• ફ્રાન્સથી વધુ ૩ રાફેલ ભારત પહોંચ્યા• અદાણી ગ્રૂપ - સ્નેમ કંપની વચ્ચે કરાર • ભારત-નેપાળે સંવાદથી વિવાદ ઉકેલવો
• ફ્રાન્સથી વધુ ૩ રાફેલ ભારત પહોંચ્યા• અદાણી ગ્રૂપ - સ્નેમ કંપની વચ્ચે કરાર • ભારત-નેપાળે સંવાદથી વિવાદ ઉકેલવો
દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ નયતિ હેલ્થકેરના ચેરમેન નીરા રાડિઆ અને અન્ય ચાર વિરુદ્ધ FIR દાખલ કરી છે. ઓર્થેપોડિક સર્જન રાજીવ શર્માએ દાખલ કરેલી ફરિયાદને આધારે આ કાર્યવાહી કરાઈ છે. દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ ગુરુગ્રામની નયતિ હેલ્થકેર...
આવકવેરા વિભાગે એક આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રૂપના કેસમાં ૪ નવેમ્બરના રોજ ચેન્નઇ અને મદુરાઈ સ્થિત કંપનીના પાંચ ઠેકાણા પર દરોડા પાડયા હતા. આવકવેરા વિભાગ દ્વારા ૭મી નવેમ્બરે જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, કંપનીમાંથી રૂ. ૧૦૦૦ કરોડની...
શિયાળો જામતાં યુરોપના દેશોની સરકારો લોકડાઉન લાદતી જાય છે. સરકારો લોકડાઉનની અસર અમુક ઉદ્યોગ પૂરતી મર્યાદિત રાખવા પ્રયાસમાં છે છતાં તેની આકરી કિંમત ચૂકવવી પડશે. ઇટાલીએ તેની આર્થિક રાજધાની મિલાનના સૌથી ધનાઢ્ય વિસ્તાર લોમ્બાર્ડીમાં આંશિક લોકડાઉન...
જંગી સ્ટીમ્યુલસની અપેક્ષા તેમજ ફાઈઝરની કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાના પરીક્ષણમાં ૯૦ ટકા સફળ રહી હોવાના અહેવાલ છે. આ સાથે સોમવારે વૈશ્વિક બજારોમાં તેજીનો ઉન્માદ છવાયો હતો. દિવસ દરમિયાન એશિયા અને યુરોપના બજારોમાં ૨-૬ ટકાની વૃદ્ધિ જોવાયા બાદ...
કાયદાઓ બાબતે અત્યંત કડક ગણાતા અખાતી દેશ સંયુક્ત આરબ અમિરાતે સાતમી નવેમ્બરે દેશના ઇસ્લામિક કાયદામાં મોટા પાયે છૂટછાટ આપવાની જાહેરાત કરી દીધી હતી. ઇસ્લામિક કાયદામાં છૂટછાટ આપતાં યુએઇ દ્વારા લગ્ન કર્યા વિના યુગલને સાથે રહેવાની તેમજ શરાબ પરના પ્રતિબંધોને...
સ્કાલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ (SAFEMA) અંતર્ગત અંડરવર્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ૭માંથી ૬ સંપત્તિની મંગળવારે બપોરે હરાજી કરાઈ હતી. ડોનની ૬ સંપત્તિની હરાજી બાદ રૂ. ૨૨ લાખ ૭૯ હજાર ૬૦૦ રૂપિયા જમા થયા છે. સાફેમાની કલમ ૬૮F, વોન્ટેડ અપરાધીઓ...
હરિયાણા વિધાનસભાએ રાજ્યમાં પ્રાઇવેટ સેક્ટરમાં ૭૫ ટકા નોકરીઓ માત્ર સ્થાનિક નાગરિકોને જ આપવાનું બિલ પસાર કર્યું છે.હરિયાણા વિધાનસભામાં તાજેતરમાં પાર કરાયેલા સ્ટેટ એમ્પ્લોયમેન્ટ ઓફ લોકલ કેન્ડિડેટ બિલમાં જણાવાયું કે, ૨૦૨૦માં મહિને ૫૦ હજારથી ઓછો...
ઉત્તર પ્રદેશના હાથરસ દુષ્કર્મ કેસમાં પીડિતાના નામે અન્ય મૃત મહિલાની તસવીર વાઈરલ થઈ ગઈ હતી. આ મુદ્દે તે મહિલાના પતિએ દિલ્હી હાઈ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. આ અરજી પછી હાઈ કોર્ટે મંગળવારે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગીને પૂછ્યું છે કે હાથરસ કેસમાં...
ઓસ્ટ્રિયાની રાજધાની વિએનામાં સોમવારે રાતે મુંબઇમાં ૨૬-૧૧ જેવો આતંકી હુમલો થયો હતો. શહેરની વચ્ચે એક યહૂદી ધર્મસ્થળ નજીક ભારે ભીડ હતી ત્યારે રાત્રે આઠ વાગ્યે હુમલાખોરોએ આડેધડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં બે મહિલા સહિત ચારનાં મોત થયાં છે અને...