કેસર કેરીની હરાજી શરૂઃ પ્રથમ દિવસે ૫૫૦૦ બોક્સ આવ્યાં

તાલાળા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના હરાજી શરૂ થઇ છે. પ્રથમ દિવસે ૧૦મી મેએ રૂ. ૩૫૦થી ૬૦૦ ભાવ રહ્યા હતા. તેમજ ૫૫૦૦ બોક્સની આવક થઇ હતી. જોકે છેલ્લા ૧૦ વર્ષમાં કેસર કેરીના ભાવમાં સતત વધારો થયો છે. તેમજ આવક પણ સારી એવી રહી છે. જગ પ્રખ્યાત કેસર...

કોરોના મહામારીના સમયમાં મોરારિબાપુ દ્વારા રૂ. ત્રણ કરોડની સહાય

મોરારિબાપુની સૂચના અને માર્ગદર્શનથી ચિત્રકૂટધામ ટ્રસ્ટ અને એમની રામકથાના શ્રોતાઓ દ્વારા આજ સુધીમાં રૂ. ત્રણ કરોડ જેટલી રકમની સહાયતા સમાજના વિવિધ વર્ગોને પહોંચાડવામાં આવી છે. માર્ચ માસમાં કોરોના મહામારીની શરૂઆતના સમયમાં જ લંડન સ્થિત રમેશભાઈ સચદેવ...

શહેરમાંથી સૌરાષ્ટ્ર સહિત વતન જવાની છૂટ મળી જતાં લોકો વતન તરફ જવા લાગ્યા છે. ૧૬મી મેએ અહેવાલ હતાં કે, છેલ્લાં નવ દિવસમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. તેમાં કુલ ૯૦૨૪ બસોમાં અંદાજે ૩.૧૫ લાખ લોકો સુરતથી ઘરભેગા થયા બાદ ૧૬મી મેથી બસોનો ફ્લો ઘટી જતાં...

લોકડાઉનના ૫૦ દિવસ સુધી અમરેલી જિલ્લો કોરોના મુક્ત રહી શક્યો હતો, પરંતુ સરકારે ૭૦ હજારથી વધુ લોકોને સુરત, અમદાવાદ જેવા શહેરોમાંથી અમરેલી જવાની છૂટ આપતાં જ આખરે કોરોના સુરતથી અમરેલી આવી પહોંચ્યો હતો. અમરેલી તાલુકાના ટીંબલા ગામના ૬૭ વર્ષીય વૃદ્ધા...

નવાગઢ વિસ્તારમાં ગઢની રાંગ પાસે રહેતો શ્રમિક પરિવાર ગરમીના કારણે પોતાના ઝૂંપડાની બહાર ફૂટપાથ પર સૂતો હતો. એ સમયે લોકડાઉન વચ્ચે ૧૭મી મેની મધરાત્રે માતા-પિતાની વચ્ચે ઊંઘતી ૬ વર્ષની બાળકીનું અજાણ્યા માણસે અપહરણ કર્યું અને બાળકીને બાજુની શેરીમાં...

કરજણના જૂની જીથરડી ગામમાં ગુરુકુળ બનાવવા સુભાનપુરાના એસ્ટેટ બ્રોકર સાથે રૂ. ૧૩.૭૫ કરોડની ઠગાઈ કરવાનું કૌભાંડ આચરાયાનો કિસ્સો બહાર આવ્યો છે. છેલ્લા ૬ વર્ષથી નાસતાં ફરતાં સ્વામીનારાયણ સંપ્રદાયના કે. પી. સ્વામી અને હિતેશ ઉર્ફે નાના સ્વામીની સીઆઈડી...

લોકડાઉનને કારણે વ્યસનો નહીં સંતોષાતા લોકો આપઘાત કરવા તરફ વળ્યાં છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વ્યસનીઓએ આપઘાતનો પ્રયાસ કે જિંદગી ટુંકાવી લીધાના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે. રાજકોટ તાલુકાના કુવાડવા ગામે બીડી નહીં મળવાથી રહેતા કુંવરજીભાઇ ધનાભાઇ...

કોરોના મહામારીને કારણે ઉદ્યોગો ધંધા રોજગાર અને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. સરકારે ઔદ્યોગિક વિસ્તારના મોટાભાગના એકમોને શરૂ કરવાની છૂટ તો આપી છે, પરંતુ નાના મોટા કારખાનેદારો હજુ પણ મંજૂરીની રાહમાં બેઠા છે. તો કેટલાક કારખાનેદારો પાસે કામ નથી....

કોરોના વાઇરસનો ઇલાજ શોધવા માટે આખા વિશ્વમાં લોકો મહેનત કરી રહ્યાં છે. ભાવનગર અને મુંબઇના આંખના સર્જનો દ્વારા એક વાઇરસને ફાર-યુવીસી કિરણો દ્વારા ઇનએક્ટિવ કરવાની શોધ કરવામાં આવી છે. આ સંશોધનમાં પ્રાથમિક તપાસમાં સફળતા પણ મળતાં રાજય અને કેન્દ્ર...to the free, weekly Gujarat Samachar email newsletter