની કુલ કિંમત રૂ. ૪૫૦ કરોડના ૧ ટકા લેખે રૂ. ૪.૫૦ કરોડનો સર્વિસ...

યુએસ કંપની સ્પેસ એક્સના રોકેટ ફાલ્કન-૯ રોકેટ દ્વારા ૨૪મી જાન્યુઆરીએ વધુ ૬૦ ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કરાયા હતા. આ સાથે સ્પેસ એક્સના સ્ટારલિન્ક નામે ઓળખાતા ઉપગ્રહોની કુલ સંખ્યા ૯૫૫ થઈ છે. અત્યાર સુધીમાં ૧૦૧૫ ઉપગ્રહો લોન્ચ થયાં છે અને તેમાંથી આશરે...

ભારતીય ગણિતશાસ્ત્રી નિખિલ શ્રીવાસ્તવને ૨૦૨૧ના માઇકલ એન્ડ શીલ હેલ્ડ પુરસ્કારના સંયુક્ત વિજેતા તાજેતરમાં જાહેર કરાયા છે. નિખિલે બે અન્ય વિજેતાઓ સાથે મળીને કેડિસન-સિંગર પ્રોબ્લમ અને રામાનુજ ગ્રાફ પર લાંબા સમયથી ચાલી રહેલા સવાલોને ઉકલેવામાં સફળતા...

ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી કસ્ટમ વિભાગે યુગાન્ડાના બે મુસાફરોને રૂ. ૬૮ કરોડના હેરોઇન સાથે તાજેતરમાં પકડ્યા હતા. દોહા થઇ એન્ટેબી એરપોર્ટથી ભારત આવેલા બે યુગાન્ડિયનોને શંકાના આધારે એરપોર્ટ પર આંતરાયા હતા. બંને ભારતમાં કેફી દ્રવ્ય ઘુસાડવાની...