મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    રોયલ અને ક્લાસી કંગન...

    ભારતીય યુવતીઓ સામાન્ય દિવસોમાં ભલે કંગન પહેરવાનું પસંદ કરતી ન હોય, પરંતુ પ્રસંગોમાં ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યા હોય ત્યારે આકર્ષક કંગન તમારા લુકને સંપૂર્ણ કરવામાં મદદ કરે છે. ટ્રેડિશનલ ડ્રેસમાં કંગન પહેરવાનું સેલેબ્સ પણ પસંદ કરે છે. કંગનની સુંદર ડિઝાઈન અને વેરાઈટી વેડિંગ સીઝનમાં ટ્રેડિશન સાથે ચાર ચાંદ લગાવશે અને હાથની સુંદરતામાં અભિવૃદ્ધિ કરશે.

    (બ્યુટીમંત્ર) ચમકતા નખ એટલે સુ

    નખ મહિલાની સુંદરતામાં વધારો કરે છે. યોગ્ય દેખભાળ ન રાખવાથી નખ બરડ થઈ જાય અથવા પીળા પડી જાય છે. જો તમે નખને લગતી આવી કોઈ સમસ્યા અનુભવો છો તો આટલી વાતનું ધ્યાન જરૂર રાખો. નખની સફાઈ પર ધ્યાન આપો. દરરોજ નખ અને તેની આસપાસની ચામડીને સાફ રાખવી જરૂરી છે. ધૂળમાટી અને જીવાણુ તેમાં ઘર બનાવી શકે છે, જે નખને ખરાબ બનાવી શકે છે. બીજું કે નખને ઓઇલિંગ કરવાનું ન ભૂલશો. નખોને નરમ રાખવા માટે નાળિયેરનું તેલ અથવા ઓલિવ ઓઇલથી હળવો મસાજ કરો. તે નખોને પોષણ આપે છે અને તેને તૂટી જવાથી બચાવે છે.

    પગની સુંદરતામાં અભિવૃદ્ધિ કર

    પગના નખ અને પગનાં તળિયાં માટે પેડિક્યોર એ એક કોસ્મેટિક ટ્રીટમેન્ટ છે. તેમાં પગના નખને સાફ કરવા, આકાર આપવો અને સુંદર બનાવવામાં આવે છે. સાથે સાથે સ્કિન કેર પણ કરવામાં આવે છે. આપણે સામાન્ય રીતે સ્કિન, હેર અને બહુ બહુ તો હાથના નખની કેર કરીએ છીએ, પરંતુ પગની સંભાળને છેક છેવાડે રાખીએ છીએ. ઘણાને એવો પ્રશ્ન પણ થાય કે પેડિક્યોર શા માટે કરવું જરૂરી છે? તો આ પ્રશ્નનો જવાબ છે - પગની સ્વચ્છતા માટે પેડિક્યોર કરવું જરૂરી છે. પેડિક્યોર પગની ગંદકી, પરસેવો અને બેક્ટેરિયાને દૂર કરીને પગને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. તે ખાસ કરીને અંગૂઠા વચ્ચે અને નખની નીચે જમા ડસ્ટ દૂર કરે છે.

    કરાચી વર્ક સલવાર કુર્તાઃ સાદગ

    આજકાલ ફેશનની દુનિયામાં જૂની પરંપરાઓને નવી રીતે રજૂ કરવાની પરંપરા ચાલી રહી છે. એમાં પણ કરાચી વર્ક તો સ્ત્રીઓ માટે એક એવી સ્ટાઇલ બની ગઈ છે જે શાનદાર પણ લાગે છે અને ગ્રેસફૂલ પણ. તમારા વ્યક્તિત્વને ચાર ચાંદ લગાવી દે છે. કરાચી વર્ક એટલે હાથ વડે થતું ઝીણું અને નાજુક કામ, જેનાથી સામાન્ય કુર્તા પણ રોયલ દેખાય છે. કરાચી વર્કનું મૂળ તેના નામ પ્રમાણે જ પાકિસ્તાનના કરાચી શહેરમાં છે, જ્યાં કલાકારો હાથ વડે પાતળા દોરા, આભલા, ઝરદોશી અને બીડ્સનું વર્ક કરે છે. હાથભરત કેટેગરીમાં આવતા આ વર્કમાં મુખ્યત્વે રેશમના તાંતણા અને ઝરીનો ઉપયોગ થાય છે, જે વસ્ત્રને અને તમારા વ્યક્તિત્વને એક અલગ જ આભા આપે છે એમ કહીએ તો પણ જરાય ખોટું નથી. ખાસ કરીને સલવાર કુર્તા, દુપટ્ટા અને બ્લાઉસ પર આ પ્રકારનું કામ ખૂબ લોકપ્રિય છે.

    ક્લોથ કેરઃ કપડાંના પર જિદ્દી ડ...

    દરેક સાથે ક્યારેકને ક્યારેક એવું બન્યું જ હશે કે મનપસંદ કપડાં પર અચાનક દાગ પડી જાય. અને પછી જીવ ઊંચો થઈ જાય કે આ ડાઘ જશે કે નહીં હવે..? જેમને નાના બાળકો હોય તેમને તો આવી સમસ્યાનો સામનો વારંવાર કરવો પડતો હોય છે. આ સિવાય ક્યારેક ચા-કોફીના ટીપાં તો ક્યારેક મહિલાઓને રસોઈ કરતી વખતે કપડાં પર ઊડતો તેલનો છાંટો. આવા હઠીલા ડાઘ દૂર કરવા માટે મોંઘા કેમિકલ્સ ખરીદવાની જરૂર નથી. દર વખતે કપડાં પરના ડાઘ દૂર કરવા ડ્રાય ક્લીનિંગ માટે આપવાનું પણ પોષાય નહીં. તો કરવું શું? સાચી વાત તો એ છે કે આપણા રસોડામાં જ એવી ઘણી વસ્તુઓ છે, જે આ દરેક ડાઘને સહેલાઈથી દૂર કરી શકે છે અને સાથે ફેબ્રિકની ક્વોલિટી પણ જાળવી રાખે છે. આવો, જાણીએ કેટલાક સરળ અને અસરકારક ડાઘ દૂર કરવા માટેના ઉપાયો.

    સ્ત્રી હોવાનો અર્થ: ત્યારે અને...

    સ્ત્રી માટેનો પ્રશ્ન નવો નથી, પરંતુ દરેક યુગે નારીને આ પ્રશ્ન નવા શબ્દોમાં પૂછ્યો છે. ક્યારેક દેવી બનાવી, ક્યારેક દાસી બનાવી, પણ માનવી તરીકે સ્વીકારવાનો પ્રવાસ હજુ ચાલુ છે. આજનો વિષય ઘણો રસપ્રદ છે. પ્રાચીન કાળની વાત કરીએ તો ત્યારે સ્ત્રીને મિલકત અને પદાર્થ / object તરીકે જોતા. દા.ત મહાભારતમાં દ્રૌપદીની ઘટના યાદ અપાવે છે કે તે સમયે સ્ત્રીની agency કરતા સંપત્તિસમાન વર્તન પ્રબળ હતું.

    હેર એક્સ્ટેન્શન છે ટ્રેન્ડિં

    એક સમય હતો જ્યારે વાળ ઓછા હોય, ટાલ દેખાતી હોય અથવા ઝડપથી વાળ વધતા ન હોય ત્યારે ‘હેર એક્સ્ટેન્શન’ કે વિગ સચોટ સમાધાન ગણાતું હતું. જોકે આજે વાત માત્ર જરૂરિયાત સુધી સીમિત નથી રહી. હવે હેર એક્સ્ટેન્શન ફેશન વર્લ્ડમાં એક હોટ ટ્રેન્ડ બની ચૂક્યું છે. આજની યુવતીઓ લાંબા વાળનો લુક, કર્લી સ્ટાઇલ કે રંગબેરંગી હાઈલાઈટ લુક મેળવવા માટે એક્સ્ટેન્શનનો ઉપયોગ કરે છે. એ પણ કેમિકલ કે હીટિંગ વિના!

    રમકડાં બનાવતી વિશ્વપ્રસિદ્ધ કંપની મેટલ દ્વારા તાજેતરમાં ‘ઓટિસ્ટિક બાર્બી’ લોન્ચ કરવામાં આવી છે. આ બાર્બી ડોલનું લોન્ચિંગ ભારતીય સંદર્ભમાં એટલા માટે ખાસ છે કારણ કે આ બાર્બીના સર્જનમાં ઓટિઝમ ધરાવતી ભારતીય ફેશન ડિઝાઈનર અને વિઝ્યુઅલ આર્ટિસ્ટ આરુષી પ્રતાપનો વિશેષ સહયોગ રહ્યો છે.

    આજે ફેશનની દુનિયામાં નેકલેસ માત્ર આભૂષણ નથી, પણ વ્યક્તિની સ્ટાઈલ અને પર્સનાલિટીને ઉજાગર કરતી એક મહત્ત્વપૂર્ણ એક્સેસરી બની ગયા છે. દરેક સીઝનમાં નેકલેસની નવી નવી ડિઝાઈન અને ટ્રેન્ડ્સ આવી રહ્યાં છે, જે મહિલાઓને પોતાના લુકને વધુ બ્રાઈટ અને એલિગન્ટ બનાવવામાં મદદ કરે છે. આજે આપણે જાણીએ છેલ્લા કેટલાક સમયથી લોકપ્રિય નેકલેસ ફેશન ટ્રેન્ડ્સ વિશે.

    આ છે 84 વર્ષના ચંડીગઢના વિદ્યાવતી. જીવનના આઠ દાયકા બાદ પણ તેમની ફિટનેસ અકબંધ છે. તેમણે થોડા સમય પૂર્વે યોજાયેલી 47મી માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 3000 મીટર ચાલવાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.