હાલમાં ઘણી માનીતી અને જાણીતી જ્વેલરી બ્રાન્ડે નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે અને નેકલેસ, બ્રેસલેટ, બુટ્ટી, વીંટી, બ્રોચ અને પેન્ડેન્ટની અદલાબદલી કરીને મલ્ટીવેર જ્વેલરી માર્કેટમાં મૂકી છે. આશ્ચર્ય વચ્ચે આ પ્રકારના આભૂષણો પ્રિય પણ થઈ રહ્યાં છે. યુવતીઓ અને સ્ત્રીઓ શોખથી આ ઘરેણાં વસાવી રહ્યાં છે.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
સુરતી જાગૃતિ પાનવાલાએ એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિયેશન (AAHOA)ના પ્રથમ વુમન ઓફિસર તરીકે ચૂંટાઇને તાજેતરમાં ઇતિહાસ સર્જ્યો છે. ટેનેસીના નેશવિલે ખાતે આયોજિત AAHOA કન્વેન્શન એન્ડ ટ્રેડ શોના છેલ્લા દિવસે ચૂંટણીમાં જાગૃતિ પાનવાલા વિજેતા બન્યાં હતાં. તેઓ AAHOAમાં સેક્રેટરી, ટ્રેઝરર અને વાઇસ-ચેરમેન તરીકે એક-એક વર્ષની ટર્મ પૂરી કર્યા પછી એક વર્ષ માટે AAHOAના ચેરમેન બનશે.
ઓસ્ટ્રેલિયાનાં એક મહિલા સારિના રૂસોને એક વખત તો એક સપ્તાહમાં બે વાર નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હતાં. એક વખત લંચમાંથી આવવામાં પાંચ મિનિટ મોડું થયું તો બોસે તેમને પાણીચું પકડાવી દીધું. આમને આમ સારિનાએ પોતાની ભૂતકાળની કારકિર્દીમાં લગભગ ડઝન જોબ ગુમાવી હશે, પરંતુ તેણે હાર ન સ્વીકારી. સારિનાએ પોતાનું જ નાનકડું કોઈ કામ શરૂ કરવાનું વિચાર્યું અને પોતાની ટાઇપિંગ સ્કૂલ શરૂ કરી. આજે સારિનાની કંપની યુવાઓને જોબ શોધવામાં મદદ કરે છે. તેઓ ઓસ્ટ્રેલિયાનાં ધનિક મહિલાઓમાંથી એક છે. કંપનીનો કુલ બિઝનેસ હવે ૬.૬૭ અબજ રૂપિયાથી વધુનો છે.
હવે સ્વાસ્થ્યની કાળજી રાખવા સાથે ફિટ રહેવા માટે સામાન્ય રીતે લોકો રોજબરોજની ખાદ્ય ચીજોમાં ભારે તકેદારી રાખતાં થયાં છે. ઓર્ગેનિક ફૂડ તરફ વળી રહેલા લોકો પોતાનું રસોડું ઇકો ફ્રેન્ડલી હોય તેવો આગ્રહ રાખતા થયા છે. આ ઇકો ફ્રેન્ડલી - ગ્રીન કિચન બનાવવું જોકે ઘણું આસાન છે. આપણા ઘરમાં સામાન્ય રીતે એવી કેટલીયે ચીજો વાપરીએ છીએ જે પર્યાવરણને નુકસાન કરે છે અને એમાં કિચન તો મોખરે જ હોય છે. કિચનમાં જાણે અજાણે વપરાતી ચીજો ઇકો ફ્રેન્ડલીના કન્સેપ્ટથી વિપરીત હોય છે. જો અહીં થોડું ધ્યાન રખાય તો કિચન મારફતે પર્યાવરણને થતું નુકસાન ટાળી શકાય છે. જોઈએ કઈ રીતે આ શક્ય બની શકે.
જર્મનીની ૩૨ વર્ષીય થિયેટર આર્ટિસ્ટ લોરા ક્લોટને લોકોને મળવું અને તેમની પરંપરાઓ, વારસો, રીત-રિવાજ જાણવા અને સમજવા ગમે છે. થોડા મહિના પહેલાં તે બેંગ્લુરુ આવી હતી. અહીં અંદાજે એક અઠવાડિયું રહી, પણ ટૂંકા ગાળામાં લોકોને બહુ મળી શકી નહીં, શહેરને પણ સમજી શકી નહીં. તે પાછી જર્લોમની ગઈ તો તેને જર્મનીમાં સારું લાગ્યું નહીં. તેણે ભારત પાછા આવવાનો નિર્ણય લીધો. હવે લોરા સાત અઠવાડિયા માટે ભારત આવી છે. લોકોને મળવાની તેણે અનોખી રીત શોધી કાઢી છે. તે રોજ બેંગ્લુરુના મહોલ્લામાં સાઈકલ પર પાંચ રૂપિયામાં જર્મનીની પ્રખ્યાત ‘આલુ ચાટ’ લોકોને ખવડાવી રહી છે.
હાલમાં ત્રીજી મેના દિવસે વિશ્વભરમાં લોકોએ ટુ ડિફરન્ટ કલર્ડ શૂઝ ડે ઉજવ્યો હતો. આ દિવસની શરૂઆત ડો. આર્લિન કેસર નામની મહિલાએ કરી છે. એક જ જેવી ડિઝાઈનના શૂઝ બંને પગમાં પહેરવામાંથી લોકોને મુક્તિ આપવા માટે ડો. કેસરે ટુ ડિફરન્ટ કલર્ડ શૂઝ ડે મનાવવાની શરૂઆત કરી હતી. તેમનું માનવું હતું કે, આ દિવસે વ્યક્તિ થોડીક અલગ રીતે રજૂ થાય તો દિવસ કંઈક હટકે પસાર થાય. મનુષ્યમાં રહેલી અનન્યતાની ઉજવણી કરે એવો તેમનો આ ઉજવણી પાછળનો આશય હતો. ૨૦૦૯માં તેમણે આ દિવસ શરૂ કર્યો હતો, પણ તેઓ તો છેક ૮૦ના દાયકાથી મિસ મેચ શૂઝ પહેરતાં આવ્યાં હતાં.
વિશ્વમાં ફેશનસ્ટાઈલ અને સુંદર દેખાવા પાછળ ખર્ચ કરવામાં ફ્રેન્ચ મહિલાઓ અવ્વલ ગણાય છે અને બ્રિટિશ મહિલાઓ કરતાં વધુ ફેશનેબલ મનાય છે. જોકે, ગત વર્ષે બ્યુટી પ્રોડક્ટ્સ પાછળ ચાર બિલિયન પાઉન્ડથી વધુનો ખર્ચ કરીને બ્રિટિશ મહિલાઓ પ્રથમ વખત ફ્રેન્ચ મહિલાઓ કરતાં આગળ નીકળી ગઈ છે. આ સાથે જ યુકે હવે જર્મની અને અમેરિકા પછી વિશ્વનું ત્રીજું સૌથી મોટું બ્યુટી માર્કેટ બની ગયું છે.
મેનોપોઝના ગાળામાંથી પસાર થતી અડધાથી વધુ મહિલાઓ મૌન રહીને પીડા સહન કરે છે અને તેને લીધે થતાં ફેરફારના લક્ષણો વિશે ડોક્ટર સાથે વાત કરવાનું ટાળતી હોવાનું ૪૫-૬૫ વયજૂથની ૧૨૦૦ મહિલાના સર્વેમાં જણાયું છે. દર પાંચમાંથી બે કરતા વધુ મહિલાએ જણાવ્યું હતું કે મેનોપોઝના લક્ષણો તેમની ધારણા કરતા વધુ ખરાબ હતા. ડોક્ટરની સલાહ નહિ લેનારી ૫૦ ટકાથી વધુ મહિલાઓ પૈકી ત્રીજા ભાગ કરતા વધુ મહિલાએ જણાવ્યું હતું કે મેનોપોઝ સહન કરવી જ પડે એવી સ્થિતિ છે.
વિશ્વના કોઈ પણ દેશમાં ક્યારેય ગાઉનની ફેશનનો ટ્રેન્ડ નહીં હોય એવું બનવાનું નથી. આ ગાઉનનું એક સ્વરૂપ છે કફ્તાન. વિશ્વના પેશન હબ ગણાતા પેરિસથી લઈને જુદા જુદા દેશોમાં કફ્તાનની લોકપ્રિયતા વધી રહી છે. કફ્તાનની લોકપ્રિયતા વધવા પાછળ ફેશન એક્સપર્ટ્સનું માનવું એવું છે કે કફ્તાન ખૂબ જ સરળ ડ્રેસ સ્ટાઇલ છે. આસાનીથી પહેરી શકાય છે અને કોઈ પણ સિઝનમાં કફ્તાન કમ્ફર્ટેબલ રહે છે.
જો ઈજિપ્તની મહિલા ખેલાડીઓની વાત નીકળે તો તાઈક્વાન્ડો હોલ ઓફ ફેમમાં સામેલ કેરોલિન માહેર, સ્વિમર ફરીદા ઓસ્માન અને સ્કવોશ ચેમ્પિયન રનીમ અલ વાલેલીએ લાંબા સમય સુધી પ્રસિદ્ધિ હાંસલ કરી છે. હાલમાં આ કડીમાં એક નામ જોડાઈ ગયું છે યારા શેલ્બી યારાનું. શેલ્બી ઈઝરાયલની એક માત્ર મહિલા ડેઝર્ટ રેલી રેસર છે. તેણે મહિલાઓની એક ટીમ પણ બનાવી છે, જેમાં તમામ ક્રૂ મેમ્બર મહિલાઓ છે. તેમની સાત સભ્યોની ટીમે સિઝનમાં ગાજેલી રેલીમાં ભાગ પણ લીધો હતો. રેલીમાં માત્ર મહિલા રેસર ભાગ લે છે.
