કાશ્મીરના બર્ફીલા પહાડો પર પરંપરા અને રફતારનો સમન્વય... આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચના રોજ સોશિયલ મીડિયામાં છવાયેલી આ તસવીર ગુલમર્ગની છે, જે દર્શાવે છે કે કોઇ પણ સાહસિક રમતમાં પરંપરાગત ભારતીય પોશાક બાધારૂપ નથી.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
કોઈ ગૃહિણી હોય કે વર્કિંગ વુમન, જ્યારે ઘરની સફાઇની વાત આવે ત્યારે કોઈ કસર બાકી નથી રાખતી. ઘરમાં એક યા બીજી રીતે ધૂળ તો આવે જ છે. ઘરનું સૌંદર્ય વધારવામાં ગાલીચો ખાસ ભૂમિકા ભજવે છે. પરંતુ જો આ જ ગાલીચા પર ડાઘ પડી જાય તો તેના આખા સૌંદર્યનો સત્યાનાશ થઈ જાય છે. ગાલીચા પર ક્યારેક ચીજવસ્તુ કે પ્રવાહીના ડાઘ પડી જાય ત્યારે તો તે ખૂબ જ ગંદો દેખાય છે.
મોટાભાગના લોકો ચહેરાની ત્વચાની રંગત નિખારવા કે પછી વાળની શાઈનિંગ કે ગ્રોથ વધારવા માટે જાતભાતના વિવિધ નુસ્ખાઓ અજમાવતા હોય છે. આ બધાની વચ્ચે મોટા ભાગે હોઠના કેર લેવાની વાત ઈગ્નોર થઈ જાય છે. જ્યારે હકીકત એ છે કે હોઠ ચહેરાનો સૌથી આકર્ષક અને નાજુક ભાગ છે. અન્ય ભાગની સરખામણીમાં તેની ચામડી પાતળી અને સેન્સિટિવ હોય છે, આથી તેની ખાસ દેખભાળ જરૂરી છે. જોકે આ માટે મોંઘી પ્રોડક્ટ્સ, ખૂબ સમય કે વધુ મહેનતની જરૂરત નથી. ઘરમાં રહેલી અમુક વસ્તુઓ તમારા હોઠને નરમ મુલાયમ ગુલાબની પાંખડી જેવા બનાવી દેશે.
ત્વચાની સુંદરતામાં અભિવૃદ્ધિ કરવા અને ત્વચાના બ્લડ સરક્યુલેશનને વધારવા માટે અનેકવિધ પ્રકારની સ્કિન ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. એમાં ફેસિયલનો પણ સમાવેશ થાય છે. ફેસિયલને જો સ્કિન અને ઉંમરને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો ઉત્તમ રિઝલ્ટ મળે છે. છેલ્લા કેટલાક સમયથી માઈક્રોકરંટ ફેસિયલ ટ્રેન્ડમાં છે. એમ પણ કહી શકાય કે આ એક એવી પદ્ધતિ છે જે કોઈ કેમિકલ (રસાયણ પદાર્થ) વગર એકદમ સરળ રીતે ત્વચાને સાચવે છે અને સ્વસ્થ રાખે છે. આ ફેસિયલ કરવાથી ત્વચા પરના ડાઘ ઘટે છે અને ત્વચા સુંવાળી બને છે.
રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણીને પ્રતિષ્ઠિત કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (કેઆઈએસએસ) હ્યુમેનિટેરિયન એવોર્ડ (માનવતાવાદી પુરસ્કાર) 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. શ્રીલંકાના નોબેલ પુરસ્કાર વિજેતા મોહન મુનાસિંઘે અને સંસ્થાના સ્થાપક ડો. અચ્યુત સામંતે તેમને આ પુરસ્કાર પ્રદાન કર્યો હતો.
દરેક નારીના દેહની શોભા એણે પરિધાન કરેલાં વસ્ત્રો અને અલંકારોથી છે. નીતનવાં, ભાતભાતનાં, રંગબેરંગી વસ્ત્રોની સાથે એ દીપાયમાન બને એવા જરઝવેરાતથી નારીનું લાવણ્ય ખીલી ઉઠે છે. ગળામાં કંઠા, કાનમાં કુંડળ, નાકમાં નથણી, હાથમાં કંકણ અને કેડે કંદોરી નારીના સૌંદર્યને ચાર ચાંદ લગાવી દે છે. લોકોએ એને પ્રતિભા અને પ્રતિષ્ઠાના પ્રતીક તરીકે સ્વીકાર્યું છે. આર્ય નારીએ ઘરેણાંને, દાગીનાને, અંલકારને, આભૂષણોને, ઝવેરાતને ફક્ત દેહની શોભા અને સજાવટ પૂરતું જ મર્યાદિત રાખ્યું નથી, એણે તો એને સૌભાગ્ય ચિહ્ન તરીકે પણ સ્વીકાર્યું છે.
બાળપણની બે ખાસ નિશાનીઓ. છોકરાઓને બ્લૂ કલર વધુ ગમે, છોકરીઓને પિંક. છોકરાઓ રમકડાની ગાડીઓ સાથે રમે, જ્યારે છોકરીઓ બાર્બી ડોલ સાથે.
એઆઇ નામે દુનિયામાં હલચલ મચાવનાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે ટેક્નોક્રેટ કે યુવા પેઢીને જ નહીં, વડીલોને પણ ઘેલું લગાડ્યું છે. આવો જ એક મામલો ચીનમાં સામે આવ્યો છે. તુબેઈ પ્રાંતનાં રહેવાસી ઝાંગ યુલાન નામનાં 84 વર્ષીય મહિલા એઆઇ પાત્રના પ્રેમમાં પડી ગયાં છે.
દ૨ વર્ષે જન્મદિવસ સાથે ઉમર વધે છે, પણ શું તમે હું ક્યારે વિચાર્યું છે કે તમારો ચહેરો આ ઉમરને કેટલી રીતે દર્શાવે છે? ફાઈન લાઈન, રિન્કલસ એ બધું ‘એજિંગ સાઈન’ તરીકે ઓળખાય છે. એજિંગ એ કુદરતી પ્રક્રિયા છે, પણ તેની અસર સમય પહેલા દેખાય તે માટે આપણે જવાબદાર છીએ. કુદરતી ઉપાયથી, જીવનશૈલીમાં થોડો ફેરફાર લાવીને આપણે ત્વચાને લાંબા સમય સુધી તાજી અને લચીલી રાખી શકીએ.
સૌંદર્ય અને પ્રતિભાના સંગમ સમાન મિસ વર્લ્ડ 2026 બ્યૂટી કોન્ટેસ્ટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ વર્ષે સ્પર્ધા વિયેતનામના મનોહર સ્થળો પર યોજાઇ રહી છે, જેમાં ભારતનું પ્રતિનિધિત્વ ઉજ્જૈનની વતની અને વડોદરાની પ્રતિષ્ઠિત એમ.એસ. યુનિવર્સિટીમાં ભણેલી નિકીતા પોરવાર ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
