કોઈ સગર્ભાને બાળકનો જન્મ થવો અને તે પણ જોડકાં બાળક હોય તેમાં કોઈ નવાઈ નથી પરંતુ, એસેક્સના બ્રેઈનટ્રીમાં રહેતી ૨૮ વર્ષની કેલી ફેરહર્સ્ટની વાત જ ન્યારી છે. કુદરતે પોતાનો કરિશ્મા દર્શાવી કેલીને બે ગર્ભાશય આપ્યાં છે એટલું જ નહિ, તે બંનેમાં બાળક મૂકીને સુખદ આંચકો આપ્યો છે. કેલીએ કદાચ બે વખત પ્રસૂતિની વેદનામાંથી પસાર થવું પડે તેવી પણ શક્યતા ડોક્ટરોએ જણાવી છે. મેડિકલ સાયન્સ મુજબ આ ૫૦ મિલિયને થઈ શકતી અજબગજબની શક્યતા છે.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
કોઈ પણ આઉટફિટમાં કેટલીક પ્રિન્ટ ચોક્કસ પ્રસંગે જ પહેરાય એવી ફેશન એક્સપર્ટ્સની સલાહ છે, પણ ફૂલોની પ્રિન્ટ એમાં અપવાદ છે. એ રીતે પસંદગી કરી શકાય કે ઓફિસે જતાં ફૂલોની ઝીણી પ્રિન્ટ પર પસંદગી ઉતારવી અને પ્રસંગોપાત રંગ સાથે સાથે ફૂલોની પ્રિન્ટની સાઈઝ પણ નક્કી કરવી. આ સિવાય ફ્લાવર પ્રિન્ટની ફેશન ક્યારેય જૂની થવાની નથી. હાલમાં કોરોનાના સંકટ વચ્ચે વર્ક ફ્રોમ હોમને પણ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે ત્યારે વર્ક ફ્રોમ હોમ હોય તો પણ કપડાંની પસંદગી તો મહત્ત્વની જ રહે. કારણ કે વર્ક ફ્રોમ હોમ કરીએ ત્યારે પણ વીડિયોકોલ્સ ચાલતાં હોય. ઘરમાં વધારે પડતાં ફોર્મલ કપડાં પણ ન પહેરવાં ગમે ત્યારે ફૂલોની પ્રિન્ટ ધરાવતાં કપડાં પહેરી શકાય. ફૂલોની પ્રિન્ટ તમને રિલેક્સ રાખે તેવાં આઉટફિટ્સ સાબિત થશે. અગાઉ કહ્યું તેમ ઓફિસ જતાં કે વર્ક ફ્રોમ હોમ હોય ત્યારે મોટા અને ભડકદાર રંગની ફૂલોની પ્રિન્ટ પર પસંદગી ન ઉતારો. મીડિયમ કે ઝીણી સાઈઝની પ્રિન્ટ અતિઉત્તમ રહેશે. આઉટફિટ કે પ્રિન્ટનો રંગ પછી તમને ગમે તે પસંદ કરી શકો છો.
ભારતીય અમેરિકન મેધા રાજની ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેનનાં ચૂંટણી કેમ્પેનમાં ડિજિટલ પ્રચારના ચીફ તરીકે નિમણૂક કરાઈ છે. આ જવાબદારી એટલા માટે અગત્યની છે કારણ કે કોરોના વાઈરસ મહામારીના કારણે આ વખતે પ્રચાર સંપૂર્ણ રીતે વર્ચ્યુઅલ થવાનો છે.
બિડેનના ચૂંટણી પ્રચાર અભિયાનના અને બિડેનના ડિજિટલ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, મેધા રાજ ડિજિટલ વિભાગના તમામ મુદ્દે કામ કરશે. તેમનું કામ પ્રચારના પરિણામો વધુને વધુ મજબૂત મળે તે દિશામાં હશે. આ જવાબદારી મળ્યા પછી મેધા રાજે કહ્યું કે, ચૂંટણીના પ્રચાર માટે જુલાઈ બીજા સપ્તાહથી ગણીએ તો હવેનો ચારેક મહિનાનો સમય ખૂબ મહત્ત્વનો રહેશે. વળી જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ એક મિનિટ સુદ્વાં બરબાદ કરવી પોષાશે નહીં.
વિશ્વ અને બ્રિટનના પ્રખ્યાત ગણિતજ્ઞ જ્હોન હોર્ટન કોન્વેની ૫૦ વર્ષથી વણઉકેલી રહેલી ‘કોન્વે‘ઝ નોટ’ને ટેક્સાસ યુનિવર્સિટીની લિઝા પિસિરિલ્લોએ માત્ર એક સપ્તાહથી ઓછાં સમયમાં ઉકેલી આશ્ચર્ય સર્જ્યું છે. ખરેખર તો લિઝા હાલ ટેક્સાસ યુનિવર્સિટીમાં પીએ. ડીનો અભ્યાસ કરી રહી છે. યુનિવર્સિટીના પ્રોફેસર અને ગણિતજ્ઞ કેમરન ગોર્ડનને લિઝાએ આ વાત જણાવી ત્યારે તેમને પણ આશ્ચર્ય થયું હતું. લિઝાના કાર્યને આ વર્ષના આરંભે ‘એનાલ્સ ઓફ મેથેમેટિક્સ’માં પ્રકાશિત કરાયા પછી તેને મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT)માં આસિસ્ટન્ટ પ્રોફેસરની નિયુક્તિ આપવામાં આવી છે.
સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની માટીમાં ઘણા પોષકતત્ત્વો જોવા મળે છે. એમાં પણ ચહેરાને સુંદર રાખવા માટે મુલ્તાની માટીનો ઘણો ઉપયોગ કરવામાં આવે છે. મુલ્તાની માટીને ખૂબ જ સારી કુદરતી બ્યૂટી પ્રોડકટ માનવામાં આવે છે. મુલ્તાની માટીનો નિયમિત ઉપયોગ કરવામાં આવે તો ત્વચા વર્ષો વર્ષ તાજગીભરી રહે છે. મુલ્તાની માટીના ઉપયોગથી ડેડ સ્કિન પણ સાફ થઈ જાય છે. મુલ્તાની માટીને ખૂબસૂરતીનો ખજાનો કહેવાય છે. મુસ્તાની માટીમાં રહેલું લોહતત્ત્વ, મેગ્નેશિયમ-કેલ્સિસાઈટ જેવા પ્રાકૃતિક તત્ત્વો ત્વચા માટે ખૂબ જ અસરકારક રહે છે. તમારી ત્વચા સદાય તાજગીસભર રહે તે માટે મુલ્તાની માટીના કેટલાક પ્રયોગ અહીં આપેલા છે.
વૃંદાવનમાં ‘બુઆજી’ તરીકે પ્રખ્યાત મશહૂર ડો. લક્ષ્મી ગૌતમ (ઉં પપ) વર્ષ ૨૦૧૨થી બિનવારસી મૃતદેહોનાં અંતિમ સંસ્કાર કરે છે. મૃતદેહને મુખાગ્નિ પણ પોતે જ આપે છે. કોઇની પાસેથી નાણાકીય મદદ પણ નથી લેતા. ૮ વર્ષમાં તેઓએ અંદાજે ૩૦૦ મૃતકોનાં અંતિમ સંસ્કાર કર્યાં છે. વૃંદાવનની એસઓપી કોલેજમાં ઇતિહાસના એસોસિએટ પ્રોફેસર રહેલાં ડો. લક્ષ્મી જણાવે છે કે, ૨૦૧૧-૧૨માં સુપ્રીમ કોર્ટે વૃંદાવનમાં રહેતી નિરાશ્રિત મહિલાઓનો સરવે કરાવવાનું નક્કી કર્યું. તે સરવેમાં સામે આવ્યું કે, નિરાશ્રિત મહિલાઓનાં અંતિમ સંસ્કાર બરાબર રીતે નથી કરાતા. આ જાણીને મને બહુ જ દુ:ખ થયું હતું. આ દરમિયાન વૃંદાવનમાં રાધા નામની એક નિરાશ્રિત મહિલાનો મૃતદેહ ચૂબતરા પર રાખી દેવાયેલું મળી આવ્યું હતું.
કોરોનાના સંકટ કાળમાં પણ ઈન્ડોનેશિયાના બાલી ટાપુ પર બે બહેનો પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરતી જોવા મળે છે. તેની સાથે મોટી સંખ્યામાં સ્કૂલના યુવાઓ અને બાળકો પ્લાસ્ટિકનો કચરો એકઠો કરે છે. આ બે બહેનોનાં નામ મેલાતી અને ઈસાબેલ વિઝસેન છે. મેલાતી કહે છે કે ચોમાસાની સિઝન આવતાં જ અહીં સમુદ્ર કિનારે ખૂબ જ પ્લાસ્ટિકનો કચરો એકઠો થઈ જાય છે. આ વખતે કોરોના વાઈરસના કારણે આ સમસ્યા વધુ ગંભીર થઇ ગઈ છે. ઘરે રહેવાના નિર્દેશો અને ડિસ્ટન્સિંગ દરમિયાન આ કામમાં સક્રિય રહેવું મુશ્કેલ રહ્યું, પણ જો અમે કામ અટકાવી દીધું હોત તો વર્ષોની મહેનત એળે જતી રહી હોત. કોરોનાના લીધે સુરક્ષાથી માંડીને પેકેજિંગ સુધી દરેક જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ વધી ગયો છે. એવામાં આપણે વધારે મહેનત કરવાની જરૂર છે. હાલના દિવસોમાં લોકોની અવર-જવર ઓછી છે એટલા માટે પ્લાસ્ટિકના કચરાને દૂર કરવાનું કામ સારી રીતે કરી શકાશે.
આપણે સ્ટેજ ફેશન શો તો ઘણાં જોયા હશે પરંતુ કોરોના મહામારીના લોકઅપ સમયગાળામાં ઘરના બેઠક ખંડમાં ફેશન શોનું કેટવોક થયું હોય એવું સાંભળવા કે જોવામાં આવ્યું નહિ હોય! આ નવીન આઇડીયા હસ્મિતાબેન દોશીને આવ્યો અને નવનાત વડિલ મંડળના પ્રેસિડેન્ટ શ્રી નલીનભાઇ તથા પૂર્ણિમાબેન મેશવાની તેમજ અન્ય કમિટી સભ્યોના અને ઝૂમના એક્સપર્ટોના સહારે એ સાકાર થયો. ધાર્યા કરતા એને અદ્ભૂત આવકાર સાંપડ્યો. આ જાતનો પ્રયોગ પહેલી વખત થયો હોવાથી ઝૂમ ટીમ માટે એ એક પડકારરૂપ હતો. એ માટે મ્યુઝીક, સમયનું આયોજન જેવું કપરું કામ એમણે સ્વીકારી લીધું. નવનાત વણિક એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રી દિલીપભાઇ મીઠાણી પણ સમાજના કાર્યક્રમોમાં સહર્ષ સહકાર આપે છે.
શ્રાવણ મહિનો આવે અને સાથે સાથે ઘણા તહેવારોની હારમાળા લઈને આવે. આ બધામાં ભાઈ બહેનના પ્રેમને દર્શાવતો તહેવાર એટલે રક્ષાબંધન. આમ તો ફેન્સી રાખડીઓ બજારમાં મળતી જ હોય છે, પણ તમને જો પોતાની જાતે જ રાખડી બનાવવાનો શોખ હોય તો તમે જાતે પણ રાખડી બનાવી શકો છો. કેટલીક સાવ સિમ્પલ, ઝડપથી અને સરળતાથી બની જાય એવી રાખડીની ડિઝાઈન અહીં શીખવવામાં આવી છે. જે ખૂબ જ ઝડપથી બની જશે અને તે ટકાઉ પણ હશે.
શ્રાવણ મહિનો આવે અને સાથે સાથે ઘણા તહેવારોની હારમાળા લઈને આવે. આ બધામાં ભાઈ બહેનના પ્રેમને દર્શાવતો તહેવાર એટલે રક્ષાબંધન. આમ તો ફેન્સી રાખડીઓ બજારમાં મળતી જ હોય છે, પણ તમને જો પોતાની જાતે જ રાખડી બનાવવાનો શોખ હોય તો તમે જાતે પણ રાખડી બનાવી શકો છો. કેટલીક સાવ સિમ્પલ, ઝડપથી અને સરળતાથી બની જાય એવી રાખડીની ડિઝાઈન અહીં શીખવવામાં આવી છે. જે ખૂબ જ ઝડપથી બની જશે અને તે ટકાઉ પણ હશે.
