મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    સ્ટાઇલિશ લુક માટે વોર્ડરોબમા

    ફેશન માત્ર મોંઘા કપડાં પહેરવાનું નામ નથી, પરંતુ સ્માર્ટ રીતે યોગ્ય કપડાં પસંદ કરવાની કળા છે. ઘણી મહિલાઓનો વોર્ડરોબ કપડાંથી ભરેલો હોવા છતાં ‘પહેરવા માટે કંઈ નથી’ એવી ફરિયાદ (હંમેશા) રહેતી હોય છે. તેનું મુખ્ય કારણ એ છે કે વોર્ડરોબમાં કેટલીક એવી બેઝિક અને ટાઈમલેસ વસ્તુઓનો અભાવ હોય છે, જેને મિક્સ-એન્ડ-મેચ કરીને અનેક સ્ટાઇલિશ લુક બનાવી શકાય. આજના સમયમાં સ્માર્ટ ફેશન એટલે ઓછા કપડાંમાં પણ વધુ અલગ-અલગ લુક ક્રિએટ કરવાની કળા. ચાલો જાણીએ એવી 10 જરૂરી વસ્તુઓ વિશે, જે દરેક મહિલાના વોર્ડરોબમાં હોવી જ જોઈએ.

    યુવાન દેખાવા માટેની મમત... 60 વર્

    બ્રિટનની 60 વર્ષની એક મહિલાની અનોખી સ્ટોરી સોશિયલ મીડિયા પર ફરી વાઇરલ થઈ રહી છે. ટેસ ક્રિશ્ચિયન નામની આ મહિલાએ દાવો કર્યો છે કે તેણે પોતાના ચહેરા અને ત્વચા પર કરચલીઓ ન પડે તે માટે છેલ્લાં 43 વર્ષથી હસવાનું છોડી દીધું છે. 

    વિશ્વપ્રસિદ્ધ મ્યુઝિયમમાં ભા...

    અમેરિકાનું સુપ્રસિદ્ધ સ્મિથસોનિયન નેશનલ એર એન્ડ સ્પેસ મ્યુઝિયમની સ્થાપનાની સુવર્ણ જયંતીની ઉજવણીના પ્રસંગે દર્શકો માટે પાંચ નવી ગેલેરીઓ શરૂ કરવાની તૈયારીમાં છે. 50 વર્ષથી ફાઇટર પ્લેન, સ્પેસક્રાફ્ટ સહિતની ઐતિહાસિક ચીજવસ્તુઓનો વારસો સાચવીને બેઠેલા આ પ્રદર્શનમાં આજકાલ એક ભારતીય સાડી સવિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે.

    નીતા અંબાણીને AAPI હ્યુમેનેટિરય

    રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર ચેરમેન નીતા અંબાણીને અમેરિકામાં તેમના સામાજિક અને માનવતાવાદી યોગદાન બદલ AAPI હ્યુમેનેટેરિયન એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

    ગોગલ્સઃ ચહેરાનું ગ્લેમર, આંખો

    સ્ત્રીઓની સુંદર અને આકર્ષક આંખોના કામણથી કોણ બચી શક્યું છે? પરંતુ આંખોના આ સૌંદર્યને સદાબહાર જાળવી રાખવા તેનું યોગ્ય જતન પણ એટલું જ જરૂરી છે, અને આ માટે ગોગલ્સ બહુ ઉપયોગી છે. મોટા ભાગના લોકો ફેશન અને ગ્લેમરને ખાતર ગ્લાસીસ પહેરતાં હોય છે, પરંતુ પ્રદૂષણ અને ગરમીમાં તીવ્ર વધારો થઇ રહ્યો હોવાથી હવે આંખોની સુરક્ષા માટે ગોગલ્સ કે ડાર્ક ગ્લાસીસ પહેરવાનું પ્રચલન ખૂબ વધ્યું છે. આવાં ગોગલ્સ પહેરવાથી વ્યક્તિ આકર્ષક લાગે તેમાં તો કોઈ જ શંકા નથી, પરંતુ તેના બીજા પણ અનેક ફાયદા છે. પહેલો ફાયદો એ કે આવાં ચશ્મા સૂર્યનાં કિરણોની ચમક, તીવ્રતા અને ગરમીથી આંખોને બચાવી ઠંડક આપે છે.

    ઉંમર વધતી જાય તેમ ચહેરા પર ફાઈન લાઇન્સ અને રિંકલ્સ દેખાવા લાગવા સ્વાભાવિક પ્રક્રિયા છે. સામાન્ય રીતે 30 વર્ષની આસપાસથી ત્વચાનું લચીલાપણું ધીમે ધીમે ઘટવા લાગે છે. પરિણામે કપાળ, આંખોની આસપાસ અને હોઠ પાસે નાની લાઈન્સ દેખાવા લાગે છે. આ બદલાવને સંપૂર્ણપણે તો રોકી શકાતો નથી, પરંતુ યોગ્ય કાળજી રાખીને તેની ઝડપ ધીમી જરૂર કરી શકાય છે.

    સમરમાં ઠંડકનો અહેસાસ કરાવશે ય

    ઉનાળો એટલે કેવળ ગરમી નહીં, પણ અસહ્ય ઉકળાટ અને પરસેવો! પખવાડિયા પહેલાંની જ વાત કરોને... આપણે સહુએ બ્રિટનમાં રહ્યે રહ્યે ગુજરાતની કાળઝાળ ગરમીનો અનુભવ કરી લીધો. સૂર્યનારાયણ જ્યારે પોતાનો પ્રકોપ બતાવી રહ્યા હોય, ત્યારે ફેશન માત્ર દેખાવ પૂરતી મર્યાદિત નથી રહેતી, તે આરામ અને સ્વાસ્થ્યનો પણ વિષય બની જાય છે. ઘણીવાર આપણે સુંદર દેખાવા માટે એવા કપડાં પહેરી લઈએ છીએ જે ત્વચાને નુકસાન પહોંચાડે છે. સિન્થેટિક અને જાડા કાપડને કારણે પરસેવો સુકાતો નથી અને ત્વચા પર રેશિસ, ખંજવાળ અને અળાઈ જેવી સમસ્યાઓ સર્જાય છે.
    આથી જ ઉનાળામાં હંમેશા એવા વસ્ત્રો પસંદ કરવા જોઇએ જે માત્ર સ્ટાઇલિશ જ નહીં, પણ 'બ્રિધેબલ' (શ્વાસ લઈ શકે તેવા) અને ‘સ્કિન-ફ્રેન્ડલી’ (ત્વચા માટે અનુકૂળ) હોય.

    ફાઇન લાઇન્સઃ ઉંમર સાથે દેખાતો...

    ઉંમર વધતી જાય તેમ ચહેરા પર ફાઈન લાઇન્સ અને રિંકલ્સ દેખાવા લાગવા સ્વાભાવિક પ્રક્રિયા છે. સામાન્ય રીતે 30 વર્ષની આસપાસથી ત્વચાનું લચીલાપણું ધીમે ધીમે ઘટવા લાગે છે. પરિણામે કપાળ, આંખોની આસપાસ અને હોઠ પાસે નાની લાઈન્સ દેખાવા લાગે છે. આ બદલાવને સંપૂર્ણપણે તો રોકી શકાતો નથી, પરંતુ યોગ્ય કાળજી રાખીને તેની ઝડપ ધીમી જરૂર કરી શકાય છે.

    બહેનજી, તમે વધુ પડતું ખાધા કરો છો?

    બહેનો પ્રૌઢ વયે વધુ જાડી અથવા તો વધુ પાતળી થઈ જાય છે અને તે માટે જવાબદાર છે મિડલ-એજ ઈટિંગ ડિસઓર્ડર. માનસિક સ્થિતિને કારણે સર્જાતી સમસ્યા વિશે જાણો આ લેખમાં.

    એકસાથે ચાર ‘હમશકલ’ બાળકીનો જન

    ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ પ્રાંતની રોયલ બ્રિસબેન એન્ડ વિમેન્સ હોસ્પિટલમાં એક મહિલાએ એકસરખો ચહેરો ધરાવતી ચાર બાળકીને જન્મ આપતાં તેની પ્રસુતિ કરાવનારા ડોક્ટરો ચોંકી ગયા છે. તેમનું કહેવું છે કે પ્રસુતિના લગભગ દોઢ કરોડ કિસ્સામાંથી એકાદ કિસ્સામાં આવું બનતું હોય છે. આ અત્યંત દુર્લભ બાબત છે. ચાર બાળકીઓને જન્મ આપનારી મહિલાની ઉંમર 34 વર્ષ છે અને તેનું નામ જેનિટર સાઉ નાઆમોઆના છે.