વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડના પ્રમુખ પદે મેહુલ શાહ

ભારત ડાયમંડ બુર્સના ઉપપ્રમુખ મેહુલ શાહની વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બુર્સ (WFDB)ના પ્રમુખપદે વરણી કરવામાં આવી છે. WFDB વિશ્વના મુખ્ય હીરા બજારોનું સંગઠન છે, અને આંતરરાષ્ટ્રીય હીરા વેપાર ક્ષેત્રનું સત્તાવાર સંગઠન છે.

આરએસએસ પર પ્રતિબંધ મુકવા માગ

ધાર્મિક સ્વતંત્રતા પરના એક અમેરિકન સલાહકાર જૂથના અધિકારીઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર પ્રતિબંધો મૂકવા અપીલ કરી છે. સાથે જ અમેરિકન સરકારને તેના નેતાઓને રાજદ્વારી માનપાન ન આપવા તેમજ તેમની સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો ન યોજવા અનુરોધ કર્યો છે.

જમ્મુઃ સતત ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન જેવા ત્રિપાંખિયા કુદરતી પ્રકોપે ‘ધરતી પરના સ્વર્ગ’માં તબાહી વેરી છે. જમ્મુ અને કાશ્મીરનો છ દસકાનો આ સૌથી ભીષણ પૂરપ્રકોપ...

નવી દિલ્હીઃ ચીનના પ્રમુખ શી જિનપિંગના ત્રણ દિવસના ભારત પ્રવાસના અંતે બન્ને પક્ષો વચ્ચે વિવિધ ક્ષેત્રે ૧૨ કરાર પર હસ્તાક્ષર થયા છે. જોકે વર્ષોજૂના સરહદી...

મુંબઈ: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે કહ્યું કે, એનડીએનો સાથ છોડવા બાબતે પક્ષ પોતાનો અંતિમ નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત પછી લેશે....

એક સમારંભમાં દરમિયાન રિજિજુએ જણાવ્યું હતું કે અમે આ પ્રકારના બનાવો મામલે હવે ઘણા સ્પષ્ટ છીએ. અમે ભારતીય પ્રદેશમાં ચીનની કોઇ પણ પ્રકારની ઘૂસણખોરી સાંખી લઇશું નહીં. ભારતને આ પ્રકારની ઘૂસણખોરી સ્વીકાર્ય નથી. ભારત સરહદ પર શાંત વાતાવરણ ઇચ્છે છે અને...

ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે આકાર લઇ રહેલી વૈશ્વિક આર્થિક નગરી સમાન ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ ટેક (ગિફ્ટ) સિટીમાં ન્યૂ યોર્ક સ્થિત વર્લ્ડ ટ્રેડ સેન્ટર એસોસિયેશન (ડબલ્યુટીસીએ) તેમ જ બીએસઇની બેક ઓફિસ કાર્યરત થશે.

નવી દિલ્હીમાં યોજાયેલા ગીતા પ્રેરણા મહોત્સવમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે આ માહિતી આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ મહિના પહેલા વિશ્વ સમુદાયને વિશ્વ યોગ દિવસ ઉજવવા અપીલ કરી હતી. આ અપીલને ૧૭૦ દેશોનું સમર્થન મળ્યું છે. ભગવદ્ ગીતાને ૫૧૫૧...

યુનાઇટેડ નેશન્સ ટૂંક સમયમાં જ ૨૧ જૂનને ‘વિશ્વ યોગ દિવસ’ જાહેર કરશે. નવી દિલ્હીમાં યોજાયેલા ગીતા પ્રેરણા મહોત્સવમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે આ માહિતી આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ મહિના પહેલા વિશ્વ સમુદાયને વિશ્વ યોગ દિવસ ઉજવવા અપીલ...

બેલગાવીઃ કર્ણાટકના લોકોમાંથી ભૂત-પ્રેત વગેરેની અંધશ્રદ્ધા દૂર કરવા ત્યાંના એક્સાઈઝ વિભાગના પ્રધાન સુરેશ જર્કીહોલીએ અનેક લોકો સાથે આખી રાત સ્મશાનમાં વીતાવી હતી. તેમણે વૈકુંઠ ધામમાં બાબાસાહેબ આંબેડકરને તેમની નિર્વાણ તિથિએ શ્રદ્ધાંજલિ પણ અર્પી...

નવી દિલ્હીઃ વિદેશી બેન્કોમાં એકાઉન્ટ ધરાવતાં ભારતીયોના નામો પરથી રહસ્યનો પરદો ઊંચકાય તેવા ઉજળા સંજોગો સર્જાયા છે. ભારત સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સ્વિસ બેન્કમાં એકાઉન્ટ ધરાવતાં લોકોની યાદી કોર્ટને સુપ્રત કરી છે. યાદીમાં ૬૨૭ ભારતીયોના...



to the free, weekly Gujarat Samachar email newsletter