કોલેજિયન અને નોકરિયાત યુવતીઓની ‘ઓલટાઇમ ફેવરિટ’ કુર્તી ફરી એક વખત માર્કેટમાં આવી પહોંચી છે, પરંતુ આ વરસે ડિઝાઇનરોએ તેને તદ્દન નવા રૂપ-રંગ આપ્યા છે. સામાન્ય રીતે કુર્તી એક ઢીલો અને સેમી-ફિટ, વધુ લાંબો નહિ, પણ નિતંબને આવરી લેતો પોશાક છે, પરંતુ તેનો નવો અવતાર જરા જુદો છે. હાલમાં બજારમાં મળતી કુર્તીઓ થોડી વધુ લાંબી અને બેલ્ટવાળી છે જે સ્કિન ટાઇટ જિન્સ, સ્કર્ટ અથવા ચુડી પેન્ટ સાથે પહેરી શકાય એવી છે. જિન્સ, કેપ્રીઝ અને સ્કર્ટ સાથે પહેરવા માટે કુર્તી ટી-શર્ટના પર્યાય તરીકે વપરાય છે.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
આજકાલ મેકઅપ અને બ્યુટી પ્રોડક્ટ્સમાં લિપ પ્રોડક્ટ્સનું મહત્વ ઘણું વધી ગયું છે. પરંતુ ઘણીવાર લોકો લિપ બામ, લિપ ટિન્ટ, લિપ ગ્લોસ અને લિપસ્ટિક વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. દરેક પ્રોડક્ટનો ઉપયોગ અને ફાયદા અલગ હોય છે. તમારામાંથી ઘણીબધી મહિલાઓને એ સમસ્યા થતી હશે કે આ બધામાંથી કોની પસંદગી કરવી?
પોશાકમાં આવતી નીતનવી ફેશન ભલે આંખે ઉડીને વળગતી હોય, પણ એક્સેસરીઝના ટ્રેન્ડને અવગણી ન શકાય. ચાહે તે અલંકારો હોય, પગરખાં હોય કે હેન્ડબેગ. વર્તમાન સમયમાં હાઈલાઇટ થઈ રહેલી એક્સેસરીની વાત કરીએ તો તેમાં કાનના ઝૂમખાં, લટકણિયાં, ડૂલ મોખરે છે. નેકલેસના પેન્ડન્ટને પણ સાવ નાના કહેવડાવે એવા વિવિધ ડિઝાઈનના બુટિયાં હમણાં સેલિબ્રિટી માનુનીઓમાં પ્રિય થઈ પડયાં છે. ખાસ કરીને બોલિવૂડ અભિનેત્રીઓમાં.
આજકાલ બજારમાં સ્કિનકેર અને મેકઅપ પ્રોડક્ટ્સની ભરમાર છે. દરેક બ્રાન્ડ પોતાની પ્રોડક્ટને ‘નેચરલ’, ‘કેમિકલ-ફ્રી’ અથવા ‘ડર્મેટોલોજિસ્ટ ટેસ્ટેડ’ કહીને વેચવાનો પ્રયાસ કરે છે. પરંતુ માત્ર સુંદર પેકિંગ કે જાહેરાત જોઈને બ્યુટી પ્રોડક્ટ ખરીદવી ક્યારેક ત્વચા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી કોઈપણ બ્યુટી પ્રોડક્ટ ખરીદતાં પહેલાં તેનું લેબલ ધ્યાનથી વાંચવું ખૂબ જ જરૂરી છે.
ચહેરાની ત્વચાને આંતરિક રીતે સ્વસ્થ રાખવા માટે સંતુલિત આહાર શ્રેષ્ઠ ઉપાય છે પરંતુ બાહ્ય પ્રદૂષણ, ધૂળ અને ગંદકીથી પણ રક્ષણ જરૂરી છે. આ સમસ્યાથી બચવા માટે નિયમિત રીતે ચહેરા પર સ્ટીમ લેવાથી ચોક્કસ ફાયદો થાય છે. એ ત્વચાને તો સાફ કરે જ છે પણ અન્ય ઘણા ફાયદા પણ આપે છે.
આજના સમયમાં સુંદરતા અને પર્સનાલિટીમાં આઈબ્રો (ભમર) ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઘણા લોકોની આઈબ્રો કુદરતી રીતે પાતળી હોય છે કે ઉંમર સાથે તેના વાળ ઓછા થઈ જાય છે. આ સમસ્યાના ઉકેલ રૂપે ‘માઈક્રોબ્લેડિંગ’ એક ક્રાંતિકારી કોસ્મેટિક પદ્ધતિ તરીકે ઊભરી આવી છે.
મધ્યપ્રદેશના સિંગરૌલી મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશનર અને મધ્યપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન (MPPCS) કેડરનાં અધિકારી સવિતા પ્રધાન હાલમાં પોતાની એક અત્યંત સંવેદનશીલ પહેલના કારણે સોશિયલ મીડિયા પર છવાઇ ગયાં છે. કેન્સરની બીમારીની ટ્રીટમેન્ટ દરમિયાન માથાના બધા વાળ ગુમાવી ચૂકેલી એક માસૂમ બાળકીએ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે કોઈ તેના જેવું દેખાય, જેથી તેને એકલતા ન લાગે.
નાજુક-નમણી કમરને ટીકી-ટીકીને નિહાળનારાઓમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ વધારે હોય છે કેમ કે આજની નારી પણ તેમના જેવું જ ફિગર બનાવવા ઇચ્છે છે અને આ માટે કમરતોડ મહેનત પણ કરે છે.
બ્રેઇન-સ્ટ્રોકનો ખતરો પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. એટલું જ નહીં, પુરુષોના પ્રમાણમાં સ્ત્રીઓમાં સ્ટ્રોકના કારણે મૃત્યુનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. આ બીમારી વિશે બહુ ઓછી જાગૃતિ જોવા મળે છે ત્યારે જાણો સ્ત્રીઓમાં સ્ટ્રોકના વધતા જતા રિસ્ક વિશે.
પ્રતિષ્ઠિત ‘ટાઇમ’ મેગેઝિન દ્વારા ‘પર્સન ઓફ ધ યર ૨૦૧૫’ની યાદી જાહેર કરી છે. જેમાં આ વર્ષ માટે પર્સન ઓફ ધ યર તરીકે જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલને પસંદ કરવામાં આવ્યાં છે. ‘ટાઇમ’ મેગેઝિને જણાવ્યું હતું કે તેમના મજબૂત નેતૃત્વના કારણે મુક્ત અને સરહદવિહિન યુરોપને વધુ પ્રોત્સાહન મળ્યું છે અને આર્થિક મુશ્કેલીની સ્થિતિમાં પણ યુરોપ ટકી શક્યું છે. આ ઉપરાંત વર્તમાન રેફ્યુજી અને યુક્રેનની કટોકટીની સ્થિતિમાં પણ તેમના નેતૃત્વથી ઘણી સહાય મળી છે.
