હોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ ‘ધ લિંકન લોયર’માં કારમાંથી ઓફિસ ચલાવતા વકીલનું પાત્ર દર્શાવાયું છે. પણ, બિહારના મધુબની જિલ્લામાં એક મહિલા વકીલ વાસ્તવમાં છેલ્લા 14 વર્ષથી કારને જ પોતાની ઓફિસ બનાવીને અસ્તિત્વ અને સ્વાભિમાનની લડાઈ લડી રહ્યા છે. 57 વર્ષનાં અનીતા ઝા મધુબની જિલ્લા અદાલતમાં ત્રણ દસકાનો બહોળો અનુભવ ધરાવતા અનુભવી વકીલ છે. છતાં સાથી વકીલોની પુરુષપ્રધાન માનસિકતાના કારણે તેમને કોર્ટ પરિસરમાં બેસવા માટે એક નાની કેબિન પણ મળી શકી નથી. વર્ષોસુધી કેબિન મેળવવા માટે સંઘર્ષ કર્યા પછી હાર માનીને વકીલાત છોડી દેવાને બદલે તેમણે પોતાની કારને જ ‘મોબાઈલ ઓફિસ’માં ફેરવી દીધી છે.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
લોસ એન્જલ્સના રાજકારણમાં એક નવું અને ચોંકાવનારુ નામ ગુંજી રહ્યું છે. આ નામ છે નિત્યા રમણ. તેમને અમેરિકાના બીજા મમદાણી માનવામાં આવી રહ્યાં છે. આગામી બીજી જૂને લોસ એન્જલ્સમાં થનારી ચૂંટણીના સંભવિત દાવેદારોમાં બહાર આવેલા નિત્યા રમનના નામે બધાને ચોંકાવ્યા છે.
રસોડું ગમેએટલું મોટું કેમ ન હોય પરંતુ સામાન રાખવા માટે જગ્યા હંમેશા ઓછી જ પડતી હોય છે. બહેનોનો બહુમતી વર્ગ આ વાત સહમત થશે. ઘણીવાર નાના રસોડામાં કેબિનેટ અને કબાટની અછતને કારણે પ્લેટફોર્મ પર સામાન વેરવિખેર રહે છે, જેનાથી રસોડું અસ્તવ્યસ્ત દેખાય છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા રસોડાની ખાલી દીવાલો અને કેબિનેટની નીચેનો ભાગ જગ્યા બચાવવા માટેનો પરફેક્ટ ઉકેલ છે? તમે ત્યાં હેંગિંગ સ્ટોરેજની વ્યવસ્થા કરી શકો છો.
અમેરિકાના મહાનગર ન્યૂયોર્કમાં તાજેતરમાં આયોજિત શાનદાર સમારોહ ‘ટાઈમ 100 ગાલા’માં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીનો લૂક છવાયો હતો.
એક સરવેના તારણ અનુસાર, મિલેનિયલ માતાઓ (1981-1996 વચ્ચે જન્મેલી) સૌથી વધુ માનસિક રીતે થાકેલી અને અસંતુષ્ટ હોવાનું જાણવા મળ્યું છે. ‘ટોકર રિસર્ચ’ દ્વારા ‘ઈટ્સ એ ફેમિલી થિંગ’ સાથે મળીને બે હજાર મહિલાઓને આવરી લઇ આ સરવે કરવામાં આવ્યો હતો.
મહિલાઓનું સમગ્ર આયુષ્યકાળ દરમિયાન અનેક પરિવર્તનોમાંથી પસાર થાય છે. ટીનેજરથી લઈને મેનોપોઝ સુધી અનેક જૈવિક ફેરફારો થતા રહે છે. આ તમામ તબક્કે નિરામય સ્વાસ્થ્ય અને મજબૂત હાડકાં જરૂરી છે અને આમાં વિટામિન ડી અને કેલ્શિયમ પાયાની અનિવાર્ય છે. જ્યારે શરીરમાં આ તત્ત્વો ઘટે છે, ત્યારે તેની સીધી અસર રોગપ્રતિકારક શક્તિ અને હાડકાંના બંધારણ પર પડે છે. પરિણામે અનેક સમસ્યાઓ સર્જાય છે. આજે આપણે આ વિશે વિગતે જાણીએ.
છત્તીસગઢના નારાયણપુર પાસે રહેતા વૈદ્ય ખેમચંદ માંઝી દર્દીઓના હાથમાં વાંસની લાકડી પકડાવે છે અને તે લાકડીના આધારે જ બીમારીને ઓળખી લે છે. આંધ્ર પ્રદેશથી એક પરિવાર તેમની પાસે સારવાર માટે આવ્યો હતો. તેમણે દર્દીને લાકડી પકડાવ્યા બાદ તરત જ કહી દીધું કે તેમને ગળામાં ગંભીર બીમારી છે. પરિવારજનોને નવાઇ લાગી. મેડિકલ રિપોર્ટ કરાવ્યો તો નિદાન થયું કે દર્દીને ગળાનું કેન્સર છે. આ પછી ખેમચંદે 72 પ્રકારની જડીબુટ્ટીઓ ભેગી કરીને દવા બનાવી અને તેમને ત્રણ સપ્તાહનો કોર્ષ કરવાનું કહ્યું હતું. છત્તીસગઢના જંગલોમાં આવાં તો અનેક વૈદ્યરાજો છે, જે સારવાર-સુશ્રુષામાં અનોખું કૌશલ્ય ધરાવે છે, વન્યજીવન વચ્ચે પાંગરતી અનેક જડીબુટ્ટીઓ વિશે આગવી જાણકારી ધરાવે છે.
ગ્રેટેસ્ટ શોમેન રાજ કપૂરની યાદગાર ફિલ્મ ‘મેરા નામ જોકર’માં જોવા મળતી યુનિસાઈકલને લઈને અમેરિકાના 69 વર્ષનાં લિન્ડા જેરેટે અનોખો રેકોર્ડ બનાવ્યો છે.
આજના સમયમાં ફેશન એટલે આરામ અને સ્ટાઈલનું આ સંતુલન. આજકાલ તો યુવતીઓને એસ્થેટિક્સ લુક બહુ ગમતાં હોય છે. આ જ કારણ છે કે વેસ્ટર્ન અને એથનિક વેરના બેસ્ટ કોમ્બિનેશન સમાન ટ્યુનિક ટોપ આજે દરેક યુવતીના વોર્ડરોબનો અનિવાર્ય હિસ્સો બની ગયાં છે. ટ્યુનિક એટલે કે કમરથી નીચે અને ઘૂંટણથી ઉપર સુધીની લંબાઈ ધરાવતું લૂઝ ફિટિંગ ટોપ. પ્રાચીન સમયમાં ગ્રીક અને રોમન સંસ્કૃતિમાં પહેરાતા ટ્યુનિક આજે આધુનિક ટ્વિસ્ટ સાથે ફેશન વર્લ્ડમાં ધૂમ મચાવી રહ્યા છે.
નવરાત્રીના પર્વથી લઇને ઘરમંદિરમાં આપણે દેવીની-શક્તિની આરાધના કરીએ છીએ, જે હિંમત, કરુણા અને ઊર્જાના રૂપનું પ્રતીક છે. પરંતુ દેવીનું સ્વરૂપ ફક્ત મંદિરો અને મૂર્તિઓમાં જ જોવા મળે છે એવું જરૂરી નથી; તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ અડગ રહેતી સ્ત્રીઓમાં જોવા મળે છે. તેલંગણના મખનુર ગામથી ગુંજતી સંગમ રેડિયોની ધૂન આ નારીશક્તિનો પુરાવો છે, જ્યાં દલિત મહિલાઓ આપબળે, માત્ર સમાજનો અવાજ જ નથી બની પણ સમાજને પરિવર્તનનો માર્ગ પણ બતાવે છે.
