એક સમયે રાજા-રજવાડાંઓ અને માલેતુજારોના પરિવારો પૂરતો સીમિત હીરો હવે ઘર-ઘરમાં પહોંચી રહ્યો છે. ધનાઢયોની સાથે સાથે હવે ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારોમાં પણ હીરાના આભૂષણો ખરીદવાનું ચલણ વધી રહ્યું છે.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
ભારતવંશી સેકન્ડ લેફ્ટેનન્ટ અનમોલ નારંગ અમેરિકન મિલિટ્રી એકેડેમીમાંથી ગ્રેજ્યુએટ થનાર પહેલી શીખ બની છે. ગ્રેજ્યુએશન બાદ હવે અનમોલને ઓક્લોહામાના પોર્ટસીલમાં બેઝિક લીડરશિપ કોર્સ પૂરો કરવો પડશે.
ન્યૂ ઝીલેન્ડનાં વડાં પ્રધાન બન્યાને જેસિન્ડા અર્ડનને આશરે ૨ વર્ષ અને ૮ મહિના થયાં છે, પણ તેમની સિદ્વિઓ ન્યૂ ઝીલેન્ડમાં અત્યાર સુધી રહેલા વડાં પ્રધાનો કરતાં ઘણી વધુ છે. ન્યૂ ઝીલેન્ડમાં તાજેતરમાં ન્યૂઝ હબના રિસર્ચ પોલ અનુસાર, ૩૯ વર્ષીય જેસિન્ડા અર્ડન સદીનાં સૌથી લોકપ્રિય વડાં પ્રધાન બન્યાં છે. કોરોના મુક્ત ન્યૂ ઝીલેન્ડની સદીની સૌથી લોકપ્રિય વડાં પ્રધાન બની. ન્યૂ ઝીલેન્ડ કોરોના મુક્ત બન્યાં પછી જોકે આ દેશમાં ફરી કોરોનાનાં બે કેસ નોંધાયા હતા છતાં રાજકીય સુવ્યવસ્થાના કારણે વિશ્વમાં ઝડપથી કોરોના મુક્ત દેશમાં ન્યૂ ઝીલેન્ડ પ્રથમ ગણાતાં ન્યૂ ઝીલેન્ડ અને તેનાં વડાં પ્રધાન વિશે વિદેશી મીડિયામાં પણ સારી એવી ચર્ચા છે.
દરેક માનુનીના વોર્ડરોબમાં વિવિધ પ્રકારના ઈયરિંગ હોય જ છે, પણ ભારતીય પરંપરાગત ઝુમકાં કે ઝુમકી એવાં ઈયરિંગ છે કે તે તમે ગમે ત્યારે કેરી કરી શકો છો. બાળકીઓથી લઈને કોલેજ જતી યુવતીઓ અને ઓફિસે જતી માનુનીઓ કે પછી ગૃહિણીઓ દરેકને કોઈ પણ પ્રસંગે ઝુમકાં જચે છે અને તે કોઈ પણ પ્રસંગે પહેરી પણ શકે છે. અહીં ઝુમકાં કે ઝુમકી પહેરવા બાબતે કેટલીક ટિપ્સ આપેલી છે જે ફોલો કરીને તમે બ્યુટિફુલ લાગી શકો છો.
અમેરિકી વાયુ સેનાની પાઈલટ કેપ્ટન એમિલી થોમ્પસને એક ગુપ્ત હવાઈ હુમલા દરમિયાન એફ-૩૫એ ફાઈટર જેટમાં ઊડાન ભરવાની સાથે ઈતિહાસ રચી દીધો છે. આ સાથે કેપ્ટન થોમ્પસન એફ-૩૫ ફાઈટલ જેટને એક મિશન અંતર્ગત ઉડાડનારી સૌપ્રથમ મહિલા પાઈલટ તરીકેની સિદ્ધિ પણ હાંસલ કરી હતી. અમેરિકી સૈન્યમાં 'બાન્ઝાઈ' તરીકેની ઓળખ ધરાવતી એમિલી થોમ્પસને સંયુક્ત આરબ અમીરાતના અલ ધાફ્રા એરબેઝ પરથી આ ઉડાન ભરી હતી. જોકે અમેરિકી વાયુસેનાએ આ હુમલા અંગે વિશેષ વિગતો જાહેર કરી નહોતી. મધ્ય એશિયાના કોઈ સ્થળ પર અમેરિકાએ હવાઈ હુમલો કર્યો હોવાનું મનાય છે.
વાયુસેનાની યાદીમાં જણાવાયું હતું કે, કેપ્ટન એમિલી થોમ્પસને પાંચમા તબક્કાના એફ-૩૫એ લાઈટનિંગ-ટુ જોઈન્ટ સ્ટ્રાઈક ફાઈટરમાં ઉડાન ભરી હતી. તેમણે આ અંગે જણાવ્યું કે, એક મહિલા તરીકે આ સમયે હું વિશેષ ગૌરવની લાગણી અનુભવી રહી છું.
અમેરિકાના પેન્સિલ્વેનિયા સ્ટેટના પિટ્સબર્ગમાં રહેતી ૩૭ વર્ષની એમી બ્રૂક્સ નામની યુવતી જન્મી ત્યારે તેના બન્ને હાથ અને પગ વિકસ્યા જ નહોતા. કોન્જેનિટલ ટેટ્રાફોકોમેલિયા નામની જન્મગત બીમારી એ માટે કારણભૂત હતી. તેની હાલત જોઈને ખુદ તેના જન્મદાતાએ તેને તરછોડી દીધી હતી. જોકે અનેક વિટંબણાઓ વચ્ચે પણ સદા હસતી રહેતી એમીને અનાથાશ્રમમાંથી દત્તક લેનારું યુગલ મળી ગયું. આ યુગલે એમીને માત્ર સહારો ન આપ્યો, પણ તેને કોઈનાય સહારાની જરૂર ન પડે એ રીતે સ્વતંત્રપણે જીવન જીવતાં શીખવ્યું.
ઉદ્યોગગૃહ રિલાયન્સના સર્વેસર્વા મુકેશ અંબાણીનાં પત્ની અને બિઝનેસ વુમન નીતા અંબાણી (ઉં ૫૬)ને તાજાતરમાં વર્ષ ૨૦૨૦ના વિશ્વના ટોચના સમાજસેવિકાઓની યાદીમાં સામેલ કરાયાં છે. અમેરિકાના અગ્રણી મેગેઝિન ટાઉન એન્ડ કન્ટ્રીના સમર ઇશ્યુમાં નીતા અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનનો વર્ષ ૨૦૨૦ના ટોચના દાનેશ્વરીઓની યાદીમાં સમાવેશ કરાયો છે. કોવિડ–૧૯ના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં જિંદગીઓ બચાવવા અને લોકો માટે આશાનું કિરણ બનવા બદલ તેમનો આ યાદીમાં સમાવેશ થયો છે. મહામારી સામે લડનારા યોદ્ધાઓ અને ગરીબોને ભોજન પહોંચાડવા, નાણાકીય સહાય પૂરી પાડવા અને ભારતની પહેલી કોવિડ–૧૯ હોસ્પિટલ ઊભી કરવાની રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલી કામગીરીનું નેતૃત્વ કરવા સહિતના શ્રીમતી અંબાણીના કાર્યો અંગે મેગેઝિને પ્રકાશ પાડ્યો હતો. ટીમ કૂક, ઓપ્રા વિનફ્રે, લોરેન પોવેલ જોબ્સ, ધ લાઉડર ફેમિલી, ડોનેટેલા વર્સેસ, માઇકલ બ્લૂમબર્ગ, લિયોનાર્દો ડી કેપ્રિયો અને અન્યો સાથે નીતા અંબાણીનો આ યાદીમાં સમાવેશ કરાયો છે.
ઝડપી અને અનિયમિત જીવનશૈલીના કારણે મહિલાઓની ત્વચા પર ઘણી અસર પડતી હોય છે. ત્વચાના નિખાર માટે આમ તો ઘણા કુદરતી અને ઘરેલુ નુસખા છે. આ પ્રકારના કેટલાક કુદરતી નુસખાની તો આડઅસર પણ હોતી નથી. તેથી ત્વચાને નિખારવા અને સુંદર દેખાવા માટે જ્યારે બ્યુટીપાર્લરમાં જવાનો સમય ન મળે ત્યારે આ પ્રકારના અકસીર નુસખા અજમાવવા જોઈએ. દૂધ અને કેસરનો ઘરેલુ નુસખો ત્વચાના નિખાર માટે સર્વશ્રેષ્ઠમાંથી એક ગણાવામાં આવે છે. આ નુસખો અપનાવવાથી ત્વચા એકદમ સ્વસ્થ, સુંવાળી અને ચમકીલી થઇ જાય છે. વળી કેસર કે દૂધની ત્વચા પર કંઈ આડઅસર પણ થતી નથી.
દેશની અગ્રણી એફએમસીજી કંપની હિન્દુસ્તાન યુનિલીવર (એચયુએલ)ની બ્યુટી પ્રોડક્ટ ‘ફેર એન્ડ લવલી’ના નામ બાબતે તાજેતરમાં ચર્ચા ચાલી રહી છે. લોકપ્રિય સ્કીન કેર બ્રાન્ડ ‘ફેર એન્ડ લવલી’માંથી ‘ફેર’ શબ્દ દૂર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. કંપનીએ જણાવ્યું હતું કે લાંબા સમયથી આ ક્રિમની જાહેરાતથી ડાર્ક સ્કીનવાળા લોકો વિરુદ્ધ સમાજમાં નકારાત્મક વલણ ફેલાતું હોવાની ટીકાઓ થઈ રહી હતી.
‘ઈન્ટરનેશનલ વિમેન ઈન એન્જિનિયરિંગ ડે’ નિમિત્તે યુકેનાં ટોપ ૫૦ એન્જિનિયર્સને એવોર્ડ જાહેર થયાં છે, જેમાં પાંચ ભારતવંશી મહિલાઓના નામ સામેલ છે. આ ગૌરવવંતા ભારતીય નામોમાં ચિત્રા શ્રીનિવાસન, રિતુ ગર્ગ, ડો. બરનાલી ઘોષ, અનુષા શાહ અને કુસુમ ત્રિખાનો સમાવેશ થાય છે. પાંચમા વર્ષમાં પ્રવેશેલા એવોર્ડ માટે ૨૦૨૦ના વર્ષનો વિષય ‘સસ્ટેનિબિલિટીઃ નેટ ઝીરો કાર્બન હાંસલ કરવામાં નોંધપાત્ર પ્રદાન’ કરનારાં પ્રતિભાવાન મહિલા એન્જિનિયર્સની કદર સાથે પ્રોત્સાહન આપવા સંદર્ભે હતો. એવોર્ડનું આયોજન વિમેન્સ એન્જિનિયરિંગ સોસાયટી દ્વારા કરાય છે.
