મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    અમેરિકન નેવીની એર વિંગમાં પ્ર

    અમેરિકામાં જ્યોર્જ ફ્લોઈડ અને એક અશ્વેત નર્સ પર રંગભેદની નીતિને કારણે થયેલા અત્યાચાર પછી વિશ્વભરમાં રંગભેદની નીતિ અંગે દેખાવો ચાલી રહ્યાં છે. શ્વેત - અશ્વેત અંગે ચાલતા વિવાદો વચ્ચે અમેરિકન નેવીમાં આફ્રિકન લેફ્ટનન્ટ મેડલિન સ્વીગલે પ્રથમ અશ્વેત મહિલા પાઇલટ બનીને ઇતિહાસ સર્જ્યો છે. અમેરિકન નેવીના નેવલ એર ટ્રેનિંગ કમાન્ડે કરેલા એક ટ્વિટમાં મેડલિનની આ સિદ્ધિ અંગે માહિતી અપાઇ છે. આ ટ્વિટમાં લખ્યું છે કે મેડલિન ટ્રેનિંગ પૂરી કર્યા બાદ ટેક્ટિકલ એરક્રાફ્ટ ઉડાવનારી પ્રથમ અશ્વેત મહિલા પાઇલટ બની ગઇ છે. આ અગાઉ ૧૬મી જુલાઈએ અમેરિકન નેવીએ પણ આ અંગે એક ટ્વિટ કર્યું હતું. નેવર એર ટ્રેનિંગ કમાન્ડની ટ્વિટમાં જણાવવામાં આવ્યું હતું કે, ફ્લાઇંગ ઓફિસર મેડલિને વિંગ્સ ઓફ ગોલ્ડ બેજ હાંસલ કર્યો છે. અમેરિકન નેવીની એર વિંગમાં આ સન્માન મેળવનારી તે પ્રથમ અશ્વેત મહિલા છે.

    પાયલટ સહિત ૧૯ ધારાસભ્યો કોર્ટ

    રાજસ્થાનમાં સરકાર ઉથલાવવા ભાજપના કારસા અંગે મુખ્ય પ્રધાન અશોક ગેહલોેતે ઉપમુખ્ય પ્રધાન સચિત પાયલટ સહિત પર આક્ષેપ વચ્ચે કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત અને કોંગ્રેસના બળવાખોર નેતા ભંવરલાલ શર્મા વચ્ચે ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ અંગેની કથિત ઓડિયો ટેપ બહાર આવતાં ખળભળાટ છે. ૨૧મીના અહેવાલો પ્રમાણે પોલીસ મુજબ ઓડિયો ક્લિપમાં સંજય જૈન, ગજેન્દ્ર સિંહ અને કોંગ્રેસ ધારાસભ્ય ભંવરલાલ શર્માનો અવાજ છે. તેની સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એન્ટી કરપ્શન બ્યુરોએ કેસ નોંધ્યો છે. 

    યુએસમાં વસતાં અલીન્દ્રાના જી

    • ૧૦૦મા જન્મદિવસની પરિવારે ભેગા થઈને કરી ઉજવણી • ખેડા જિલ્લાના અલીન્દ્રા ગામથી ૧૯૮૩માં અમેરિકા આવ્યા હતા • ૧૧ વર્ષની વયે થયા હતા લગ્ન, પ્રેમથી બાંધી રાખ્યો છે ૮૮ સભ્યોનો પરિવાર • ૧૦૦ વર્ષની ઉંમરે પણ બાને વાંચવા માટે નથી પડતી ચશ્માની જરૂર

    વારે તહેવારે તમારી જાતે જ કરો

    દરેક યુવતીની બીજાથી અલગ અને વધુ ખૂબસુરત કેવી રીતે લાગવું તેવી પ્રબળ ઈચ્છા હોય છે. એના માટે યોગ્ય રીતે મેકઅપ કરવો જરૂરી હોય છે. સામાન્ય રીતે વારે તહેવારે આપણે ટ્રેડિશનલ મેકઅપ શોભે છે. આ મેકઅપ કેવી રીતે કરવો તેની થોડી સમજ અહીં અપાઈ છે.

    ૧૬ વર્ષની કિશોરીએ માતા-પિતાના...

    એક અફઘાન કિશોરીએ તેના માતા-પિતાની હત્યા કરનારા ત્રણ આંતકવાદીની એક ૪૭ ગન વડે ખતમ કરી નાખતાં વિશ્વભરમાં તેના નામની ચર્ચા થઇ રહી છે. કેમ કે, તેની પર જોખમ વધી ગયું છે. મીડિયામાં અહેવાલો અનુસાર કમલ ગુલ નામની આ કિશોરીએ પિતા ગામના સરપંચ હોવાથી સાથે સાથે સરકારના સમર્થક હોવાથી તાલીબાની આંતકીઓને આંખના કણાની જેમ ખટકતા હતા. ૧૭મી જુલાઇએ રાત્રે એક વાગ્યે આતંકવાદીઓ તેમના ઘરમાં ઘૂસી ગયા હતા. કમર ગુલના પિતાને અને માતાને આંતકીઓ ઘરની બહાર ઘસેડીને લઇ ગયા હતા અને તેમની હત્યા કરી નાંખી હતી. આ જોઇને રોષે ભરાયેલી કમર ગુલ એકે ૪૭ સાથે બહાર નીકળી હતી અને આંતકવાદીઓ પર ગોળીઓના વરસાદ કરી દીધો હતો.

    સોશિયલ મીડિયા પર પૂનાના શાંતા

    સોશિયલ મીડિયા પર પૂનાના શાંતાબાઈ પવારનો વીડિયો વાઈરલ થયો હતો. હાથમાં લાકડી લઈ તેઓ સરકસના ખેલાડીની માફક કે કોઈ તલવારબાજની માફક તેને ઘુમાવતા હતા. ૮૫ વર્ષના માજીની સ્ફૂર્તિ જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા. 

    ભારતીય પોષાક સાડી પણ પહેરી શકો...

    સામાન્ય રીતે સાડી કેવી રીતે પહેરવી કે જેથી તે શોભે એ માટે માનુનીઓને બહુ પ્રશ્નો રહે છે. જોકે એવું કંઈ જરૂરી નથી કે તમે જે સ્ટાઈલની સાડી પહેરી છે તેવી જ રીતે કાયમ સાડી પહેરો. સાડીને પહેરવાની પણ ઘણી સ્ટાઈલ છે. ક્યારેક વર્ષો જૂની ફેશનને પાછી અપનાવવામાં આવે છે તો ક્યારેક આધુનિક ફેશનને પણ લોકો બહુ પસંદ કરે છે. વસ્ત્રોમાં પણ અનેક પ્રકારની ફેશનનું પ્રચલન થતું હોય છે, પણ સાડી સદાબહાર છે. સાડી ગમે તેટલી સસ્તી કેમ ન હોય પરંતુ જો તેને યોગ્ય રીતે પહેરવામાં આવે તો સસ્તી સાડી પણ આપની સુંદરતામાં ચાર ચાંદ લગાવીને આપના વ્યક્તિત્વને નિખારે છે. જો સાડી મોંઘી હોય અને આપને તે સુવ્યવસ્થિત રીતે પહેરતા ન ફાવે તો તે પોતાની સુંદરતા ગુમાવે છે સાથે આપનું વ્યક્તિત્વ પણ ઝાંખુ પડે છે. તેથી જ્યારે પણ સાડી પહેરો સુયોગ્ય રીતે પહેરો.

    લોકડાઉનના કારણે પ્રિમેચ્યોર

    કોરોના વાઇરસે વિશ્વભરમાં ભરડો લીધો છે. તેના કારણે લગાવાયેલા લોકડાઉનથી ઘણા દેશોમાં શિશુઓનાં પ્રિમેચ્યોર બર્થના દરમાં ઝડપથી ઘટાડો થયો છે. આ પરિવર્તનથી દુનિયાભરના ડોક્ટર્સ બહુ ખુશ છે. તેઓ હવે આ પેટર્ન અંગે રિસર્ચની તૈયારી કરી રહ્યા છે.

    નખની સુંદરતા વધારતો ટ્રેન્ડઃ

    નેઇલ પોલિશ અને નેઇલ આર્ટમાં આમ તો વિવિધ ટ્રેન્ડ આવતાં જ રહે છે. ક્લિયર, ક્રિસ્ટલ, એક્રિલિક – ટ્રાન્સપરન્ટ વગેરે વગેરે. જોકે જેલી નેઈલ આર્ટ માનુનીઓમાં વિશેષ પ્રિય છે. નેઇલ પોલિશ અને નેઇલ આર્ટ માટે જોકે તમારા નખની સંભાળ રાખવી ખૂબ મહત્ત્વની બની જાય છે. નેવુંના દાયકાથી જેલી નેઈલ આર્ટનો ક્રેઝ વધ્યો છે. નેઈલ આર્ટ જેમને ગમે છે તે યુવતીઓ અને મહિલાઓ જેલી ટ્રાન્સપરન્ટ નેઈલ આર્ટ પસંદ કરે છે. એ જ ફેશન જેલી નેઇલ આર્ટ અત્યારે પણ ટ્રેન્ડી છે. જેલી નેઇલ લુક માટે રેઇનબો જેલી, ઓમ્બ્રે બેઝ અને વિવિધ ભૌમિતિક આકારના પ્રયોગ થાય છે. જેલી નેઇલ આર્ટ ઓફિસ જતી માનુનીઓ કે પાર્ટીમાં મહાલતી મહિલાઓમાં ઘણી વિખ્યાત છે.

    બુકર પ્રાઇઝ માટે ૧૩ નવલકથાકાર...

    પુસ્તક માટેના સર્વશ્રેષ્ઠ બુકર પ્રાઈઝની સ્પર્ધામાં આ વખતે હિલેરી મેન્ટલ, એની ટેલર અને કીલે રીડ જેવી પ્રખ્યાત લેખિકા સામેલ છે. 
    તો ભારતવંશી અવની દોશીની પ્રથમ નવલકથા ‘બર્ન્ટ સુગર’ને પણ અંતિમ ૧૩માં સ્થાન મળી ગયું છે. ૧૫ સપ્ટેમ્બર પહેલા ટોપ-૬ નવલથા પસંદ કરાશે, અને પછી નવેમ્બરમાં વિજેતાના નામની જાહેરાત થશે. આ વખતે નોમિનેશનમાં જે ૯ મહિલા છે, તેમાંથી આઠની તો સાહિત્ય જગતમાં પ્રથમ પ્રસ્તુતિ છે. હિલેરી મેટન્લની રચના ‘ધ મિરર એન્ડ ધ લાઈટ’ થોમસ ક્રોમવેલ સીરિઝની ત્રીજી નવલકથા છે. પુસ્તક ક્રોમવેલના જીવનના ઉત્તરાર્ધ પર છે. ૧૭૫ પાનાનું આ પુસ્તક બ્રિટનમાં ચર્ચિત છે. ક્રોમવેલ ૧૫૩૨-૪૦ સુધી ઇંગ્લેન્ડના કિંગ હેનરીના આઠમા ચીફ મિનિસ્ટર હતા. લોયર અને રાજનેતા ક્રોમવેલ સુધારા અને પુનર્ગઠનના તરફદાર હતા. આ પછી તેમને ફાંસી આપી દેવાઈ હતી. હિલેરી જો વિજેતા બને છે તો ત્રણ વખત બુકર જીતનારી પ્રથમ લેખિકા બનશે. તે ૨૦૦૯માં ‘વુલ્ફ હોલ’ અને ૨૦૧૨માં ‘બ્રિન્ગ અપ ધ બોડીઝ’ માટે એવોર્ડ જીતી ચૂકી છે. બંને પુસ્તકો થોમસ ક્રોમવેલ સીરીઝની હતી. આ જ રીતે એની ટેલરનું ‘રેડ હેડ બાય ધ સાઈડ ઓફ ધ રોડ’ અને કીલે રીડનું પુસ્તક ‘સચ અ ફન એજ’ પણ સ્પર્ધામાં છે. બુકર પ્રાઇઝ વિજેતાને ઈનામમાં ૬૪,૦૦૦ ડોલર મળશે.